Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

દક્ષિણ ગુજરાત-પૂર્વ મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ભારે થી અતિભારે વરસાદની સંભાવના

ગુલાબ વાવઝોડાની ગુજરાત તરફ આગળ વધી રહેલી સ્ટ્રોંગ સિસ્ટમની અસર હેઠળ ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની સંભાવના.આજે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ, નવસારી, તાપી અને નર્મદા જિલ્લામાં મોટાભાગના સ્થળોએ હળવો મધ્યમ અને કેટલાક સ્થળે ભારે તો અમુક સ્થળે અતિભારે વરસાદ પડી શકે.

Sukhadev Thakor
Sukhadev Thakor
cyclone
cyclone

ગુલાબ વાવઝોડાની ગુજરાત તરફ આગળ વધી રહેલી સ્ટ્રોંગ સિસ્ટમની અસર હેઠળ ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની સંભાવના.આજે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ, નવસારી, તાપી અને નર્મદા જિલ્લામાં મોટાભાગના સ્થળોએ હળવો મધ્યમ અને કેટલાક સ્થળે ભારે તો અમુક સ્થળે અતિભારે વરસાદ પડી શકે.

મધ્યપ્રદેશ સરહદ લાગુ રાજ્યના જિલ્લાઓ પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર અને દાહોદ જિલ્લા તથા તેને લાગુ વિસ્તારોમાં ઘણા સ્થળે હળવા ભારે ઝાપટા તો કેટલાક સ્થળે હળવો મધ્યમ અને અમુક સ્થળે ભારે વરસાદ પડવાની શકયતા. મધ્ય ગુજરાતમાં વડોદરા, અમદાવાદ ,આણંદ, ખેડા જિલ્લાઓમાં ઘણા સ્થળે હળવા ભારે ઝાપટા તથા ઘણા સ્થળે ગાજવીજ સાથે હળવા થી મધ્યમ તથા અમુક સ્થળે ભારે તો એકાદ સ્થળે અતિભારે વરસાદની શક્યતા.

બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને ઉત્તર પૂર્વના અરવલ્લી,સાબરકાંઠા આસપાસના વિસ્તારમાં ઘણા સ્થળે હળવા ભારે ઝાપટા તો કેટલાક સ્થળે ગાજવીજ સાથે હળવો મધ્યમ તો અમુક સ્થળે ભારે વરસાદની સંભાવના. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, જામનગર તથા ભાવનગર જિલ્લામાં ઘણા સ્થળોએ હળવા ભારે ઝાપટા કેટલાક સ્થળે હળવો મધ્યમતો અમુક સ્થળે ભારે તથા એકાદ બે સ્થળે અતિભારે વરસાદ પડવાની સંભાવના. જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘણા સ્થળોએ હળવો મધ્યમ વરસાદ તથા કેટલાક સ્થળે ભારે અને એકાદ બે સ્થળે અતિભારે વરસાદ પડવાની સંભાવના. કચ્છમાં ઘણા સ્થળે હળવા ભારે ઝાપટા, કેટલાક સ્થળે હળવો મધ્યમ તથા એકાદ બે સ્થળે ભારે વરસાદ ગાજવીજ સાથે પડવાની સંભાવના છે.

નોંધ: તમામ માહિતી હાલના વેધરચાર્ટના આધારે અમારું અંગત અનુમાન છે, તમારા વ્યવસાયિક કાર્યો માટે હવામાન ખાતાની અપડેટ પર આધાર રાખવો.

Share your comments

Subscribe Magazine

More on News

More