Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

રૂપાણી સરકારનો મોટો નિર્ણય, ભારે વરસાદથી થયેલ નુકસાનીનું ખેડૂતોને વળતર ચૂકવાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જે મુજબ, ગુજરાતમાં જ્યા પણ અતિવૃષ્ટિને કારણે નુકસાન થયું છે ત્યાં નુકસાનીનો સરવે કરીને વળતર ચૂકવવામાં આવશે.

Sukhadev Thakor
Sukhadev Thakor
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જે મુજબ, ગુજરાતમાં જ્યા પણ અતિવૃષ્ટિને કારણે નુકસાન થયું છે ત્યાં નુકસાનીનો સરવે કરીને વળતર ચૂકવવામાં આવશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તીડના ના ઝુંડ આવ્યા છે સરકાર દેખરેખ રાખી રહી છે. જો મોટા સમૂહ હશે તેને નિયંત્રિત કરવાની કાર્યવાહી પણ કૃષિ વિભાગ કરશે.અધિકારીઓને બોલાવીને સૂચના આપી છે. 

કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ જાહેરાત કરાઈ કે, રાજ્યમાં અનેક સ્થળોએ અતિવૃષ્ટિ થઈ છે. ડેમો ભરાયા છે. તો ક્યાંક ડેમ ઓવરફલો થયા છે. નદીકાંઠાના વિસ્તારોમાં પાણીને કારણે ઘોવાયા છે. આ અંગે અલગ અલગ વિસ્તારોમાંથી રજૂઆતો આવી છે. સરકારે પણ જળસંપત્તિ કૃષિ વિભાગ અને મહેસૂલ વિભાગના અધિકારીઓ સાથે ફરિયાદો આવી છે તે પ્રમાણે સર્વેની કામગીરી સોંપવામાં આવી છે. નુકસાનીના અંદાજો પ્રાથમિક સર્વેના અંદાજો આવશે તે પ્રમાણે કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીના માર્ગદર્શન મુજબ પાક કે જમીન ધોવાણનું હશે, પશુઓને નુકસાન થયું છે કે મૃત્યુ થયું છે, તે અહેવાલો મુજબ નુકસાનીનું વળતર આપવામાં આવશે. ભારે વરસાદના કારણે નુકસાન થયું છે તે વિસ્તારોમાં સર્વે કરી નુકસાનીનું વળતર રાજ્ય સરકાર ચૂકવશે. 

Share your comments

Subscribe Magazine

More on News

More