Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

બકરી ઉછેર પર 60% સુધીની સબસિડી આપી રહી છે સરકાર, અહીં કરો અરજી

ભારતના ગામડાઓમાં ખેતીવાડી એ આવકનો સૌથી મોટો સ્ત્રોત છે, જ્યારે પશુપાલન એ આવકનો બીજો સૌથી મોટો સ્ત્રોત છે. ખેડૂતો ગાય અને ભેંસનું દૂધ વેચીને સારો નફો મેળવતા જોવા મળે છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
goat rearing
goat rearing

જો કે, ગામડાના લોકોમાં હજુ પણ બકરી પાલનની પ્રથા એટલી નથી. ખેડૂતોમાં બકરી પાલનને પ્રોત્સાહિત કરવા માટે, બિહાર સરકાર બકરી ઉછેર પર 60 ટકા સુધીની સબસિડી આપી રહી છે.

જણાવી દઈએ કે બિહાર રાજ્ય સરકાર દ્વારા સંકલિત બકરી અને ઘેટાં વિકાસ યોજના ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત રાજ્ય સરકાર ખાનગી ક્ષેત્રોમાં બકરી ફાર્મ ખોલવા માટે 10 બકરી + 1 બકરા, 20 બકરી + 1 બકરા, 40 બકરી + 2 બકરાની ક્ષમતા અનુસાર સબસિડી આપે છે. હાલમાં બિહાર સરકારે આ યોજના માટે લગભગ 2 કરોડ 66 લાખ રૂપિયાનું બજેટ રાખ્યું છે.

આ પણ વાંચો:સરકારી બજારમાં મગની ખરીદી શરૂ ન થવાના કારણે મંદીનો માહોલ છે, ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે.

કેટલી સબસિડી આપવામાં આવે છે

બિહાર સરકારના પશુપાલન વિભાગની વેબસીટ અનુસાર, બકરી પાલન પર અનુસુચિત જાતિ/અનુસુચિત જન જાતિના અરજદારોને 60 ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે અને સામાન્ય વર્ગના લોકોને 50 ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે.

20 બકરી + 1 બકરા યોજનાની અંદાજિત કિંમત 2.05 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે, જેના પર 50 ટકા એટલે કે 1.025 લાખ રૂપિયા સામાન્ય વર્ગને  આપવામાં આવશે, જ્યારે 60 ટકા એટલે કે 1.23 લાખ રૂપિયા એસસી/એસટી કેટેગરીને આપવામાં આવશે. 40 બકરી + 2 બકરા યોજનાની અંદાજિત કિંમત 4.09 છે. તેના પર 50 ટકા સબસિડી એટલે કે સામાન્ય વર્ગને 2.045 લાખ રૂપિયા આપવામાં આવશે. બીજી તરફ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને 2.454 લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવશે.

અહીં કરો અરજી

નિષ્ણાતોના મતે ખેડૂતોએ બકરી પાલનમાં વધુમાં વધુ રસ દાખવવો જોઈએ. અન્ય પ્રાણીઓની તુલનામાં, બકરા ઉછેરવામાં ખર્ચ ઓછો થાય છે અને નફો પણ વધારે છે. આવી સ્થિતિમાં, રસ ધરાવતા ખેડૂતોએ બકરી ઉછેર યોજના હેઠળ સબસિડી મેળવવા માટે બિહાર પશુપાલન વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.

આ પણ વાંચો:PM કિસાન યોજના: માત્ર 4 દિવસ બાકી... બેંક ખાતામાં આવશે પૈસા, પણ આ લોકોને નહીં મળે!

Share your comments

Subscribe Magazine

More on News

More