TCPL બિસલેરી ઈન્ટરનેશનલને હસ્તગત કરશે.
બિસલેરીની વેબસાઈટ અનુસાર, કંપની બોટલ્ડ વોટર બિઝનેસમાં 60 ટકા હિસ્સો ધરાવે છે. હાલમાં, બિસલેરી પાસે 122 થી વધુ ઓપરેશનલ પ્લાન્ટ છે. ટાટા ગ્રુપ ટૂંક સમયમાં બોટલ્ડ વોટર પણ વેચશે. ઈકોનોમિક ટાઈમ્સ અનુસાર, ટાટા ગ્રુપ દેશની પ્રખ્યાત બોટલ્ડ વોટર સેલર બિસલેરીને હસ્તગત કરવા જઈ રહ્યું છે. ટાટા ગ્રુપ તેની પેટાકંપની ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (TCPL) હેઠળ બિસલેરી ઈન્ટરનેશનલને રૂ. 6,000-7,000 કરોડમાં હસ્તગત કરશે. આ ડીલ હેઠળ બિસલેરીનું વર્તમાન મેનેજમેન્ટ બે વર્ષ સુધી કંપનીની કામગીરીનું ધ્યાન રાખશે.
જાણીતા ઉદ્યોગપતિ રમેશ ચૌહાણે ગુરુવારે જણાવ્યું હતું કે તેઓ તેમના બોટલ્ડ વોટર બિઝનેસ 'બિસલેરી ઇન્ટરનેશનલ' માટે ખરીદદારની શોધમાં છે અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ સહિત અનેક કંપનીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. ભારતના બોટલ્ડ વોટર બિઝનેસના અગ્રણી 82 વર્ષીય ઉદ્યોગપતિએ ટાટા (TATA)કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (TCPL) સાથે રૂ. 7,000 કરોડનો સોદો કરવાનો ઇનકાર કર્યો હતો. ચૌહાણને પૂછવામાં આવ્યું કે શું તે બિસલેરીનો બિઝનેસ વેચવા જઈ રહ્યા છે. તો તેમણે જવાબમાં કહ્યું, "હા, અમે વેચાણ કરી રહ્યા છીએ." તેમણે કહ્યું કે જૂથ ઘણા સંભવિત ખરીદદારો સાથે વાતચીત કરી રહ્યું છે. પૂછવામાં આવ્યું કે શું તે ટાટા જૂથની કંપનીને બિઝનેસ વેચી રહ્યા છે, તો ચૌહાણે જવાબમાં કહ્યું, કે "તે સાચું નથી. અત્યારે અમે ફક્ત વાત કરી રહ્યા છીએ."
શું છે બિસલેરી બિઝનેસ વેચવા પાછળનુ કારણ?
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે બિસલેરી બિઝનેસ વેચવા પાછળનું કારણ શું છે, તો ચૌહાણે કહ્યું કે કોઈએ તેનું સંચાલન કરવું પડશે. વાસ્તવમાં તેમની પુત્રી જયંતિને બિઝનેસ સંભાળવામાં રસ નથી. બિસલેરી ઇન્ટરનેશનલના પ્રવક્તાએ પછીથી એક મીડિયા નિવેદનમાં કહ્યું, "અમે વાતચીત કરી રહ્યા છીએ અને વધુ વિગતો જાહેર કરી શકતા નથી." ત્રણ દાયકા પહેલા ચૌહાણે પોતાનો સોફ્ટ ડ્રિંકનો બિઝનેસ અમેરિકન બેવરેજ કંપની કોકા-કોલાને વેચી દીધો હતો. તેમણે 1993માં કંપનીને થમ્સ અપ, ગોલ્ડ સ્પોટ, સિટ્રા, માઝા અને લિમ્કા જેવી બ્રાન્ડ્સ વેચી. ચૌહાણે 2016માં ફરીથી સોફ્ટ ડ્રિંક બિઝનેસમાં પ્રવેશ કર્યો પરંતુ તેમની પ્રોડક્ટ 'બિસલેરી પૉપ'ને વધારે સફળતા મળી ન હતી.
દેશમાં બોટલ્ડ વોટરનું માર્કેટ 20,000 કરોડ રૂપિયાથી વધુ
બિસ્લેરીની વેબસાઈટ અનુસાર, કંપની બોટલ્ડ વોટર બિઝનેસમાં 60 ટકા હિસ્સો ધરાવે છે. હાલમાં, બિસ્લેરી પાસે 122 થી વધુ ઓપરેશનલ પ્લાન્ટ છે. ઉપરાંત, તે ભારતમાં વિતરણ માટે 5,000 ટ્રક સાથે 4,500 થી વધુનું વિતરક નેટવર્ક ધરાવે છે. મિનરલ વોટર ઉપરાંત, બિસલેરી ઇન્ટરનેશનલ પ્રીમિયમ હિમાલયન સ્પ્રિંગ વોટર પણ વેચે છે. જણાવી દઈએ કે દેશમાં બોટલ્ડ વોટરનું માર્કેટ 20,000 કરોડ રૂપિયાથી વધુ છે. ટાટા સાથેના સોદા પછી, ટાટા જૂથ એન્ટ્રી-લેવલ, મિડ-સેગમેન્ટ અને પ્રીમિયમ પેકેજ્ડ વોટર કેટેગરીમાં હશે. જેથી ટાટા ઉપભોક્તાને સરળતાથી વિશાળ બજાર મળી જશે.
ચૌહાણે 4 લાખમાં ખરીદી હતી બિસલેરી કંપની
બોટલમાં પાણી ભરીને વેચતી કંપની બિસલેરી, એક ફાર્માસ્યુટિકલ કંપની તરીકે શરૂ થઈ હતી, જે મેલેરિયાની દવાઓ વેચતી હતી. તેના સ્થાપક ઇટાલિયન ઉદ્યોગપતિ ફેલિસ બિસ્લેરી હતા. તેમના મૃત્યુ પછી, તેમના ફેમિલી ડૉક્ટર રોસીએ બિસ્લેરીને આગળ લઈ જવાની જવાબદારી ઉપાડી. ભારતમાં, ડો. રોસીએ વકીલ ખુશરુ સંતકુ સાથે મળીને બિસ્લેરી શરૂ કરી. 1969 માં, બિસલેરી વોટર પ્લાન્ટ શરૂ થયાના માત્ર 4 વર્ષ પછી, રમેશ ચૌહાણે માત્ર 4 લાખ રૂપિયામાં બિસલેરી ખરીદી લીધી હતી. ત્યારથી આ કંપનીની માલિકી રમેશ ચૌહાણ પાસે છે. રમેશ ચૌહાણ 82 વર્ષના થયા છે. તેમની પુત્રી જયંતિને આ ધંધામાં રસ નથી. તેથી તેઓ હવે આ બિઝનેસ વેચવા માંગે છે.
આ પણ વાંચો:Zomato Layoffs: Zomato માં મંદીના આસાર, કંપની કરશે 4 ટકા કર્મચારીઓની છટણી
Share your comments