
ફૂટબોલ વર્લ્ડ કપ વિજેતા આર્જેન્ટીનાની ટીમનું મંગળવારે દેશમાં લાખો ચાહકોએ સ્વાગત કર્યું હતું. આ ઉજવણી રાજધાની બ્યૂનોસ એર્સમાં થઈ હતી. આખી ટીમ ઓપન ટોપ બસમાં બેસીને ઉજવણીમાં જોડાઈ હતી
આ દરમિયાન મોટી દુર્ઘટના ટળી હતી. છત પર બેઠેલા કેપ્ટન મેસ્સી સહિત 5 ખેલાડીઓ પડતા બચી ગયા હતા. ઉજવણી વખતે જ્યારે ચાહકોની ભીડ બસ તરફ ધસી આવી ત્યારે મેસ્સીને હેલિકોપ્ટરથી બહાર કાઢવો પડ્યો હતો.
આ પણ વાંચો : કૃષિ જાગરણને મળ્યા એક દિવસમાં બે સન્માન એવોર્ડ્સ થી લઇ જુઓ શાકભાજીની આવક સામે જાવક ઘટતા ખેડૂતો નારાજ
અમેરિકાના ઉત્તરી કેલિફોર્નિયાના દરિયાકાંઠે મંગળવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 માપવામાં આવી હતી. ભૂકંપ એટલો જોરદાર હતો કે શહેરના એક પુલ અને અનેક રસ્તાઓને નુકસાન થયું હતું. જેના કારણે બે લોકો ઘાયલ પણ થયા છે. ત્યાં હજારો ઘરોની વીજળી ડુલ થઈ ગઈ હતી. સાન ફ્રાન્સિસ્કોની ઉત્તરે 215 માઈલ (350 કિમી) દૂર આવેલા ભૂકંપને કારણે શહેરમાં ગેસ લીક થયો, પાવર લાઈનો નીચે પડી અને બિલ્ડિંગમાં આગ લાગી. જે ટૂંક સમયમાં ઓલવાઈ ગઈ હતી. અન્ય બે ઈમારતો પણ ધરાશાયી થઈ હતી
ભારતીય રૂપિયો ડોલર સાથે સ્પર્ધા કરવા તૈયાર છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ કેટલાક આવા નિર્ણયો લેવામાં આવ્યા છે, જેના કારણે આવનારા વર્ષોમાં રૂપિયો ડોલર કરતાં વધુ મજબૂત બની શકે છે. નોંધનીય છે કે, ભૂતકાળમાં ડોલર સામે રૂપિયામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જે બાદ રૂપિયાને મજબૂત કરવા માટે પગલા લેવામાં આવી રહ્યા છે. આમાંથી એક પગલું આંતરરાષ્ટ્રીય વેપારનો નિર્ણય પણ મોદી સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. વાસ્તવમાં આંતરરાષ્ટ્રીય વેપાર માટે યુએસ ડોલરને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જોકે હવે કેન્દ્ર સરકારે આ આંતરરાષ્ટ્રીય વેપાર અંગે નિર્ણય લીધો છે અને ભારત ભારતીય રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપાર કરવાની શક્યતાઓ શોધી રહી છે. આ માટે ભારત કેટલાક દેશો સાથે સતત વાત પણ કરી રહ્યું છે. આ દરમિયાન કેટલાક દેશો રૂપિયામાં બિઝનેસ કરવા માટે પણ સહમત થયા છે.
વૈશ્વિક બજારમાં રિકવરી વચ્ચે આજે ભારતીય શેરબજાર તેજી સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 290 પોઈન્ટના વધારા સાથે 61992 પર ખુલ્યો તો નિફ્ટીએ 50 પોઈન્ટના વધારા સાથે 18435 પર કારોબારનો પ્રારંભ કર્યો હતો. આજે બેંક નિફ્ટી પણ મજબૂત સ્થિતિમાં નજરે પડ્યો હતો. 166 પોઈન્ટના વધારા સાથે તે 43525 પર ખુલ્યો હતો. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 62 હજારની આસપાસ કારોબાર કરી રહ્યો છે. આજે ઇન્ડેક્સ ફરી 62 હજારને પર જઈ શકે છે જ્યારે નિફ્ટી 18450ની ઉપર યથાવત છે. આજે બેંકિંગ, ઓટો, આઈટી અને પીએસયુ બેંક ઈન્ડેક્સમાં તેજી જોવા મળી રહી છે.
યુટુબ માં વિડીયો જોવા માટે
દેશના અનેક રાજ્યોમાં તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જો જોવામાં આવે તો પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર અને અન્ય ઘણા રાજ્યોમાં ઠંડી વધી રહી છે અને તે જ સમયે સવારે અને સાંજે ધુમ્મસ પોતાનું ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. બસ, ટ્રેન અને ફ્લાઈટ પર પણ તેની અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે.
દિલ્હી યુનિવર્સિટી (DU) વિવિધ કોલેજોમાં પીજી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે આજે એટલે કે 21 ડિસેમ્બરે DU PG પ્રવેશની ચોથી યાદી બહાર પાડશે. જે ઉમેદવારોએ DU PG પ્રવેશ 2022 માટે અરજી કરી છે તેઓ DU ની સત્તાવાર વેબસાઇટ entry.uod.ac.in પર યાદી તપાસી શકશે. ઉમેદવારો DU PG સ્પોટ એડમિશન લિસ્ટ 2022 હેઠળ 22 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધી અરજી કરી શકે છે. વિભાગો અથવા કોલેજો 22 ડિસેમ્બર 10 વાગ્યાથી 24 ડિસેમ્બર સાંજે 5 વાગ્યા સુધી DU PG 4ઠ્ઠી સ્પોટ એડમિશન લિસ્ટ હેઠળ અરજી કરનારા ઉમેદવારોના પ્રવેશની ચકાસણી અને મંજૂરી આપશે. ઉમેદવારોએ 25 ડિસેમ્બર, 2022 ના રોજ 11:59 PM સુધીમાં ચોથી મેરિટ સૂચિ હેઠળ જરૂરી ફી ચૂકવવાની રહેશે.
અમરેલીના જાફરાબાદમાં મનરેગા યોજનામાં મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. મનરેગા યોજનામાં લાભાર્થીના નામે 3 કરોડ 30 લાખથી વધુનું કૌભાંડ થયું હોવાનો ખુલાસો થયો છે. કૌભાંડ અંગે તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે આરોપીઓએ જાફરાબાદના 36 ગામમાં લાભાર્થીના બદલે અન્યના નામે જોબકાર્ડ બનાવી બારોબાર પૈસા ઉપાડી લઇ કૌભાંડ આચર્યું. એટલું જ નહીં અન્ય વ્યક્તિના નામે બેંક એકાઉન્ટ ખોલી ખોટો રેકોર્ડ ઉભો કર્યો હતો અને 3 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું. ફરિયાદ બાદ શક્તિસિંહ જાડેજા, વિમલ સિંહ, જીજ્ઞેશ વડીયા સહિત 4 આરોપી ફરાર થઇ ગયા છે.
ગુજરાતની વધુ 2 ઐતિહાસીક ધરોહરને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેઝ યાદીમાં સ્થાન મળ્યું છે. મોઢેરાના સુર્યમંદીર અને તેની નજીકના અન્ય સ્મારકો સહિત મહેસાણાના વડનગર શહેરને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેઝ સાઈટની યાદીમાં સમાવવામાં આવ્યું છે. મોઢેરાનું સુર્યમંદીર સોલંકી શૈલીને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે. ભારતમાં આ મંદિર સ્થાપત્યનું રત્ન અને ગુજરાતનું ગૌરવ છે. તો બીજી તરફ વડનગર ગુજરાતના મહેસાણા જિલ્લા હેઠળની નગરપાલિકા છે. અને વડનગરનો ઈતિહાસ લગભગ 8મી સદી બીસીઈ સુધીનો છે.
વડોદરા સામાજિક વનીકરણ વિભાગે સયાજી બાગની નર્સરીમાં વડોદરાના અમૂલ્ય વનસ્પતિ વારસા જળવાય તેવા પ્રયાસ કર્યા છે,જેવા રાવણ તાડના વૃક્ષોના 125થી વધુ રોપાઓનો ઉછેર કર્યો છે. શહેરના ગાયકવાડી કાળના સમૃદ્ધ વનસ્પતિ વારસો જાળવવાનો એક પ્રયાસ કર્યો છે. એકાદ વર્ષ પહેલાં રોપાયેલા બીજના અંકુરણ ફૂટ્યા બાદ હવે તે અડધો ફૂટ જેટલી ઊંચાઈના થઈ ગયા છે.પરિક્ષેત્ર વન અધિકારી કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, એકાદ વર્ષ પહેલા તાડના બીજ મંગાવી મધર પેડમાં રેતી અને માટીના મિશ્રણમાં બીજને રોપવામાં આવ્યા હતા. તેના કોટા ફૂટ્યા બાદ બેગમાં ભરી નર્સરીમાં રાખવામાં આવ્યા છે. જો કે અન્ય વૃક્ષો કરતા રાવણ તાડનો વિકાસ બહુ ધીમો છે.
જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટીમાં અલગ અલગ પ્રકારના સંશોધનો કરવામાં આવે છે. સમયાંતરે નવા સંશોધનો થવાથી ખેડૂતોને અનેક પ્રકારના લાભ મળી રહ્યા છે.જેથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા એક નવું સંશોધન કરવામાં આવ્યું છે. જેમાં પાંચથી આઠ દિવસમાં જે તુવેર દાળ તૈયાર થાય છે. તે હવે માત્ર 24 કલાકમાં તૈયાર થઇ જશે.ઉત્સેચક આધારીત પ્રક્રિયામાં તુવેરના દાણાને ઉત્સેચકો સાથે મિશ્રિત અથવા ઉત્સેચકો આધારીત પ્રક્રિયામાં તુવેરમાંથી દાળ તૈયાર કરવા માત્ર 24 કલાક લાગે છે. જયારે અન્ય પધ્ધતિમાં 4 થી 7 દિવસ લાગે છે. આમ આ પ્રક્રિયાથી સમય, ખર્ચ અને ઉર્જાશકિતનો ઘણો બચાવ થાય છે અને મીલીંગ દરમ્યાન થતા નુકસાનમાં ઘટાડો થાય છે. આ પ્રક્રિયાથી તૈયાર કરેલી દાળને રસોઇ વખતે ચડવામાં ઓછો સમય લાગે છે.
Share your comments