Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

પોલી હાઉસના નિર્માણ પર સરકાર આપશે 75 ટકા સુધી સબસિડી, જલ્દી કરો આવેદન

રાજસ્થાન આપણા દેશનું ગૌરવ છે, ત્યાંથી હંમેશા આપણને અવારનવાર ખાવા સાથે જોડાયેલા અજીબોગરીબ સમાચાર મળતા રહે છે. પરંતુ વિશ્વના તમામ લોકોને આકર્ષિત કરનાર આ રાજસ્થાની ફૂડ ઉગાડનારા ખેડૂતોની હાલત દેશના અન્ય ખેડૂતો જેટલી જ ખરાબ છે. જો કે, રાજસ્થાન સરકાર ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે નવી નવી યોજનાઓ લાવતી રહે છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
construction of Polly House
construction of Polly House

દેશમાં રાજ્ય અને કેન્દ્ર સરકારો અવાર નવાર ખેડુતો માટે નવી નવી યોજનાઓ બહાર પાડતી હોય છે, જેથી ખેડુતોની આર્થિક પરિસ્થિતિ સુધારી શકાય. આજના આ લેખમાં અમે એક એવી જ યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ખેડુતોની સમૃદ્ધિ માટે ચલાવાઈ રહી છે. આ યોજના પોલી હાઉસ યોજનાના નામથી ઓળખાય છે.  

પોલી હાઉસ સબસિડી મેળવવા માટેની અરજી પ્રક્રિયા

પોલી હાઉસ અને શેડ નેટ પર સબસિડી મેળવવા માટે, ખેડૂતો તેમના જિલ્લાના કૃષિ વિભાગની કચેરીનો સંપર્ક કરી શકે છે અથવા રાજસ્થાન કૃષિ વિભાગની વેબસાઇટ agriculture.rajasthan.gov.in પર જઈને અરજી કરી શકે છે.

આ પણ વાંચો:પાક બચાવવા માટે રખડતા પશુઓને પંચાયત ભવનમાં કર્યા બંધ

અરજી કરવા માટેના મહત્વના દસ્તાવેજો

પોલી હાઉસ અને શેડ નેટ પર સબસિડીની એરજી કરવા માટે તમારે અમુક જરૂરી દસ્તાવેજોની જરૂર પડશે, જે આ પ્રમાણે છે.

  • અરજી કરવાવાળા ખેડુતનુ આધાર કાર્ડ જરૂરી છે.
  • બચત ખાતાની પાસબુકની ઝેરોક્ષ હોવી જોઈએ
  • ખેતરની જમાબંધીની ફોટોકોપી પણ ફરજિયાત છે.

રાજ્ય સરકારે આ વર્ષના તેના બજેટમાં આધુનિક પદ્ધતિઓ અને તકનીકો અપનાવવા અને બિન-મોસમી પાકોના ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા રાજસ્થાન રક્ષિત ખેતી મિશન યોજનાની શરૂઆત કરવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત આગામી બે વર્ષમાં 25 હજાર ખેડૂતોને ગ્રીનહાઉસ/શેડ નેટ હાઉસ/લો ટનલની સ્થાપના માટે લગભગ 400 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે.

સંરક્ષિત ખેતીથી ખેડૂતોને મળવાવાળા ફાયદા

સંરક્ષિત ખેતી અપનાવવાથી પરંપરાગત ખેતીની તુલનામાં 25 થી 30 ટકા સમય, બળતણ અને મજૂરીની બચત કરી શકાય છે.

સંરક્ષિત ખેતીમાં વાવણી પર થવાવાળા ખર્ચને ઘટાડી શકાય છે.

સંરક્ષિત ખેતી પદ્ધતિને અપનાવવાથી પર્યાવરણ અને સંસાધન બંનેનું સંરક્ષણ થાય છે.

આ પણ વાંચો:PM કિસાન યોજના: માત્ર 4 દિવસ બાકી... બેંક ખાતામાં આવશે પૈસા, પણ આ લોકોને નહીં મળે!

Share your comments

Subscribe Magazine

More on News

More