ઉત્તર ગુજરાતના પાલનપુર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી વચ્ચે હવે ગણ્યા ગાઠ્યા દિવસો વધ્યા છે ત્યારે ચાલુ બોડીના કેટલાક ડીરેક્ટરો પોતાની નવી પેનલ રચી ચૂંટણી જંગમાં ઉતરે તેવા એંધાણ દેખાઇ રહ્યા છે. વર્તમાન ચેરમેન ફતાભાઇ ધારિયા સામે નારાજગીનો મુદ્દો કેન્દ્ર સ્થાને છે
18મી સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે
બનાસકાંઠાના પાલનપુર માર્કેટિંગ યાર્ડની સત્તામંડળની આગામી તા.18મી સપ્ટેમ્બરે યોજનારી ચૂંટણીની અંતર્ગત 19મી સપ્ટેમ્બરે મતગણતરી થવાની છે ત્યારે જેમ જેમ ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો તેજ બની રહ્યો હોય તેવો માહોલ બની રહ્યો છે.
પ્રવર્તમાન બોડીના ડીરેક્ટરો દ્વારા ચેરમેન પર આક્ષેપ
તાજેતરમાં પ્રવર્તમાન બોડીના કેટલાક ડીરેક્ટરોએ ચેરમેન ફતાભાઇ ધારિયા સામે ખોટી મંડળીઓ બનાવવા તેમજ ખોટા વેપારીઓના લાયસન્સ આપવાના સણસણતા આક્ષેપો કર્યા હતા, સાથે લેખિત રજૂઆતો પણ કરવામાં આવી હતી. દરમિયાન જ્યાં સુધી ખોટા લાયસન્સ અને મંડળીઓ રદ ન થાય ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડમાં હડતાલ પણ પાડવામાં આવી હતી. ત્યાર બાદ રજિસ્ટ્રાર દ્વારા આ બાબતે તપાસ કરી મામલો થાળે પાડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - પાલનપુર યાર્ડમાં ચૂંટણી અંતર્ગત આ તારીખે ફોર્મ ભરાશે
વહીવટમાં ગેરરીતિના આક્ષેપો
આ બાબતનો વિવાદની આગ હજૂ ઓલવાઇ ન હતી ત્યાં જ વર્તમાન પેનલમાંથી ચૂંટાયેલા ડીરેક્ટરોએ ચેરમેન સામે વહીવટમાં ગેરરીતિના આક્ષેપો કરી, આ પ્રકારના વહીવટથી નારાજ થઇ આગામી ચૂંટણીમાં નવી પેનલ બનાવી ચૂંટણી લડવાની મક્કમતા દર્શાવી હોવાની વિગતો જાણવા મળી રહી છે
Share your comments