Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

શોધતી આંખો, થોડું આશ્ચર્ય, થોડા અસ્વસ્થ… પિંજરામાંથી બહાર નીકળ્યા પછી ચિત્તાનાં એ પ્રથમ પગલાં

પ્રાણીઓની પણ પોતાની અલગ દુનિયા હોય છે. તેમની દુનિયા તેમનું જંગલ છે. લોકોએ કોંક્રિટના જંગલો બનાવ્યા અને તેમની દુનિયા બરબાદ થવા લાગી. જ્યારે તેમને સંતાવા માટે કોઈ જગ્યા ન મળી ત્યારે તેઓ પણ શહેરો તરફ આગળ વધ્યા.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

પ્રાણીઓની પણ પોતાની અલગ દુનિયા હોય છે. તેમની દુનિયા તેમનું જંગલ છે. લોકોએ કોંક્રિટના જંગલો બનાવ્યા અને તેમની દુનિયા બરબાદ થવા લાગી. જ્યારે તેમને સંતાવા માટે કોઈ જગ્યા ન મળી ત્યારે તેઓ પણ શહેરો તરફ આગળ વધ્યા.

તેને આઘાત લાગ્યો, તે ડરી ગયો, તેના પગ ધ્રૂજતા હતા. તેની આંખો પણ ઝબકારા મારતા રોકી શકતી ન હતી, એક ક્ષણમાં, બાહોશીથી દોડવા વાળો આજે એક એક પગલું સમજી વિચારીને ભરી રહ્યો હતો. તેને પિંજરામાંથી આઝાદી મળી પણ તે સમજી શકતો નહતો કે જવું તો જવું ક્યાં, થોડા જ સમયમાં આખી દુનિયા જ બદલાઈ ગઈ. આખું દ્રશ્ય બદલાઈ ગયું હતું. ન તો તે તેની જૂની જમીન હતી ન તો એ આકાશ. 16 કલાક પછી તેની સામે પાંજરું ખૂલતું હતું. તે પાંજરું ખોલતાં જ તે તરત જ બહાર દોડી ગયો. પણ થોડાં પગલાં પછી તે અટકી ગયો. થોભ્યા પછી તે આજુબાજુ જોઈ રહ્યો. તે આશ્ચર્ય અને પરેશાન ચહેરા સાથે આગળ વધ્યો.

કદાચ તેની ઉંમર ચારથી છ વર્ષની વચ્ચે હશે, પરંતુ તેના જીવનમાં આ ઘટના પહેલીવાર બની રહી હતી. ચિત્તાની ચાલ વધુ ધીમી પડી ગઈ હતી. રાજધાની અને શતાબ્દીની ઝડપે દોડતો ચિત્તો આજે પાંજરામાંથી બહાર આવ્યા બાદ અસહજ દેખાઈ રહ્યો છે. તેના પગ ધ્રૂજી રહ્યા હતા અને તેની આંખો તેના પ્રિયજનો માટે આસપાસ જોઈ રહી હતી. હજુ સુધી તેની સાથે પાંજરામાં કેદ થયેલો અન્ય સાથી પણ પાંજરામાંથી બહાર આવ્યો નથી. કદાચ તેને લાગ્યું હશે કે હવે આ પાંજરું જ તેનું ઘર છે. કારણ કે બહારની દુનિયા પણ સાવ બદલાઈ ગઈ હતી.

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામીબીયાથી આજે આઠ ચિત્તા લાવવામાં આવ્યા હતા. 16 કલાકની હવાઈ મુસાફરી બાદ તેમને જંગલમાં છોડી દેવામાં આવ્યા હતા. પીએમ મોદીએ જેમ જ બોક્સનું લિવર ફેરવ્યું અને ધીમે ધીમે તે બોક્સ ખોલ્યું, ચિત્તાઓ માટે બધું જ બદલાઈ ગયું. નતો તે તેમનો પ્રદેશ હતો, નતો તે હવા. જ્યાં તેના પગલાં આગળ વધ્યા ત્યાં તે જમીનનો સ્વભાવ પણ બદલાઈ ગયો. વાસ્તવમાં આખા દેશ માટે ગર્વની વાત છે કે સાત દાયકા બાદ દેશમાં ફરી ચિત્તા આવ્યા છે. પરંતુ ચિત્તાની અસ્વસ્થતા સ્પષ્ટ દેખાતી હતી. તે માત્ર આશ્ચર્યચકિત થઈ ગયો હતો.

16 કલાકમાં બધું બદલાઈ ગયું હતું. ચારથી છ વર્ષની ઉંમરના આ ચિત્તાઓને ભારત પ્રમાણે અનુકૂળ થઇને રેહવું પડશે. જો કે નામિબિયાના હવામાન અને અહીંના હવામાનમાં વધારે ફરક નથી, પરંતુ બાકીનું બધું બદલાઈ ગયું હતું. અત્યાર સુધી આ ચિત્તાઓ એવા જંગલોથી પરિચિત થઈ ગયા હતા જેમાં તેમના ઘર હતા. જંગલના રસ્તા હોય કે શિકારની શોધ, બધું જ આ ચિત્તાઓને ખબર હતી. હવે ભારત પહોંચ્યા બાદ શરૂઆતથી જ ગણતરી શરૂ કરવી પડશે.

No tags to search

પ્રાણીઓની પણ પોતાની અલગ દુનિયા હોય છે. તેમનું વિશ્વ તેમનું જંગલ છે. લોકોએ કોંક્રિટના જંગલો બનાવ્યા અને તેમની દુનિયા બરબાદ થવા લાગી. જ્યારે તેમને ખુદ ને છુપાવવા માટે કોઈ જગ્યા ન મળી ત્યારે તેઓ પણ શહેરો તરફ આગળ વધ્યા. જ્યારે તેઓ શહેરોમાં આવ્યા, ત્યારે માણસોએ તેમને ડરાવીને મારી નાખ્યા. ઘણા વન્યજીવો લુપ્ત થઈ ગયા. હવે હજુ પણ આગામી છ મહિના આ ચિત્તાઓ માટે ખૂબ જ પડકારજનક છે. તેમના માટે બધું નવું છે. પ્રાણીઓનો પણ પરિવાર હોય છે અને તે પરિવાર આ ચિત્તાઓ છોડીને આવ્યા છે કે છોડાવવામાં આવ્યો છે તે પણ તેઓ સમજી શકતા નથી. તેમના મિત્રો પણ તેમનાથી છૂટી ગયા છે. થોડા સમય પછી, જ્યારે આ ચિત્તાઓ આ વિસ્તારને ઓળખશે, અહીંની પરિસ્થિતિથી વાકેફ થશે, તો કદાચ પરિસ્થિતિ તેમના અનુસાર થાય તેની જ રાહ જોવાની રહી……

આ પણ વાંચો:નામિબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓ માટે કુનો પાર્ક જ શા માટે પસંદ કરવામાં આવ્યો? જાણો તેની વિશેષતા

Share your comments

Subscribe Magazine

More on News

More