SBI દ્વારા કરાયા આ ફેરવફાર
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા(SBI)ના ગ્રાહકોને અલગ અલગ સર્વિસ આપવાની સાથે સાથે ગ્રાહકોના અકાઉન્ટ સુરક્ષિત રાખવા માટેના પણ પ્રયાસ કરે છે. બેન્ક અકાઉન્ટ સિક્યોરીટી માટે પણ બેન્ક દ્વારા ઘણા બધા પગલાં લેવામાં આવે છે. આ બધા વચ્ચે બેન્કે હાલમાં જન એપ્લિકેશનને લઈ ઘણા ફેરફાર કર્યા છે, આ ફેરફાર કર્યા પછી કોઈ બીજી વ્યક્તિ તમારા અકાઉન્ટમાં લૉગિન નહીં કરી શકે. પણ આ માટે એક ખાસ પ્રોસેસ કરવી પડશે. જે પ્રોસેસ એક દમ સરળ છે આ પ્રોસેર કરવાથી તમારુ એકાઉન્ટ વધુ સુરક્ષિત બની જશે
યોનો એપમાં કરાયા આ મોટા બદલાવો
SBI દ્વારા 22 જુલાઇથી યોનોને લઈ એક સુરક્ષિત નિયમ લાગુ કર્યો છે, જેમાં હવે SBIની આ YONO એપનો ઉપયોગ ચાલુ રાખવા માટે કેટલાક નિયમનનું પાલન કરી કરવું જરૂરી છે. જો તમે આ નિયમોનું પાલન નહી કરો તો આ યોનો એપ્લિકેશન થકી કોઈ પણ પ્રકારનુો ડિઝીટલ નાણાકીય વ્યવહાર નહી કરી શકો. એસબીઆઈ દ્વારા જે ફેરફાર કરવામાં આવ્યો છે તે સીમ બાઈન્ડિંગમાં કર્યો છે. સીમ બાઈન્ડિંગનો ફેરફાર કર્યા બાદ હવે આપનું એસબીઆઈનું ખાતુ પહેલા કરતા વધારે સુરક્ષિત બની ગયું છે. આ ટેકનોલોજી દ્વારા યોનો એપનો ઉપયોગ જે તે વ્યક્તિનો બેંકમાં જે તે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હશે અને જે મોબાઈલમાં તે સીમ કાર્ડ એક્ટિવેડ હશે તે મોબાઈલ ફોન દ્વારા યોનો એપનો જે તે યુઝર ઉપયોગ કરી શકશે. જેનાથી તમારા અકાઉન્ટ દ્વારા કોઈ પણ વ્યક્તિ ઓનલાઇન બેન્કિંગ કરી શકશે નહીં.
SBI બેન્ક ધારકોએ આ પ્રક્રિયા ફરજિયાત કરવી પડશે
- એપ્લિકેશન એ જ નંબર દ્વારા લૉગઇન કરવી પડશે જે નંબર તમારા બેન્ક અકાઉન્ટ સાથે લિન્ક છે.
- એપ્લિકેશનને બીજા કોઈ નંબર દ્વારા લૉગ ઇન નહીં કરી શકો.
- પહેલા તમે બીજા નંબર દ્વારા પણ એપમાં લૉગ ઇન કરી શકતા હતા.
- તમારે બેન્ક સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દ્વારા જ લૉગઇન કરવું પડશે.
-જો તમે આ પ્રોસસ નથી કરતાં તો હવે એપ દ્વારા ઓનલાઈન ટ્રાન્સફર પ્રક્રિયા નહિ કરી શકો.
Share your comments