Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

આ વર્ષે અત્યાર સુધીમાં ખાંડનું ઉત્પાદન 15% વધીને કુલ 35.24 મિલિયન ટન થયું

સહકારી સંસ્થા NFCSFL દ્વારા મંગળવારે જાહેર કરાયેલા ડેટા પ્રમાણે વિશ્વના સૌથી મોટા ઉત્પાદક અને બીજા ક્રમના સૌથી મોટા નિકાસકાર ભારતમાં ખાંડનું ઉત્પાદન મહારાષ્ટ્રમાં ઊંચા ઉત્પાદનને લીધે વર્તમાન 2021-22 માર્કેટિંગ વર્ષમાં 15% વધીને રેકોર્ડ 35.24 મિલિયન ટન થયું છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
Sugar Production
Sugar Production

એક વર્ષ અગાઉના ગાળામાં ખાંડનું ઉત્પાદન 30.63 મિલિયન ટન હતું.  અત્યાર સુધી પ્રાપ્ત થયેલ ખાંડનું ઉત્પાદન સમગ્ર 2020-21 માર્કેટિંગ વર્ષમાં 31.12 મિલિયન ટનના કુલ ઉત્પાદન કરતાં વધારે છે.

નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરી લિમિટેડ (NFCSFL)ના ડેટા પ્રમાણે ચાલુ માર્કેટિંગ વર્ષના અંત સુધીમાં વધુ 4-5 લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાની ધારણા છે.કુલ ઉત્પાદિત ખાંડમાંથી દેશના અગ્રણી ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન ચાલુ માર્કેટિંગ વર્ષના 30 મે સુધીમાં વધીને 13.68 મિલિયન ટન થયું હતું, જે એક વર્ષ અગાઉના સમયગાળામાં 10.63 મિલિયન ટન હતું.

આ પણ વાંચો:36 લાખ ઘરેલું ગ્રાહકો અને 7 લાખ ખેડૂતોના વીજળીના બિલ થયા શૂન્ય – મુખ્યમંત્રી

દેશના બીજા ક્રમના સૌથી મોટા ઉત્પાદક ઉત્તર પ્રદેશમાં ખાંડનું ઉત્પાદન, આ વર્ષે અત્યાર સુધીમાં 10.22 મિલિયન ટન જેટલું રહ્યું છે, જે એક વર્ષ અગાઉના સમયગાળામાં 11.01 મિલિયન ટન હતું.કર્ણાટકમાં ઉત્પાદન 4.25 મિલિયન ટનથી વધીને 5.92 મિલિયન ટન થયું છે તેમ માહિતીમાં જણાવાયું છે.

30 મે સુધીમાં આશરે 50-સુગર મિલોમાં ક્રશિંગ કામગીરી હજુ પણ ચાલુ હતી, તેમા મોટાભાગે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુ રાજ્યનો સમાવેશ થાય છે. ઓક્ટોબર-નવેમ્બરમાં તહેવારોની મોસમ દરમિયાન ખાંડની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સરકારે સાવચેતીનાં પગલાં તરીકે ચાલુ 2021-22 માર્કેટિંગ વર્ષમાં ખાંડની નિકાસ 10 મિલિયન ટન સુધી મર્યાદિત લાદી છે.

આ પણ વાંચો:આયુષ સંસ્થાને NABL માન્યતા મળી

Share your comments

Subscribe Magazine

More on News

More