Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ફેબ્રુઆરી ૨૦૨૩થી લાગુ થશે સુજલામ સુફલામ જળ અભિયાન: ઋષિકેશ પટેલ

ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, સુજલામ સુફલામ જળ અભિયાનની સફળતાને પગલે માર્ચ-એપ્રિલના સ્થાને આ વર્ષે રાજ્ય સરકારે જળસંચય અભિયાનને ફેબ્રુઆરી–2023 થી જ પ્રારંભ કરીને રાજ્યના ખેડૂતોને મહત્તમ લાભ પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે.

Chetna Rajesh Raja
Chetna Rajesh Raja
Sujalam Sufalam Abhiyan
Sujalam Sufalam Abhiyan

સુજલામ સુફલામ જળ અભિયાનની સફળતાને પગલે માર્ચ-એપ્રિલના સ્થાને આ વર્ષે રાજ્ય સરકારે જળસંચય અભિયાનને ફેબ્રુઆરી–2023 થી જ પ્રારંભ કરીને રાજ્યના ખેડૂતોને મહત્તમ લાભ પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે.

ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ કેબિનેટ બેઠકમાં લેવાયેલા અગત્યના નિર્ણયો સંદર્ભે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતુ કે, સુજલામ સુફલામ જળ અભિયાનની સફળતાને પગલે માર્ચ-એપ્રિલના સ્થાને આ વર્ષે રાજ્ય સરકારે જળસંચય અભિયાનને ફેબ્રુઆરી–2023 થી જ પ્રારંભ કરીને રાજ્યના ખેડૂતોને મહત્તમ લાભ પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે.


આ પણ વાંચો: ભારતનું ગર્વ બન્યા ભરતસિંહ : ડૉ. ભરતસિંહને મળ્યો વિજ્ઞાન ભૂષણ એવોર્ડ, આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં કરાયા સન્માનિત

Sujalam Sufalam Abhiyan
Sujalam Sufalam Abhiyan

આ યોજના અંગે વધુ માહિતી આપતા પટેલે  જણાવ્યું કે, ગુજરાતમાં મે–2018 થી શરૂ થયેલી સુજલામ-સુફલામ જળ અભિયાનના અત્યાર સુધીમાં પાંચ તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં અમને સફળતા મળી છે.જનભાગીદારી થકી યોજાયેલ આ અભિયાનમાં છેલ્લા પાંચ વર્ષમાં રાજયભરમાં જળસંગ્રહ માટેના 74,510 કામો પૂર્ણ થયા છે. જેના કારણે જળ સંગ્રહ ક્ષમતામાં 86,199 લાખ ઘનફુટ વધારો થયો અને રાજ્યના 33 જિલ્લાઓમાં 26,981 તળાવો ઉંડા કરવામાં આવ્યા છે.ગત વર્ષ 2022માં સુજલામ સુફલામ જળ અભિયન દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધું 17,812 કામો પૂર્ણ થયા હતા. જેમાં 20.81 લાખ માનવદિનની રોજગારી શ્રમિકોને મળી હતી જ્યારે 24 હજાર 418 લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો હતો તેમ મંત્રીએ ઉમેર્યુ હતુ.

મંત્રીએ કહ્યું હતુ કે, રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી અભિયાનને સ્થાનિક સ્તરે નાગરિકોનો પણ ખૂબ સહયોગ મળ્યો છે. જનભાગીદારી દ્વારા હાથ ધરાયેલ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવી, ખેત ઉત્પાદનમાં વધારો કરવો, પાણીનો બગાડ ઘટાડવો તથા પર્યાવરણમાં સુધારો લાવવાનો રહ્યો છે એમાં પણ સૌ લોકોએ સહયોગ આપ્યો છે જેના પરિણામે આ અપ્રતિમ સફળતા મળી છે.

Sujalam Sufalam Abhiyan
Sujalam Sufalam Abhiyan

આ ઉપરાંત, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે  અગત્યના નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતુ કે, રાજ્યની નોન –યુઝેબલ બિલ્ડીંગની યાદી તૈયાર કરીને જરૂરિયાત પ્રમાણે આ તમામ બિલ્ડીંગનું નવું બાંધકામ કરીને ઉપયોગમાં લેવા માટેનો અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના થકી રાજ્યની માળખાકીય સેવાઓમાં અને લોકોની જનસુખાકારીમાં વધારો થશે તેવો વિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.

તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતુ કે, અમદાવાદ, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરાની ગ્રામ્ય અને સર્કલ ઓફિસમાં સમાવિષ્ટ કુલ 219 રેસીડેન્સીયલ અને 239 જેટલી નોન રેસીડેન્સીયલ આમ કુલ 458 જેટલી નોન યુઝ્ડ બિલ્ડીંગને જરૂરિયાત પ્રમાણે નવું બાંધકામ કરીને ઉપયોગમાં લેવા માટેનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Share your comments

Subscribe Magazine

More on News

More