તાજેતરમાં 12મી ઇન્ટર મિનીસ્ટ્રીલ એપ્રુવલ કમિટી બેઠક યોજાઈ હતી જેમાં માંટોપની બેઠક યોજાઈ હતી જેમાં “ટોપ ટુ ટોટલ સ્કીમ” હેઠળ ગુજરાત કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશન દ્વારા કરવામાં આવેલી વિનંતીને પગલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વિજાપુર, દહેગામ અને ખેડાનો પોટેટો ક્લસ્ટરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમ આ વિસ્તારમાં બટાટાનું ઉત્પાદન કરતા ખેડૂતોને ભલે ભાવ નીચા ગયા હોય પરંતુ તેના પરિવહનમાં બચત થવાથી નુકસાન ઘટાડી શકાશે.''
ગુજરાત કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશનના પ્રમુખ
ગુજરાત કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશનના પ્રમુખ આશિષ ગુરુએ જણાવ્યું હતુ કે અમે એસોસિયેશન વતી અને ગુજરાતના સાંસદોએ પણ પણ કેન્દ્રને આ અંગે રજૂઆત કરી હતી જેનો સામુહિક રીત સારો એવો પ્રતિસાદ મળ્યો હતો.
આ સ્કીમની કેન્દ્ર સરકારની જોગવાઈ
- કેન્દ્રની આ સ્કીમ વિશે વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતુ કે' કોઇ પણ શાકભાજી કે ફળના ભાવ પાછલા દિવસ કરતા 15 ટકા નીચે જાય તો આ સ્કીમ હેઠળ સ્ટોરેજ અને બીજા રાજ્યમાં વહન કરવા માટે જે ભાડુ થાય તેમા 50 ટકાની બચત આપવાની જોગવાઇ છે.
- જો ખેડૂતો પોતાનો માલ કોલ્ડ સ્ટેરેજમાં મુકે તો પણ તેણે 50 ટકા જ ભાડુ ચૂકવવુ પડે છે.
- કેન્દ્ર સરકારે આ અંગેના ચોક્કસ નિયમો પણ જાહેર કર્યા છે.
- નવા નિયમો અનુસાર કોલ્ડ સ્ટોરેજનું ભાડુ કિલોદીઠ રૂ.2 અને વહનમાં મેટ્રીકટનદીઠ રૂ.84ના દર નિર્ધારિત કરવામા આવ્યો છે.''
રાજ્યમાં બટાકા પકવતા ખેડૂતોની સ્થિતિ
- ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં ડીસા, પાલનપુરમાં બટાટાની ખેતી મોટા પાયે થાય છે.
- છેલ્લા દોઢ વર્ષથી હોટેલ બંધ હોવાથી કોઇ પણ જાતના બટાટાનું વેચાણ થયું ન હતું અને ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજનું ભાડુ પણ કાઢવાનું મુશ્કેલ બની ગયું હતુ.
- જ્યારે કેટલાક ખેડૂતોએ રોષે ભરાઇને માર્ગો પર પોતાના ઉત્પાદનોનો ઢગલો કર્યો હતો.
- કોરોના બાદ તરત જ ખુલેલા બજારમાં સપ્લાયની મુશ્કેલીએ એ સમયે કિલોદીઠ રૂ.30થી 40 થઇ ગયા હતા
- હાલમાં રૂ.15થી 20 રૂપિયો કિલો વેચાય છે.
આ સ્કીમમાં ગુજરાતના અનેક જિલ્લાઓને સમાવવામાં આવ્યા ન હતા તેમાં હવે ખાસ બટાટા માટે તે માટે સરકારે નિર્ધારિત માપદંડ નક્કી કર્યા છે. આ સ્કીમ પહેલા દેશભરના દરેક રાજ્યોને લાગુ પડતી હતી. પરંતુ ગુજરાતના અનેક જિલ્લાઓને અન્યોને આવરી લેવામાં આવ્યા ન હતા તેનું ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ થતુ ન હતુ.''
Share your comments