
હિમાચલમાં હિમવર્ષાને કારણે રસ્તા બંધ મધ્યપ્રદેશમાં વરસાદ અને કરા પડવાની સંભાવના ઉત્તર ભારતમાં કોલ્ડ વેવ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
યુપી-રાજસ્થાન સહિત 5 રાજ્યોની શાળાઓમાં રજાઓ લંબાવવામાં આવી છે. હિમાચલમાં હિમવર્ષાને કારણે ઘણા વિસ્તારોમાં રસ્તાઓ બંધ થઈ ગયા છે. મધ્યપ્રદેશમાં આગામી 48 કલાકમાં વરસાદ અને કરા પડવાની સંભાવના છે.દિલ્હીમાં સોમવારે તાપમાનનો પારો 7.6 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયો હતો. અહીં પ્રદૂષણના કારણે સમસ્યા પણ વધી છે. ગાઢ ધુમ્મસના કારણે વાહનવ્યવહાર પર અસર પડી રહી છે. અહીં બાંધકામ અટકાવવા સૂચના આપવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં પારો ગગડવાની પ્રક્રિયા ચાલુ છે. અહીંના અનેક વિસ્તારોમાં તાપમાન માઈનસ 5 સુધી નોંધાયું હતું.
વધુ પડતી કેફીન, પ્રોસેસ્ડ ફૂડ અને શુદ્ધ ખાંડ જેવી વસ્તુઓ માનસિક સ્વાસ્થ્યની સમસ્યામાં વધારો કરે છે. એટલા માટે શિયાળામાં લીલા શાકભાજી અને ડ્રાયફ્રૂટ્સ ખાસ કરીને કિસમિસ ખાવાનો પ્રયાસ કરો. તમારા આહારમાં ફળોનો સમાવેશ કરો. સફરજન, કેળા અને પાઈનેપલ જેવા ફળો ખાઓ. આ કાર્બોહાઇડ્રેટથી ભરપૂર ફળો છે, જે સેરોટોનિન હોર્મોન છોડે છે અને મૂડને ઉત્તેજીત કરવામાં મદદ કરે છે.ડાર્ક ચોકલેટ ખાવાથી એનર્જી વધે છે.ડાર્ક ચોકલેટ મૂડ સ્વિંગ અને ડિપ્રેશન માટે પણ સારી માનવામાં આવે છે. તેમાં પોલીફેનોલ્સ, એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. આ ખાવાથી એનર્જી વધારવામાં મદદ મળે છે. આ પણ વાંચો : મહેસાણાના બે યુવાનોના નામ બ્રાવો ઇન્ટરનેશનલ બુક ઓફ વલ્ડે રેકોર્ડની યાદી માં
રાજસ્થાનથી મુંબઇ ખાતે લઇ જવાઈ રહેલાં ઘેટાં-બકરાં અને ભેંસોને ગુજરાત સ્ટેટ એનિમલ વેલફેર બોર્ડના સભ્ય સહિતના આગેવાનોએ રેસ્ક્યૂ કરીને પોલીસને સોંપ્યો હતો. મંજૂસર પોલીસે ઘેટાં-બકરાં અને ભેંસને પાંજરાપોળમાં મોકલી આપ્યાં હતાં અને 5 આરોપીની ધરપકડ કરી કુલ રૂા.11.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પ્રાપ્ત માહિતી મુજબ પાંજરાપોળના સભ્ય રોશન ઝવેરી અમદાવાદથી વડોદરા આવી રહ્યા હતા ત્યારે તેઓએ ગુજરાત એનિમલ વેલફેર બોર્ડના સભ્ય રાજીવ શાહને ફોન કરીને જાણ કરી હતી કે, મારી કારની આગળ જતી ટ્રકમાં ઘેંટાં-બકરાં ભરેલાં હોવાનું જણાય છે. જેથી તમે એક્સપ્રેસ વે ટોલનાકા પાસે આવી જાવ. આ સંદેશો મળતાં રાજીવ શાહ અને પાર્થ સંઘવી ટોલ નાકાએ પહોંચ્યા હતા. જ્યાં એક ટ્રકને રોકી રાજીવ શાહે તપાસ કરતાં તેમાં 108 ઘેટાં, 134 બકરાં મળી કુલ 242 પશુ (રૂા.3.24 લાખ) મળી આવ્યાં હતાં.
રાજસ્થાનથી મુંબઇ ખાતે લઇ જવાઈ રહેલાં ઘેટાં-બકરાં અને ભેંસોને ગુજરાત સ્ટેટ એનિમલ વેલફેર બોર્ડના સભ્ય સહિતના આગેવાનોએ રેસ્ક્યૂ કરીને પોલીસને સોંપ્યો હતો. મંજૂસર પોલીસે ઘેટાં-બકરાં અને ભેંસને પાંજરાપોળમાં મોકલી આપ્યાં હતાં અને 5 આરોપીની ધરપકડ કરી કુલ રૂા.11.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પ્રાપ્ત માહિતી મુજબ પાંજરાપોળના સભ્ય રોશન ઝવેરી અમદાવાદથી વડોદરા આવી રહ્યા હતા ત્યારે તેઓએ ગુજરાત એનિમલ વેલફેર બોર્ડના સભ્ય રાજીવ શાહને ફોન કરીને જાણ કરી હતી કે, મારી કારની આગળ જતી ટ્રકમાં ઘેંટાં-બકરાં ભરેલાં હોવાનું જણાય છે. જેથી તમે એક્સપ્રેસ વે ટોલનાકા પાસે આવી જાવ. આ સંદેશો મળતાં રાજીવ શાહ અને પાર્થ સંઘવી ટોલ નાકાએ પહોંચ્યા હતા. જ્યાં એક ટ્રકને રોકી રાજીવ શાહે તપાસ કરતાં તેમાં 108 ઘેટાં, 134 બકરાં મળી કુલ 242 પશુ (રૂા.3.24 લાખ) મળી આવ્યાં હતાં.
વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. જંગલોનો નાશ થવાથી વરસાદનું પ્રમાણ ઘટવા લાગ્યું છે. વનસ્પતિ અને તેના પર નભતાં પ્રાણીઓ, પક્ષીઓ લુપ્ત થવાના આરે આવીને ઊભા છે. આવી પર્યાવરણીય આફતથી પ્રાણી, વનસ્પતિ તથા પક્ષીઓને બચાવવાનો વિચાર સ્ફૂરતાં મહેસાણાના રાહુલ સોલંકી અને વિક્રમ પરમાર નામના બે યુવાનોની જોડીએ પર્યાવરણ બચાવ અભિયાન અંતર્ગત "હરિયાળું મહેસાણા હરિયાળું ગુજરાત'બીજનું વિકિરણ (વૃક્ષના બીજ નાખવા)નું શરૂ કર્યું અને વર્ષ 2022માં ચોમાસાના 4 મહિનામાં જ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં 100 કરોડથી વધુ વૃક્ષના બીજ નાખતાં બ્રાવો ઈન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ, શારજાહ, યુએઈ દ્વારા “Asian Sub-Continental Edition 2023”માં સમાવેશ કરી બંનેને એવોર્ડથી સન્માનિત કરાયા છે.
યુટુબ માં વીડીયો જોવા માટે
ઝેરમુક્ત જિંદગી એ માત્ર સૂત્ર નથી પણ તેને સફળ બનાવવા માટે જગતના તાતે ફરી પાછું પોતાની ખેતી પદ્ધતિને સમજવી પડશે. વિજ્ઞાન આપણને ઝડપ આપી શક્યું પણ ઉત્પાદન ઘટ્યું છે. એટલું જ નહીં માટીનું બંધારણ પણ તૂટી ગયું જેનું પરિણામ અત્યારે જોવા મળે છે. ખરેખર માટી કેવી કેવી હોવી જોઈએ અને જંગલની માટીમાં કુદરતી રીતે બનેલી જીવ સૃષ્ટિની કોલોની હજુ જીવંત હોવાથી તેનું પરિણામ કેવું મળે તેના માટે એક ઉદાહરણ કાફી છે.જંગલની માટી ઉપર કોઈ એક જગ્યાએ 1 કિલોગ્રામ ગાયનું ગોબર મુકો અને એટલી જ માત્રામાં ગોબરનો બીજો ભાગ ખેતીની જમીન ઉપર મુકો. માત્ર આઠ દિવસમાં પરિણામ જોવા મળશે. એ એવું હશે કે જંગલમાં મૂકેલું ગોબર માટી બની ગયું હશે અને ખેતરમાં મૂકેલું ગોબર અડાયું છાણું. બસ આ કુદરતી પ્રક્રિયાને સમજીને ખેતી કરવામાં આવે તો માત્ર માનવજાતને નહીં તમામ જીવસૃષ્ટિને ઝેરમુક્ત જિંદગી આપી શકાય તેમ છે. પ્રાકૃતિક ખેતીના અનેક ફાયદો માનવ જીવન માટે છે તેને સમજવા પડે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ડુંગર ખાતે રાજ્યકક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે. આવતી કાલ તા. 4/1/23ના રોજ આ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે. જેમાં સ્પર્ધકોએ તા. 3/1/23ના રોજ સાંજે 4 કલાક સુધીમાં રિપોર્ટીંગ કરવાનું રહેશે.સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ અધિકારીના જણાવ્યાં પ્રમાણે, ગુજરાત રાજ્યના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે તા. ગાંધીનગર 4/1/23ના રોજ તૃતીય રાજ્યકક્ષા ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા 2022-23નુ આયોજન કરવામાં આવ્યું છે.
અંકલેશ્વરમાં હવા અને જળ પ્રદુષણ ફરિયાદ વચ્ચે યાયાવર પક્ષીઓ જિલ્લાના મહેમાન બન્યા છે. અંકલેશ્વર તથા પાનોલી જીઆઇડીસી તળાવ, ભરણ, અલિયાબેટ, કોયલી બેટ, કબીરવડ સહીત અનેક સ્થળે માઈગ્રેટ બર્ડ હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડી શિયાળો ગાળવા માટે આવ્યાં છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 20 વર્ષ થી માઈગ્રેટ બર્ડ નું આશ્રયસ્થાન બન્યું છે. જિલ્લા માં 7 થી વધુ સ્થળે માઈગ્રેટ બર્ડ શિયાળા દરમિયાન આવી વસવાટ કરી રહ્યા છે. કબીરવડ વિસ્તાર ના પાછળ ના ભાગ માં વર્ષો ફ્લેમીંગો આવી વસવાટ કરી રહ્યા છે. જોકે સતત્ત રેતી ખનન વચ્ચે ફ્લેમીંગો ધીરે ધીરે સ્થળ આગળ વધારી રહ્યા છે.
ખાસ કરીને ગુજરાતીઓ શાકાહારી ખોરાક આરોગતા હોય છે. કચ્છથી વિદેશ જતાં હરિભકતો અને અન્ય પ્રવાસીઓ માટે એરલાઇન્સમાં માંસાહાર અને શાકાહાર ભોજનની વ્યવસ્થા હોય છે પણ સામાન્ય રીતે સત્સંગીઓ અને વડીલો વિદેશ જતાં હોય છે ત્યારે ઘરેથી રોટલી કે થેપલા બનાવી લઈ જતાં હોય છે રોટલી કે થેપલા સાથે શાકની જગ્યાએ શું ખાવું? એ એક કોયડો બની રહે છે, એ સંજોગોમાં વર્ષો પહેલાં કચ્છીઓ વિદેશ જતાં ત્યારે સ્વામિનારાયણ મંદિરમાંથી આથેલા મરચા અને ગેસીયા લાડુ સાથે પ્લેનમાં પોતાનું ભોજન કરવા લઈ જતાં અને આજે પણ એજ પ્રથા અવિરતપણે ચાલુ છે.વર્ષોથી ચાલતી પ્રથાને ભુજ સ્વામિનારાયણ મંદિરે કાયમ રાખી દર વર્ષે 230 મણ એટલે 9200 કિલોથી પણ વધારે મરચા, 4000 કિલો લીંબુ અને લીંબુવાળા પાણી સાથે આથવામાં આવે છે. આ કાર્યમાં 250 સત્સંગી તેમજ સાંખ્યયોગી બાઈઓ ભગવાનના સ્મરણ સાથે આ કાર્ય કરતી હોય છે તેથી હરિભક્તો જણાવે છે કે આ અથેલા મરચાંમાં સત્સંગની મીઠાશનું જાણે કુદરતી મિશ્રણ થયેલું હોય જણાય છે.
રણ, ભૂમિ અને દરિયાનું વિશિષ્ઠ ભોગોલિક સ્થાન ધરાવતા કચ્છ જિલ્લામાં વનસંપદા અને જૈવ વૈવિધ્યતા પણ અનેરી છે. ભોગોલિકતાના સંવર્ધન માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર રસ લે અને કચ્છના આવા વિસ્તારોમાં કોઇ ખલેલ હોય તો દૂર કરે અથવા નવી વ્યવસ્થાના ભાગરૂપે સુરક્ષાત્મક જાહેરાતો કરે એ અનિવાર્ય બન્યું છે. ખાસ કરીને ભચાઉ તાલુકાના હાડકિયા ક્રીકથી કંડલા નજીકના દરિયાકિનારા વિસ્તારને બાયોડાયર્વસિટી હેરિટેજ સાઇટ જાહેર કરવી પડશે અન્યથા પાણીમાં તરી શકતા ખારઇ ઊંટ કે ઝિંગાના મેટાપીનીયસ કચ્છેન્સીસ સ્થાનિક જાતિ આગામી દાયકાઓમાં લુપ્ત પામશે.ભચાઉ પાસે 47 બેટને આવરી લેતા વિસ્તાર માટે બાયો પાર્કની જાહેરાતનો નિર્ણય અનિવાર્ય સમાન છે. દિન દયાળ પોર્ટ ટ્રસ્ટ દ્વારા પણ આ ક્રીક વિસ્તારમાં મીઠાની લીઝના ન આપવાના નિયમોનું પાલન કરવામાં આવે તે જરુરી હોવાનું પર્યાવરણ સાથે સંકળાયેલાઓનું કહેવું છે.
ઈડરના નવા રેવાસના ખેડૂત મુકેશભાઈ દેવજીભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી થકી ચાર એકર જમીનમાંથી વાર્ષિક 6.55 લાખ જેવો નફો કરતા થયા છે. મુકેશભાઈ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતીની શરૂઆત માટે તેમણે 2016માં પાંચ દિવસીય પ્રાકૃતિક ખેતીની તાલીમ લઈ પ્રારંભ કર્યો હતો. રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીનમાં રહેલ સૂક્ષ્મ જીવો અને ઓર્ગેનિક કાર્બન ઓછા થાય છે જેના કારણે જમીન કઠણ થઈ પાણી શોષવાની ક્ષમતા ગુમાવે છે. ખાતરો અને દવાઓનો ખર્ચ વધુ, ખેતીમાં રોગનો ઉપદ્રવ વધુ રહે છે. પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે.ત્યારથી ખર્ચ ઓછો થયો છે ઉત્પાદન અને નફો વધુ થયો છે. ખેત પેદાશોના ભાવ ઊંચા મળવા લાગ્યા છે અને સૌથી મોટું મહત્વનું કે પાણીની જરૂરિયાત ઓછી થવા લાગી છે. પ્રાકૃતિક ખેતીમાં અળસિયા જમીનમાં વધવાને કારણે જમીન પોચી બને છે અને પાણી સંગ્રહની ક્ષમતા વધે છે. તેઓ ડ્રીપ ઇરીગેશનથી જ ખેતી કરે છે. છોડને ભેજની જરૂર છે પાણીની નહીં.
સાબરકાંઠાના ઈડરનો ખેડૂત રાસાયણિક ખેતીને બદલે પ્રાકૃતિક ખેતી અપનાવી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યાં છે. તેમણે તેમના 4 એકર ખેતરમાં મિશ્ર પાકની ખેતી કરી વાર્ષિક 6.55 લાખ રૂપિયા નફો મેળવ્યો છે. પ્રાકૃતિક ખેતીમાં રસાયણિક ખેતી કરતા ઓછો ખર્ચ હોવાથી વધુ નફો મળે છે.સાબરકાંઠાના ઈડરના નવા રેવાસના મુકેશ દેવજીભાઈએ રાસાયણિક ખેતીના બદલે પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કર્યું છે. તેઓ તેમના ચાર એકર ખેતરમાં મિશ્ર પાક જેમ કે હળદર, આદુ, તુવેર, મરચી, કપાસ એક સાથે કરે છે.બીજા એક ખેતરમાં ચણા, કોબીજ, વટાણા,પરવર સાથે કર્યા છે. તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીમાં માત્ર મજૂરીનો ખર્ચ થાય છે. ખેતી થકી ચાર એકરમાંથી વાર્ષિક 6.55 લાખ નફો થયો છે. પહેલા રાસાયણિક ખેતીની 5 લાખ આવકમાં ખર્ચ 1.80 લાખ અને નફો 3.20 લાખ થતો હતો.
બટાકા નગરી તરીકે ખ્યાતિ પ્રાપ્ત ડીસા પંથકમાં ચાલુ વર્ષે શિયાળુ સિઝનમાં બટાકાના વાવેતરમાં આંશિક ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે 58,902 હેકટરની સામે ચાલુ વર્ષે 53,548 હેકટર જમીનમાં વાવેતર થયું છે. જેથી ગત વર્ષની સરખામણીએ 5354 હેકટર જમીનમાં વાવેતર ઘટયું છે.જિલ્લામાં શિયાળુ સીઝનમાં વિવિધ પાકોનું બહોળા પ્રમાણમાં વાવેતર થાય છે. જેમાં રાયડો, ઘઉં, જીરૂ સહીત બટાકાનું સૌથી વધુ વાવેતર થાય છે. પરંતુ આ વર્ષે બટાકાનું વાવેતર ઘટ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ગત વર્ષે બનાસકાંઠા જિલ્લામાં 58,902 હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર થયું હતું. જેની સરખામણીમાં ચાલુ વર્ષે 53,548 હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર થયું છે.
ડીસાના જુના નેસડા 66 કેવીમાંથી જુનાનેસડા, સોયલા અને ભીલડીના ખેતરોમાંથી ઉભા પાકમાં જેટકો કંપની દ્વારા બીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે. આમ ખેડૂતોને પાકમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જેટકો કંપની દ્વારા જુનાનેસડા 66 કેવીમાંથી જુનાનેસડા, સોયલા, ભીલડીમાં ઈલેક્ટ્રીક લાઈનો માટે રેલવે સબ સ્ટેશન બનાવી રહ્યા છે. તેના સંદર્ભે જેટકો કંપની દ્વારા ઉભા પાકોમાં ખેડૂતોની પૂર્વ મંજૂરી વગર ઉભા પાકોમાં પોતાના ખેતરમાં વીજ પોલ ઉભા કરવામાં આવ્યા છે.
એશિયાની નંબર વન બનાસ ડેરીએ અપનાવેલી એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી (ET) થી ભવિષ્યમાં એક ગાય દૈનિક 20 થી 25 લિટર દૂધ આપશે. જે પશુપાલન ક્ષેત્રે મોટી ક્રાંતિ સમાન રહેશે.બનાસકાંઠા જિલ્લાની રણમાં મીઠી વિરડી સમાન બનાસ ડેરી સતત નવી નવી ટેકનોલોજી અપનાવી રહી છે. જેમાં એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી (ET)નું ઉચ્ચતમ પરિણામ મળી રહ્યું છે. ડેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, પશુધનની ઉચ્ચ ઓલાદોનું સંવર્ધન કરવા NDDBના સહયોગથી બનાસ ડેરીએ દેશમાં સૌ પ્રથમ અપનાવેલી એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી થકી જિલ્લાના અલગ અલગ ગામોમાં 10 વાછરડા-વાછરડીનો જન્મ થયો છે, જે પશુપાલન ક્ષેત્રે મોટી સિદ્ધિ છે. આ સફળતા થકી ભવિષ્યમાં વાછરડી દૈનિક 20 થી 25 લિટર દૂધ આપશે. ધાનેરા તાલુકાના જોરાપુરા ધાખામાં તાજેતરમાં એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીની મદદથી એચ.એફ. ગાયમાંથી કાંકરેજી વાછરડાનો જન્મ થયો છે
Share your comments