કેન્દ્ર સરકાર દ્વારા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ચલાવતા લોકોને મોટી રાહત આપી છે. રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયે બેટરી, મિથેનોલ અને એથેનોલથી ચાલતા ટુ-વ્હીલરને રાહત આપવાનો નિર્ણય કર્યો છે
વાહન પરમિટ વગર જ ઉપયોગમાં લઈ શકાશે
રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયે બેટરી, મિથેનોલ અને એથેનોલથી ચાલતા ટુ-વ્હીલરને રાહત આપવાનો નિર્ણય કર્યો છે. હવે આ વાહનોએ મંજૂરી લેવાની જરૂરિયાત નથી. આ વાહન પરમિટ વગર જ ઉપયોગમાં લઈ શકાશે. એટલે કે કાયદાકીય રીતે આ વાહનનો કોમર્શિયલ ઉપયોગ પણ કરી શકાશે. ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકાર 15 વર્ષથી જૂના વાહનો માટે સ્ક્રેપિંગ પોલિસી પણ લાવી છે.
ભાડે આપનારને મોટો ફાયદો થશે
મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આદેશ પ્રમાણે હવે કાયદાકીય રીતે પરમિટ વગર ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનો ઉપયોગ કરી શકાશે. આનાથી સૌથી મોટો ફાયદો એવા ટ્રાન્સપોર્ટર્સને થશે જેઓ વાહનોને ભાડા પર આપે છે.
પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે
આ અંગે બસ એન્ડ કાર ઑપરેટર્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાના ચેરમેન ગુરમીતસિંહ તનેજાએ કહ્યું કે, રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયના આ નિર્ણયથી ટુ-વ્હીલર વાહનોને રાહત મળશે. પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને આનાથી વધારે ફાયદો થશે.
સ્ક્રેપિંગ પોલીસી
બજેટ 2021માં સરકારે વ્હીકલ સ્ક્રેપિંગ પોલીસીની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે 15 વર્ષ જૂની ગાડીઓને રિન્યુઅલ, રજિસ્ટ્રેશન અને ફિટનેસ સર્ટિફિકેટ જેવા દસ્તાવેજોને મેળવવા માટે ફી વધારી દીધી છે.
ઈલેક્ટ્રિક વાહનોમાં વધારો થયો
છેલ્લા કેટલાક વર્ષોથી રસ્તાઓ ઉપર વધારેમાં વધારે ઈલેક્ટ્રિક ગાડીઓને દોડે તે માટે જૂની ગાડીઓને હટાવવા ઉપર સરકારે ભાર આપ્યો છે. એટલા માટે બજેટ 2021માં સરકારે વ્હીકલ સ્ક્રેપિંગ પોલીસની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે 15 વર્ષ જૂની ગાડીઓને રિન્યુઅલ, રજિસ્ટ્રેશન અને ફિટનેસ સર્ટિફિકેટ જેવા દસ્તાવેજોને મેળવવા માટે ફી વધારી દીધી છે.
Share your comments