Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ભગતસિંહના જીવન સાથે જોડાયેલી અમુક રોચક વાતો

શહીદ ક્રાંતિકારી ભગતસિંહની આજે જન્મજયંતિ છે. ભગત સિંહની જન્મજયંતિના અવસર પર જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી એવી રસપ્રદ વાતો, જે દરેક દેશ પ્રેમીએ જાણવી જોઈએ.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

શહીદ ક્રાંતિકારી ભગતસિંહની આજે જન્મજયંતિ છે. ભગત સિંહની જન્મજયંતિના અવસર પર જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી એવી રસપ્રદ વાતો, જે દરેક દેશ પ્રેમીએ જાણવી જોઈએ.

bhagat singh
bhagat singh

ગુલામ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે અનેક ભારતીય ક્રાંતિકારીઓ શહીદ થયા હતા. તેમાં ભગતસિંહનું નામ મોખરે છે. ભગત સિંહનો જન્મ 28 સપ્ટેમ્બર 1907ના રોજ થયો હતો. દેશને આઝાદી અપાવવા માટે ભગતસિંહે અંગ્રેજો સામે મોરચો ખોલ્યો હતો. સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંકવા બદલ અંગ્રેજ અધિકારીઓ સાથે અથડામણ કરનાર ભગતસિંહની ધરપકડ કરવામાં આવી હતી. જેલમાં અંગ્રેજ શાસનના અત્યાચારનો સામનો કર્યા પછી પણ ભગતસિંહે આઝાદીની માંગ ચાલુ રાખી. કોર્ટમાં કેસ દરમિયાન તેમને આઝાદીનો અવાજ દેશભરમાં ફેલાવવાની તક મળી. તેમને અંગ્રેજો દ્વારા મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી અને નિર્ધારિત તારીખના એક દિવસ પહેલા 23 માર્ચ 1931ના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી.

8 એપ્રિલે સેન્ટ્રલ એસેમ્બલીમાં બ્લાસ્ટ

ભગતસિંહ આઝાદીની લડાઈ લડી રહ્યા હતા પરંતુ તે દિવસોમાં સોશિયલ મીડિયા જેવું કોઈ માધ્યમ નહોતું, જે તેમનો અવાજ દેશભરમાં પહોંચાડી શકે. અંગ્રેજોને પોતાની માંગણીઓ વિશે જણાવવા અને સમગ્ર દેશમાં અંગ્રેજ શાસન સામે અવાજ ઉઠાવવા માટે ભગતસિંહે એક ધમાકો કર્યો. 8 એપ્રિલે સેન્ટ્રલ એસેમ્બલીમાં બ્લાસ્ટ થયો હતો. આમાં કોઈને ઈજા નહતી થઈ, પરંતુ આ વિસ્ફોટનો પડઘો દેશભરના અખબારોમાં ચોક્કસ સાંભળવા મળ્યો હતો. ત્યારબાદ, ભગતસિંહ અને બટુકેશ્વર દત્તની ધરપકડ કરવામાં આવી હતી અને બોમ્બ ફેંકવા બદલ બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

ભગતસિંહ ભલે જેલના સળિયા પાછળ હતા પરંતુ તેમનું આંદોલન ત્યાંથી પણ ચાલુ હતું. તેઓ લેખ લખીને પોતાના વિચારો વ્યક્ત કરતા હતા. તેઓ હિન્દી, પંજાબી, ઉર્દૂ, બંગાળી અને અંગ્રેજી ભાષાના સારી રીતે જાણકાર હતા. આનો લાભ લઈને તેમણે પોતાનો સંદેશ દેશભરમાં ફેલાવવાના પ્રયાસો ચાલુ રાખ્યા. કોર્ટની કાર્યવાહી દરમિયાન, જ્યારે પત્રકારો કોર્ટમાં હતા, ત્યારે ભગતસિંહ આઝાદીની માંગ વિશે એવી જુસ્સાદાર વાતો કહેતા, જે બીજા દિવસે અખબારોના પહેલા પાના પર દેખાતી અને આઝાદી માટે દરેક નાગરિકનું લોહી ઉકળતુ.

bhagat singh, sukhdev, rajguru
bhagat singh, sukhdev, rajguru

ભગત સિંહની સાથે રાજગુરુ અને સુખદેવને પણ કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી હતી. 24 માર્ચ 1931ના રોજ ત્રણેય ક્રાંતિકારીઓને ફાંસીની સજા ખટકારવામાં આવી હતી, પરંતુ આ સમાચાર પછી દેશવાસીઓ ગુસ્સે ભરાયા હતા. લોકો ત્રણેય પુત્રોને ફાંસી આપવાનો વિરોધ કરી રહ્યા હતા. ભારતીયોમાં રોષ હતો અને અંગ્રેજો સામેનો વિરોધ જે ભગતસિંહ ભારતીયોની નજરમાં જોવા માંગતા હતા તે હવે અંગ્રેજોને ડરાવી રહ્યા હતા.

23 માર્ચ 1931ના રોજ દેશના ત્રણેય બહાદુર પુત્રોને ફાંસી

ભરતસિંહ, સુખદેવ અને રાજગુરુની ફાંસી સામેના વિરોધથી બ્રિટિશ સરકાર ગભરાઈ ગઈ હતી. તે ભારતીયોના ગુસ્સાનો સામનો કરી શકી ન હતી. આવી સ્થિતિમાં વાતાવરણ બગડવાના ડરથી અંગ્રેજોએ ભગતસિંહની ફાંસીનો સમય અને દિવસ બદલી નાખ્યો. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને નિર્ધારિત સમયના એક દિવસ પહેલા ગુપ્ત રીતે ફાંસી આપવામાં આવી હતી. 23 માર્ચ 1931ના રોજ સાંજે 7.30 કલાકે ત્રણેય બહાદુર પુત્રોને ફાંસી આપવામાં આવી હતી. આ સમય દરમિયાન કોઈ મેજિસ્ટ્રેટ દેખરેખ રાખવા તૈયાર ન હતા. તેમની શહીદી પહેલા ભગતસિંહ અંગ્રેજો વિરુદ્ધ નારા લગાવતા રહ્યા.

આ પણ વાંચો:Surgical Strike Day: રાતના અંધારામાં લખાઈ હતી નવા ભારતની પટકથા, 10 દિવસની અંદર સેનાએ લીધો હતો બદલો

Share your comments

Subscribe Magazine

More on News

More