રાજ્યના કેટલાક જિલ્લાઓ અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે.
રાજ્યમાં વરસાદની મોસમ જામી ત્યારે વરસાદને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે આગામી બે કે ત્રણ દિવસ દરમિયાન ગુજરાતને કેટલાક ભાગોમાં સારો વરસાદ થઈ શકે છે તો સુરત નવસારી સહિતના જિલ્લા અને તાલુકાઓમાં ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે તેવી સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
હવામાનની વરસાદની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગમાં ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
નવસારી, સુરત, ડાંગ અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જ્યારે અમરેલી અને ગીર સોમનાથ સહિત જૂનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
Share your comments