મસાલાના ભાવમાં ગત વર્ષની સાપેક્ષે આશરે ત્રીસ ટકાનો વધારો થયો છે.કમોસમી વરસાદને કારણે મસાલાના પાકને મોટાપાયે નુકસાન થયું છે. જેના કારણે મસાલાના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે મસાલાના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે.
કમોસમી વરસાદને કારણે થયો ભાવમાં વધારો
ભારતીય ખાદ્ય સંસ્કૃતિમાં મસાલાનું વિશેષ મહત્વ છે. ભારતમાં પ્રાચીન સમયથી મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે.સામાન્ય રીતે ઉનાળો આવતા જ મસાલા બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે.પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં કમોસમી વરસાદને કારણે મસાલાના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે તમામ મસાલાના ભાવ વધ્યા છે.
આખા વર્ષના મસાલા ભરવાની સીઝન નજીક આવી રહી છે ત્યારે યાર્ડમાં લાલ મરચાં, ધાણા, જીરૂ સહિતના મસાલા કે જેના વગર ગુજરાતીઓના દાળ-શાક બનતા નથી તેના ભાવમાં ગત વર્ષની સાપેક્ષે આશરે ત્રીસ ટકાનો વધારો થયો છે.આ માટે ખેડૂતો અને વેપારીઓ માવઠાંથી રવિ પાકને થયેલા નુક્શાનને કારણભૂત ગણાવે છે.
ખેડૂતોના જણાવ્યા મૂજબ આ વાવેતરમાં છૂટાછવાયા સ્થળે ઉપરા ઉપરી માવઠાંનો વરસાદ વરસતા માલની ઉપજ ઓછી મળી રહી છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં કમોસમી વરસાદને કારણે મસાલાના પાકને ભારે નુકસાન થયું હતું. કમોસમી વરસાદ ખેતી કરતા ખેડૂતો માટે પડ્યા પર પાટુ સમાન છે.
ગયા વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરમાં ઘણી જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો હતો, જ્યારે ખેડૂતો મસાલાના પાકની લણણીની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે કમોસમી વરસાદને કારણે પાકને મોટા પાયે નુકસાન થયું હતું.
અતિવૃષ્ટિને કારણે મરચાંના પાકને નુકસાન થયું હતું.લાલ મરચાંનો અંદરનો ભાગ પાણીથી કાળો થઈ ગયો હતો.જે પછી ખેડૂતો પાસે ખરાબ પાકને ફેંકી દેવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો ન હતો.અન્ય મુદ્દાઓ સાથે પણ એવું જ થયું હતું.પરિણામે મસાલામાં ઘટાડો થયો હતો. મસાલાનો પુરવઠો ઘટી ગયો છે અને બજારમાં અન્ય મસાલાની અછતને કારણે મસાલાના ભાવમાં વધારો થયો છે.
આ પણ વાંચો : આધુનિક રીતે કરો ટામેટાની ખેતી અને કરો લાખોની કમાણી
આ પણ વાંચો : મીઠા લીમડાની ખેતી છે સરળ, તમે પણ ઉગાડો
Share your comments