ધૂપ અગરબતીનો કારોબાર એક એવો કારોબાર છે જેમાં ઓછા રોકાણ સાથે શરૂઆત કરી શકાય છે. દરેક વ્યક્તિ પોતાનો કારોબાર શરૂ કરવા તો ઈચ્છે છે પણ પૂરતી માહિતીના અભાવને લીધે તે આ દિશામાં આગળ વધી શકતી નથી.
અગરબતી બનાવવાની સામગ્રી
અગરબતી બનાવવા માટે સામગ્રીમાં ગમ પાઉડર, ચારકોલ પાઉડર, વાંસની સ્ટીક, નર્ગિસ પાઉડર, સુગંધિત તેલ, પાણી, સેન્ટ, ફૂલોની પાંખડીઓ, ચંદનના લાકડા, જેલેટિન પેપર મટીરિયલ વગેરેની આવશ્યકતા પડે છે.
અગરબતી વ્યવસાય શરૂ કરવામાં મૂડીની જરૂર
આમ તો દેશમાં અગરબતી બનાવવા માટે મશીનની કિંમત રૂપિયા 35000થી રૂપિયા 175,000 રેન્જમાં ઉપલબ્ધ છે. આ મશિનની ક્ષમતા 150થી 200 અગરબતી પ્રતિ મિનિટ છે. પણ આ કારોબારને તમે 13,000 રૂપિયાના રોકાણથી પણ શરૂ કરી શકો છો. આ માટે તમારે હાથથી અગરબતી તૈયાર કરવાની જરૂર પડે છે. અલબત અગરબતી કારોબાર શરૂ કરવા માટે આશરે રૂપિયા 5 લાખનો કારોબારની આવશ્યકતા પડે છે.
બિઝનેસને શરૂ કરવામાં અગરબતીને તૈયાર કરવામાં કાચા માલ, સામગ્રીઓ, તેનું પ્રમાણ તથા અગરબતીઓની બજાર કિંમત, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વગેરે દ્વારા કારોબારને વધારી કે ઘટાડી શકાય છે.
કેટલીક સામગ્રીઓની કિંમત આ પ્રકારે છે- ચારકોલ ડસ્ટ 13 રૂપિયા પ્રતિ કિલો, જિગાત પાઉડર 60 રૂપિયા પ્રતિ કિલો, સફેદ ચિપ્સ પાઉડર 22 રૂપિયા પ્રતિ કિલો, ચંદન પાઉડર, વાંસ સ્ટિક રૂપિયા 116 પ્રતિ કિલો, પરફ્યૂમ રૂપિયા 400 પ્રતિ પીસ, પેપર બોક્સ રૂપિયા 75 પ્રતિ ડઝન, રેપિંગ પેપર રૂપિયા 35 પ્રતિ પેકેટ છે. આ કિંમત વિવિધ બજારો, વિસ્તારો પ્રમાણે અલગ હોઈ શકે છે.
અગરબતી બનાવવાના મશીન અંગે સામાન્ય જાણકારી
અગરબતી તૈયાર કરવામાં અનેક પ્રકારના મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે. તેમા મિક્સર મશીન, ડ્રાયર મશીન અને મેન પ્રોડક્શન મશીનનો સમાવેશ થાય છે. મિક્સચર મશીનનું કાર્ય કાચા માલના પેસ્ટને તૈયાર કરવાનું છે અને આ પેસ્ટ મેન પ્રોડક્શન મશીન દ્વારા લાકડી અથવા વાંસ પર લપેટવામાં આવે છે. અગરબતી તૈયાર કરવાના મશીન સેમી અથવા સંપૂર્ણપણે ઓટોમેટિક હોઈ શકે છે. બજેટની દ્રષ્ટિએ અને જરૂરિયાત પ્રમાણે મશીનની પસંદગી કરો. ત્યારબાદ ઈન્સ્ટોલેશનના મશીનોના સપ્લાયરથી ડીલ કરવી પડશે અને મશીન ઈન્સ્ટોલેશન કરાવવા. મશીનો પર કામ કરવાની તાલીમ લેવી જરૂરી છે. જે ઈન્સ્ટોલેશન કરનાર કંપનીઓ પણ સુવિધા આપે છે.
આ પણ વાંચો:નોન વૂવન બેગનો કારોબાર અપનાવો અને પોલિથિનના વૈકલ્પિક કારોબારથી મેળવો લાખોની કમાણી
ઓછી કિંમતના મશીન પર ઓછા પ્રમાણમાં પ્રોડક્શન થાય છે અને તમને વધારે નફો મળી શકતો નથી. જ્યારે બીજી બાજુ અગરબતી તૈયાર કરવાના સંપૂર્ણપણે ઓટોમેટિક મશીનથી કામની શરૂઆત કરો તો અગરબતી બનાવવાનું કામ પણ ઝડપી બની શકે છે. ઓટોમેટિક મશીનની કિંમત રૂપિયા 90,000થી રૂપિયા 175,000 હોઈ શકે છે. જે એક દિવસમાં 100 કિલો અગરબતી બનાવી શકે છે.
પેકેજીંગ અને માર્કેટીંગ
અગરબતીના પેકિંગની ડિઝાઈન આકર્ષક રાખો, આમ કરવાથી ઉત્પાદનનું વેચાણ વધારે થાય છે. પેકિંગ અને પેકિંગની ડિઝાઈન અને પેકેજીંગ દ્વારા લોકોની ધાર્મિકતાને ઉત્તેજન આપવાનો પ્રયત્ન કરો. અગરબતીઓના માર્કેટિંગ કરવા માટે બજારમાં પોસ્ટર લગાવી, અખબારોમાં જાહેર ખબર આપીને અથવા કોઈ અખબાર એજેન્ટ દ્વારા અખબાર સાથે પેમ્પ્લેટ અથવા ફોલ્ડર આપી શકાય છે. ટીવી અથવા રેડિયોમાં જાહેરખબર આપી શકાય છે. વિવિધ ઉત્પાદનોનું માર્કેટીંગ કરો અને ઓનલાઈન ખરીદીની સુવિધા આપો.
હેમંત વર્મા
આ પણ વાંચો:ભારતને ગેસ સપ્લાયમાં રશિયાની મોટી ચુક, વિકલ્પોની શોધ શરૂ, જાણો શું છે કારણ
Share your comments