ચીન ઉપરાંત ભારતે બાંગ્લાદેશમાં 1.47 લાખ ટન, શ્રીલંકામાં 82,462 ટનની (ઓક્ટોબર-જાન્યુઆરી) નિકાસ કરી છે તેવું ઓલ ઇન્ડિયા સુગર ટ્રેડ એસોસિએશને (AISTA) જણાવ્યું હતું. હવે ગુડ ન્યૂઝ કંઈક એવા છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ ખાંડની નિકાસ અંગે મહત્વનો નિર્ણય કરી શકે છે.આ સાથે ઘઉંના ભાવ અંગે પણ મહત્વના પગલા લઈ શકે છે. ફુડ સચિવ સંજીવ ચોપડાના જણાવ્યા પ્રમાણે હાલ 61 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપવામાં આવી છે. જેમાંથી 18 લાખ ખાંડની નિકાસ થઈ ચુકી છએ. જ્યારે બાર લાખ ટન ખાંડ બંદર પર છે.
કેન્દ્ર સરકાર ક્યારે ખાંડની નિકાસ વધારશે
સંજીવ ચોપરાએ કહ્યું કે, કેન્દ્ર સરકાર આવતા મહિને ખાંડની નિકાસ વધારવા અંગે નિર્ણય કરી લેશે. વધુમાં તેમણે જણાવ્યું કે, એનેથોલ બ્લેંડિંગનો ટાર્ગેટ પુરો કરવાનું પણ કામ ચાલું છે. જો કે સરકારે ઘઉંના વધતા ભાવ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે અને હવે મોંઘવારી અટકાવવા માટે કોઈ મહત્વના પગલા લેશે. તેમણે કહ્યું કે, ઘઉંના ઓપન માર્કેટ અંગે પણ નિર્ણય લેવામાં આવશે.
ઈથેનોલ બ્લેંડિંગ શું છે
ઈથેનોલ એક કૃષિ ઉત્પાદન છે જે શેરડીમાંથી ખાંડ બનવાની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે.જે ચોખાના ભુસા કે મકાઈ જેવા અન્ય સોર્સથી પણ મળી શકે છે. વાહનોની જીવાદોરી સમાન ઈંધણની અછત ઓછી કરવા માટે પેટ્રોલ સાથે ઈથેનોલને ભેળવી દેવું "ઈથેનોલ બ્લેંડિંગ" કહેવામાં આવે છે.
જાણો ગત વર્ષે કેટલી ખાંડનું નિકાસ કરાયું
ગત વર્ષે મિલોમાંથી અંદાજે 112 લાખ ટન ખાંડની નિકાસ કરી હતી, જે અત્યાર સુધીની સૌથી વધુ નિકાસ છે.ભારતે ચાલુ માર્કેટિંગ વર્ષના 4 જાન્યુઆરી સુધીમાં મલેશિયા, ઇન્ડોનેશિયા તેમજ સાઉદી અરેબિયા ખાતે અનુક્રમે 1.36 લાખ ટન, 1.18 લાખ ટન તેમજ 1.08 લાખ ટનની નિકાસ કરી છે. માર્કેટિંગ વર્ષ 2021-22 દરમિયાન ભારતમાંથી કુલ 11.2 મિલિયન ટન ખાંડની નિકાસ કરવામાં આવી હતી. માર્કેટિંગ વર્ષ 2022-23 દરમિયાન ખાંડનું કુલ અંદાજીત ઉત્પાદન 35.8 મિલિયન ટનની આસપાસ રહેવાની ધારણા AISTAએ વ્યક્ત કરી છે.
આ પણ વાંચો:ખેતીમાં નવીનતાએ વર્ષ 2022માં ઉત્પાદનમાં કર્યો વધારો
Jinal Shaileshbhai Chauhan (FTJ)
E-Mail:[email protected]
Pratij-383205
Share your comments