રુપાણી સરકાર દ્વારા સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કોરોનામાં માતા-પિતા બન્ને ગુમાવ્યા હોય તેવા બાળકોને માટે બાળસેવા યોજના શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વધુ એક સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે.
2 ઓગસ્ટના રોજ વિધિવત જાહેરાત કરશે
રાજ્ય સરકારે હવે માતા અથવા પિતા બન્નેમાંથી કોઈ એકને પણ ગુમાવનાર બાળકોને બાળ સેવા યોજના અતંર્ગત માસિક 2 હજાર રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી 2 ઓગસ્ટના રોજ વિધિવત જાહેરાત કરશે.
તમામ જિલ્લા કલેક્ટરોને આદેશ કરવામાં આવ્યો
આ યોજના અંતર્ગત આવતા બાળકો માટે તાત્કાલિક બેંક અકાઉન્ટ ખોલવાની વ્યવસ્થા ઉભી કરવા માટે તમામ જિલ્લા કલેક્ટરોને આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશમાં 3 દિવસમાં જ બાળકોના બેંક અકાઉન્ટ ખોલવાની વ્યવસ્થા કરવા માટે જણાવવામાં આવ્યું છે.
કોરોનાકાળમાં અનાથ બનેલા બાળકોને મળશે યોજનાનો લાભ
આ સહાય મેળવવા માટે કોરોનાના કારણે મૃત્યુ પામ્યા હોવાના કારણ સાથેનું કોઈ હોસ્પિટલ સર્ટિફિકેટ જરૂરી નથી. ડેથ સર્ટિફિકેટમાં પણ કોરોનાથી મૃત્યુ થયું હોવાનું લખાણ જરૂરી નથી. કોરોનાકાળમાં અનાથ બનેલા બાળકોના માતા-પિતા મોર્બિડ-કો મોર્બિડ હોય આ તમામ કેસમા સહાય મળવા પાત્ર છે.
Share your comments