હાલમાં જો ગુજરાતની વાત કરવામાં આવે તો રાજ્યમાં કૂલ 43 લાખ ખેડૂતો છે જેમાં ગુજરાતના આ 43 લાખ ખેડૂતો પર કૂલ 90694 કરોડ રૂપિયાનો બોઝો છે. ગુજરાતમાં આગામી દિવસોમાં આવનાર ઈલેક્સનના સમયે ખેડૂતોના દેવા માફીનો મુદ્દો મહત્વનો બની શકે તેમ છે આવનાર ઈલેક્સનમાં આ મુદ્દાને લઈને વર્તમાન સરકારને ક્યાંક ને ક્યાંક માર પડવાની શક્યતા છે
હાલમાં દેશના ખેડૂતોના માથે કુલ 16.8 લાખ કરોડનું દેવુ
કેન્દ્ર સરકાર હાલ ખેડૂતોને લઈને ચિંતામાં છે ખેડૂતોની આવક બમણી કરવા સરકાર ઘણી નવી નવી યોજનાઓ પણ ચલાવી રહી છે પરંતુ તમે બધા જાણો છો તેમ કોઈ યોજનાને અમલમાં મૂક્યા બાદ તરત જ તે યોજનાની અસર જોવા મળતી નથી કોઈ પણ યોજનાની અસર સમયાંતરે જોવા મળે છે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર આ વાત ઘણી વાર કહી ચૂક્યા છે કે દેશના ખેડૂતોની આવક બે ગણી કરવા માટે અમે તન મન ધનથી મહેનત કરી રહ્યા છીએ. પણ આ બધા વચ્ચે ખેડૂતો સાથે વાત થાય, તેમને લાભ થાય અને દેવા માફનો પ્રશ્નના ઉઠે એ વાત ઘણી ઓછી થાય છે. જો અત્યારે હાલની વાત કરવામાં આવે તો દેશના ખેડૂતોના માથા પર 16.08 લાખ કરોડ રૂપિયાનુ દેવું છે.
સૌથી વધુ તમિલનાડુના ખેડૂત પર દેવું
નાબાર્ડના એક આંકડા મુજબ દેશના ખેડૂતો પર હાલ 16.8 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. આ બધા જ રાજ્યોમાં સૌથી ઉપર તમિલનાડુ છે. તમિલનાડુના ખેડૂત પર 1.89 લાખ કરોડનું દેવું છે.
રાજ્ય મુજબની ખેડૂતોની સંખ્યા અને તેના પર દેવું (કરોડોમાં)
આ 5 રાજ્યોના ખેડૂતો પર સૌથી વધુ દેવું
રાજ્ય |
દેવુ (કરોડમાં ) |
તમિળનાડુ |
189623.56 |
આંધ્રપ્રદેશ |
169322.96 |
ઉત્તરપ્રદેશ |
155743.87 |
મહારાષ્ટ્ર |
153658.32 |
કર્ણાટક |
143365.63 |
આ 5 રાજ્યોમાં સૌથી વધુ ખાતા પર લોન
રાજ્ય |
એકાઉન્ટ્સ પર દેવું |
તમિળનાડુ |
1,64,45,864 |
આંધ્રપ્રદેશ |
1,20,08,351 |
ઉત્તરપ્રદેશ |
1,43,53,475 |
મહારાષ્ટ્ર |
1,04,93,252 |
કર્ણાટક |
143365.63 |
આ 5 પ્રદેશોના ખેડૂતો પર સૌથી ઓછું દેવું
રાજ્ય |
દેવુ (કરોડમાં ) |
દમણ અને દીવ |
40 |
લક્ષદ્વીપ |
60 |
સિક્કિમ |
175 |
લદ્દાખ |
275 |
મિઝોરમ |
554 |
આ 5 રાજ્યોમાં સૌથી ઓછા એકાઉન્ટ્સ પર દેવું
રાજ્ય |
એકાઉન્ટ્સ પર દેવું |
દમણ અને દીવ |
1857 |
લક્ષદ્વીપ |
17873 |
સિક્કિમ |
21208 |
લદ્દાખ |
32902 |
દિલ્હી |
902 |
પંજાબ સરકારે ખેડૂતોના દેવા માફ કરવાની કરી જાહેરાત
પંજાબ સરકાર દ્વારા ખેડૂતોને લઈને એક સારો નિર્ણય કરવામાં આવ્યો છે પંજાબ સરકાર દ્વારા 5900 કરોડ રૂપિયાનું દેવુ ખેડૂતોને ચૂકવવુ નહીં પડે એટલે કે સરકાર દ્વારા કુલ 5900 કરોડ રૂપિયાનું દેવુ માફ કરવામાં આવ્યુ છે આ દેવુ કૃષિ દેવા માફી યોજના હેઠળ માફ કરવામાં આવેલ છે અને આ યોજના હેઠળ અત્યાર સુધી પંજાબના કૂલ 5.64 લાખ ખેડૂતો લાભ લઈ ચૂક્યા છે અને સરકાર દ્વારા હાલ સુધીમાં 5900 કરોડમાંથી કૂલ 4624 કરોડનું દેવુ માફ કરવામાં આવી ચૂક્યુ છે.
Share your comments