રખડતા પ્રાણીઓ એ આજના સમયની મોટી સમસ્યા છે. દરરોજ આપણે જોઈએ છીએ કે આપણને કોઈક ગાય રસ્તા પર ચાલતી જોવા મળી જાય છે. રસ્તાઓ પર ફરતી આ ગાયો સામાન્ય લોકો માટે મોટી સમસ્યા બની જાય છે. પરંતુ આ સમસ્યાના ઉકેલ માટે યોગી સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જેમા નક્કી કરવામાં આવ્યુ છે કે જે ખેડુત દુધ દેવાનુ બંધ કરવા પર ગાયોને નિરાધાર છોડી દેશે, તેના વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ હેઠળ કેસ કરવામાં આવશે.
પશુપાલન મંત્રી ધરમપાલ સિંહનું નિવેદન
પશુપાલન મંત્રીને જ્યારે એસપી ધારાસભ્ય અવધેશ પ્રસાદ તરફથી વિધાનસભામાં રખડતા પ્રાણીઓ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે કહ્યું કે, “કસાઈ અને ખેડૂત વચ્ચે તફાવત હોય છે. અમે ખેડુતોનુ ધ્યાન રાખીશુ કસાઈઓનુ નહીં. જે લોકો પોતાના પશુઓને છોડી દે છે તેમની સામે પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવશે.
આ પણ વાંચો:ખેડુત ઘેટાં-બકરાંને ડુંગળીનો પાક ખવડાવવા મજબુર, કારણ જાણીને ચોંકી જશો
પશુપાલન મંત્રી દ્વારા આપવામાં આવેલા કેટલાક આંકડા
વિધાનસભામાં જવાબ આપતાં પશુપાલન મંત્રી ધરમપાલ સિંહે રખડતા પ્રાણીઓ સાથે સંબંધિત કેટલાક આંકડા પણ રજૂ કર્યા અને જણાવ્યું કે 15 મે, 2022 સુધી રાજ્યમાં 6,187 ગૌશાળાઓ ખોલવામાં આવી છે, જેમાં 8,38,015 પશુઓને રાખવામાં આવ્યા છે. અને પશુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તેમના ખોરાકથી લઈને દવા સુધીની તમામ સુવિધા કરવામાં આવી છે.
રખડતા પશુઓથી થતા નુકસાન
ઉત્તર પ્રદેશમાં રખડતા ઢોરોની સમસ્યા ઘણી જૂની છે, ઘણી સરકારો આવી અને ગઈ, પરંતુ કોઈ પણ આ સમસ્યાનુ નિરાકરણ લાવી શક્યુ નથી. કારણ કે લોકોએ આ સમસ્યાનો અંત લાવવામાં જેટલો સહકાર આપવો જોઈએ તેટલો સહકાર આપ્યો નથી. જો રખડતા પશુઓથી થતા નુકસાનની વાત કરીએ તો ખેડૂતોનો પાક નિષ્ફળ જવા, લોકોને ઈજા, વાહનોના અકસ્માત વગેરે જેવા અનેક ગેરફાયદા છે.
આ પણ વાંચો:આજથી હોમ લોન અને ઈન્શ્યોરન્સ લેવા થયા મોંઘા, આ 6 મોટા ફેરફારની સીધી અસર પડશે તમારા જીવન પર
Share your comments