હરિયાણાના (Haryana) કૈથલ જિલ્લામાં (Kaithal District) એવો પાડો (Bull) હતો જેનુ નામ સુલતાન (Sultan Bull) હતુ અને આ પાડાના શોખ પણ નવાબી હતા. આ પાડાનું હાર્ટ એટેક આવતા મોત થયુ છે અને દુનિયાને અલવિદા કહી દીધી છે
આ પાડાએ સમગ્ર હરિયાણાનું નામ રોશન કર્યુ હતુ. સુલતાનના માલિક નરેશનું કહેવું છે કે સુલ્તાન જેવા ન કોઈ હતો અને કદાચ ભવિષ્યમાં ન કોઈ હશે. આજે સમગ્ર હરિયાણામાં લોકો મને સુલતાનના કારણે ઓળખે છે
સુલ્તાન એક વર્ષમાં 30 હજાર સીમનના ડોઝ આપતો હતો, જે લાખો રૂપિયામાં વેચાતા હતા. સુલ્તાનનો માલીક આ સીમનના ડોઝ વેચીને લાખો રૂપિયાની કમાણી કરતો હતો. સુલતાન રાષ્ટ્રીય પશુ સૌંદર્ય પ્રતિયોગિતામાં રાષ્ટ્રીય વિજેતા રહી ચૂક્યો છે.
રાજસ્થાનમાં એક પુષ્કળ મેળો આયોજીત થયો હતો જેમાં સુલતાનની બોલી 21 કરોડ રૂપિયા લગાવવમાં આવી હતી પરંતુ સુલતાનના માલિક નરેશભાઈએ આ પાડાને વેચવાની ના પાડી હતી. સુલતાના માલીક સુલતાનની સેવા પોતાના દિકરાની જેમ કરતા હતા.સુલ્તાન સવારના નાસ્તામાં દેશી ઘી અને અને દૂધ પીતો હતો
નરેશનું કહેવું છે કે સુલ્તાનના જવાથી તેઓ એટલા દુઃખી છે કે તેની યાદ દિલથી જતી જ નથી. હવે તેઓ પ્રયાસ કરશે કે કોઈ બીજા પાડાને ઉછેરીને તેને સુલ્તાન જેવો બનાવશે, પરંતુ તેની ખોટ તો જીવનભર રહેશે.
Share your comments