
ચોરી, દાદાગરી, લુંટ,હત્યા, કરવી જેવી ઘટના એ હાલ અમદાવાદના ગ્રામય વિસ્તાર માં જોર પકડ્યું છે.
અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. વાત જાણે એમ છે કે, અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કુહામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. કુહામાં આવેલી ગૌચર જમીન પર કોઈ વ્યક્તિઓ દ્વારા ગેરકાયદેસર માટી ખનન કરવામાં આવતુ હોવાની જાણ થતાં ગ્રામજનો ત્યાં પહોંચ્યા હતા. જ્યાં ગ્રામજનોએ વિરોધ કરતાં JCB ચાલકે 52 વર્ષીય આધેડ પર JCB ચઢાવી દેતા તેઓનું મોત થયું હતું. ઘટનાને લઈ હવે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, હજી બે દિવસ પહેલા જ અમદાવાદના CPએ નિવેદન આપ્યું હતું કે, 2-5 ટકા ગુના વધે કે ઘટે તેનાથી કોઇ ફેર પડતો નથી.
52 વર્ષીય આધેડ પર JCB ચઢાવી દેતાં મોત
કુહામાં આવેલ ગૌચરની જમીન પર ગેરકાયદેસર રીતે માટી ખનનનો વિરોધ દર્શાવ્યા બાદ JCB ચાલક રોષે ભરાયો હતો. જે બાદમાં તેને કાંતીજી બારૈયા (ઠાકોર) નામનાં 52 વર્ષીય આધેડ ઉપર JCB ચઢાવી દેતાં તેમનું મોત થયું છે. આ તરફ ઘટનાને લઈ મૃતકના પરિજનો સહિત ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.
હત્યાનો ગુનો દાખલ, જમીન માફિયાઓ ફરાર
આ તરફ હત્યાને અંજામ આપ્યા બાદ JCB ચાલક અને જમીન માફિયાઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ તરફ ગ્રામજનોએ પોલીસને જાણ કરતાં કણભા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. આ સાથે હવે પોલીસે જમીન માફિયાઓ ડમ્પર મુકીને ફરાર થઈ ગયા હોવાથી પોલીસે ડમ્પરો કબ્જે લીધા હતા અને તેઓના માલિક અને આરોપીઓ અંગે તપાસ શરૂ કરી છે.
અમદાવાદ પોલીસ કમિશ્નરે ?
અમદાવાદમાં ગુનાખોરી મુદ્દે પોલીસ કમિશ્નર જી એસ મલિકે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું કે, ગુનાઓ બે-પાંચ ટકા વધે કે ઘટે તેનાથી કોઈ ફરક નથી પડવાનો, ગભરાવાની જરૂર નથી, શહેરમાં ગુનાખોરી કાબુમાં છે. ગુનો નોંધાય છે તે મહત્વની વાત છે. સતત બની રહેલી ગુનાખોરીની ઘટનાને લઇને અમદાવાદ પોલીસ કમિશ્નરે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, માધ્યમોમાં બતાવવામાં આવે છે કે, અમદાવાદ ક્રાઇમ કેપિટલ બની રહ્યું છે પરંતું ગુનાખોરીની માત્રા વધતી ઘટતી રહે તેના માટે પેનિક થવાની જરૂર નથી.
Share your comments