શુ તમે ક્યારેય એવુ સાભળ્યુ છે કે કોઈ માણસ દુધ વેચવા માટે હેલિકોપ્ટર ખરીદે? મારા અંદાજ પ્રમાણે તો તમે નહીં જ સાંભળ્યુ હોય કે કોઈ માણસ દુધ વેચવા હેલિકોપ્ટર ખરીદે તો આજે તમારી સાથે એવા ખેડૂતની વાત કરીશુ કે જેમણે પોતાના ગ્રાહકોને ઝડપી દૂધ પહોંચાડવા માટે 30 કરોડ રૂપિયાનું હેલિકોપ્ટર ખરીદ્યુ છે તો ચાલો આ ખેડૂત કોણ છે અને ક્યાંના છે તેમની મહિનાની આવક કેટલી છે આવો જાણીએ.
આજે ભણેલા ગણેલા આજકાલના જવાનીયાઓ નાનો ધંધો કરતા સંકોચ અનુભવતા હોય છે તેઓ વિચારે છે કે હું આટલુ બધુ ભણેલો ગણેલો અને આવો નાનો ધંધો કરુ એ બની જ ન શકે કદાચ તમે પેલી કહેવત તો સાંભળી જ હશે કે "કોઈ ભી ધંધા છોટા નહી હોતા" આ એના જેવુ કામકાજ છે.
મહારાષ્ટ્રના ખેડૂતે ખરીદ્યુ રૂ.30 કરોડનું હેલિકોપ્ટર
દર વર્ષે 1 જૂનના રોજ વિશ્વ દૂધ દિવસ એટલે કે World Milk Day ઉજવવામાં આવે છે. આ પ્રસંગે અમે તમને દેશના સૌથી ધનિક દૂધવાળાનો પરિચય આપવા જઈ રહ્યા છીએ.મહારાષ્ટ્રના એક ખેડૂત કે જેમનું નામ જનાર્દન ભોઇરે છે અને તેઓ છેલ્લા ઘણા સમયથી દુધનો ધંધો કરીને મહિને કરોડોની કમાણી કરી રહ્યા છે એટલુ જ નહીં પોતાનો દુધનો વેપાર વધારવા 30 કરોડ રૂપિયાનું હેલિકોપ્ટર ખરીદી લીધુ અને હેલિકોપ્ટર મારફતે દુધનું ટ્રાન્સપોર્ટેશન કરવા લાગ્યા છે. તમારા મનમાં વિચાર જરૂર આવતો હશે કે દુધ વેચવા તે કોઇ હેલિકોપ્ટર થોડી ખરીદતા હશે. પરંતુ તમને જણાવી દઈએ કે આ 100 ટકા સાચી વાત છે. તે દૂધનો વેપારી અને ખેડૂત છે. આ સિવાય તેમનો રિયલ એસ્ટેટનો વ્યવસાય પણ છે. તેમની પાસે 100 કરોડથી વધુની સંપત્તિ છે. તેઓએ દૂધ વેંચીને અને ખેતી કરીને આ બધુ બનાવ્યું છે.
દુધનો ધંધો કરીને કરી રહ્યા છે કરોડોની કમાણી
થોડા સમય પહેલા જનાર્દન ભોઇરે પોતાનો દૂધનો ધંધો વધારવા માટે 30 કરોડ રૂપિયાનું હેલિકોપ્ટર ખરીદ્યું હતું. સામાન્ય રીતે અંબાણી અને અદાણી જેવા અબજોપતિ ઉદ્યોગપતિઓ તેમની સાથે ખાનગી હેલિકોપ્ટર રાખે છે, પરંતુ દૂધવાળાનું હેલિકોપ્ટર ખરીદવું એ પોતાનામાં ચોંકાવનારા સમાચાર છે.
2.5 એકર જમીનમાં હેલીપેડ બનાવડાવ્યુ
હકિકતમાં દૂધ કારોબારી જનાર્દન ભોઇરે પોતાના ધંધાના સંબંધમાં દેશના અને વિદેશના ઘણા રાજ્યોમાં જવું પડે છે. મુસાફરી કરવામાં ઘણો સમય બરબાદ થાય છે. તેનો સમય બચાવવા માટે, તેણે એક હેલિકોપ્ટર ખરીદ્યું છે. જનાર્દનભાઈએ પોતાની 2.5 એકર જમીનમાં હેલીપેડ પણ બનાવડાવ્યુ છે. આ ઉપરાંત અહીં પાઇલટ રૂમ અને ટેકનિશિયન રૂમ પણ બનાવવામાં આવ્યો છે. હેલિકોપ્ટર માટે રાઉન્ડ સ્ટ્રીપ્સ અને અન્ય વસ્તુઓ પણ બનાવવામાં આવી છે.
હેલિકોપ્ટર આવવાથી સમયમાં બચાવ
જનાર્દન ભોઇર પહેલી વાર હેલિકોપ્ટર લાવ્યો હતો, ત્યારે તેને જોવા આસપાસ લોકોના ટોળા ઉમટ્યા હતા. ગામના દરેક વ્યક્તિ તેની અંદર બેસવા માંગતા હતા. આમ તો, જનાર્દન ભોઇરે ઘણા લોકોને તેમના હેલિકોપ્ટરમાં ફરવા માટે પણ લઈ ગયા છે.ડેરી વ્યવસાયનો વ્યાપ દેશમાં વધી રહ્યો હોવાથી જનાર્દનભાઈ પંજાબ, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન જતા-આવતા રહે છે. તેમનો બીજો વ્યવસાય રિયલ એસ્ટેટનો છે. આ ધંધા માટે પણ તેમને અવારનવાર બહાર જવાનું થતું હોય છે.હવે તેમની પાસે પોતાનું હેલિકોપ્ટર હોવાને કારણે તેમનો ઘણો સમય બચી જાય છે.
હું આશા રાખું છું કે આ દૂધના વેપારીની સ્ટોરી સાંભળીને તમને પણ પ્રેરણા મળી હશે. અમે એવું નથી કહી રહ્યા કે તમારે પણ આજથી જ દૂધ વેચવાનું શરૂ કરવું જોઈએ. ફક્ત આ વસ્તુને સમજો કે જો તમે કોઈ પણ પરિશ્રમ અને મનથી કામ કરો છો, તો તમને સફળતા જરૂર મળે છે બસ તમારામાં કમાવામી ધગસ હોવી જોઈએ.
Share your comments