Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ભારત સરકારના રક્ષા અને પ્રવાસન રાજ્યમંત્રી શ્રી અજય ભટ્ટે વડોદરામાં ડિફેન્સ કચેરીની મુલાકાત લીધી

ભારત સરકારના રક્ષા અને પ્રવાસન રાજ્યમંત્રી અજય ભટ્ટ આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા.વડોદરાની મુલાકાત દરમિયાન તેમણે વડોદરામાં આવેલ ડિફેન્સ કચેરીની મુલાકાત લીધી હતી તેમજ એનસીસીની ત્રણેય પાંખના કેડેટ્સને સંબોધન કરીને એનસીસીમા જોડાવા બદલ અભિનંદન આપ્યા હતા.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
ajay bhatt
ajay bhatt

એનસીસીની ત્રણેય પાંખના કેડેટ્સને સંબોધન કરીને એનસીસીમા જોડાવા બદલ અભિનંદન આપ્યા

ભારત સરકારના રક્ષા અને પ્રવાસન રાજ્યમંત્રી અજય ભટ્ટ આજે વડોદરાની  મુલાકાતે  આવ્યા હતા.વડોદરાની મુલાકાત દરમિયાન તેમણે વડોદરામાં આવેલ ડિફેન્સ કચેરીની મુલાકાત લીધી હતી તેમજ એનસીસીની ત્રણેય પાંખના કેડેટ્સને સંબોધન કરીને એનસીસીમા જોડાવા બદલ અભિનંદન આપ્યા હતા.

વડોદરાની એક દિવસીય મુલાકાતે આવેલા ભારત સરકારના રક્ષા અને પ્રવાસન રાજ્યમંત્રી અજય ભટ્ટએ હવાઇ દળ સહિત થલ સેનાની મુખ્ય કચેરીની મુલાકાત લઈને ડિફેન્સ અધિકારીઓ સાથે ઔપચારિક બેઠક યોજી હતી. ત્યાર બાદ ઇએમઈ કેમ્પસના ઓડિટોરિયમમાં એનસીસીની ત્રણેય પાંખના કેડેટસને સંબોધન કર્યું હતું. કેન્દ્રીય રક્ષા અને પ્રવાસન મંત્રી અજય ભટ્ટને ગાર્ડઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે NCCનાં ADG મેજર જનરલ અરવિંદ કપૂર પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ ઉપસ્થિત એનસીસી કેડેટ્સને સંબોધિત કરીને શિસ્ત અને સંયમ વિશે જણાવ્યું હતું. દરેક કામ માટે સમય પત્રક બનાવી તે મુજબ કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો. કર્યો હતો. ઉપસ્થિત કેડેટ્સને કેન્દ્ર સરકારનાં દરિયા કિનારાને સ્વચ્છ રાખવા માટેના પુનિત સાગર અભિયાન વિશે જાણકારી આપી હતી અને દરિયા કિનારાને સ્વચ્છ કરવાની સમજણ આપી હતી.

પોતાનાં એનસીસી કેડેટ વિધાર્થીકાળની યાદો તાજી કરતા વિધાર્થીઓને મહત્વની ટિપ્સ આપી હતી. મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે NCC કેડેટ્સ આપણાં દેશનું ભવિષ્ય છે .કેડેટ્સમાં સમર્પણ, ત્યાગ, અનુશાસનની ભાવના હોય છે તેથી આ જ કેડેટ્સ આગળ જઇને વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપે છે .તેમનું વ્યક્તિત્વ અન્યો માટે પ્રેરણારૂપ હોય છે . ભારત રક્ષા બજેટને લઇને સંપૂર્ણપણે મજબુત છે, રક્ષા ખર્ચમાં આપણે વિશ્વમાં ટોપ 3 દેશોમાં સમાવિષ્ટ છીએ.પ્રચંડ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર આત્મ નિર્ભર ભારતનું એક ઉત્તમ ઉદાહરણ છે. ડિફેન્સ એક્સ્પો મોટી ઇવેન્ટ છે જેને જોવાનો લ્હાવો છે અન્ય દેશો આપણી તાકાતને જાણશે.

આ પણ વાંચો:બાલોતરામાં કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરી દ્વારા લોકસભા કક્ષાની "સાંસદ ગરબા સ્પર્ધા"નું આયોજન

Share your comments

Subscribe Magazine

More on News

More