કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી કરવા ઘણી બધી નવી યોજનાઓ ચલાવી રહી છે તેમાથી આજે આપણે રાજ્ય સરકાર કૃષિ અને પ્રક્રિયા કરેલ ખાદ્ય નિકાસ વિકાસ સત્તાધિકારીની યોજના ચલાવી રહી છે તેના વિશે વાત કરીશુ
જગતનો તાત આજે લાચાર બની ગયો છે દિવસે ને દિવસે આર્થિક રીતે નબળો પડતો જઈ રહ્યો છે સરકાર ખેડૂતોની આવક બમણી કરવા ઘણા નવા પ્રયાસો કરી રહી છે ખેડૂતોને વિવિધ રીતે લાભ મળે તે માટે વિવિધ પ્રકારની યોજનાઓ પણ ચલાવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામા આવેલ કૃષિ અને પ્રક્રિયા કરેલ ખાદ્ય નિકાસ વિકાસ સત્તાધિકારીની યોજનાનો લાભ ખેડૂત કઈ રીતે લઈ શકશે તેના વિશે વાત કરીશુ.
યોજનાનો લાભ લેવા માટેન પ્રક્રિયા
કૃષિ અને પ્રક્રિયા કરેલ ખાદ્ય નિકાસ વિકાસ સત્તાધિકારીની યોજનાઓથી વ્યાપક શ્રેણીનો લાભ લેવા માટે ગુજરાતના નિકાસકારોને સગવડ આપવા, ગુજરાત કૃષિ ઉદ્યોગ નિગમ, અમદાવાદમાં તેની પ્રત્યક્ષ કચેરી શરૂ કરવામાં આવી છે.
નિકાસકારો યોજનાઓ અંગે જાણકારી મેળવવા, કેવી રીતે અરજી કરવી તે માટે અને તેમની અરજીની સ્થિતિ માટે જાણવા માટે જે તે સત્તાધિકારીઓનો કોન્ટેક કરી શકાય છે
ભારત સરકારના વાણિજ્ય મંત્રાલય હેઠળ કૃષિ અને પ્રક્રિયા કરેલ ખાદ્ય નિકાસના વિકાસ સત્તાધિકારી છે.
આ સત્તાધિકારી પાસે નાણાંકીય સહાયની અનેક યોજનાઓ છેઃ
યોજના અંગેની વધુ વિગત માટે www.apeda.com બહારની વેબસાઇટ નવી વિંડોમાં ખુલે છે ઉપર લોગ કરો
Share your comments