ખેડૂતનું કામ સહેલું નથી હોતું. તેમણે પણ સખત મહેનત કરવી પડે છે. અને ખેતીમાં પણ જાત જાતની મુશ્કેલીઓ નડે છે. એમાંથી એક પાકને લાગતો રોગચાળો છે. જો તમે એક ખેડૂત છો તો તમે જાણતા જ કે ઘઉં, તુવેર, ચણા, કપાસ, ટેટી, ભીંડા, તરબૂચ વગેરે જેવા શાકભાજી પર કેવો રોગચાળો જોવા મળે છે. અને હાલમાં તેનું પ્રમાણ પણ વધતું જોવા મળી રહ્યું છે.
પાક પર થતા રોગને અટકાવવા માટે લોકો જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે. જો કે ફૂગ, કીટક અને ઈયળ વગેરેના નિયંત્રણ માટે બજારમાં 700 થી 1000 રૂપિયાના ભાવે મળતી જંતુનાશક દવાઓનો હેવી ડોઝ પાક પર છાંટવા છતાં પણ તેમની પર નિયંત્રણ મેળવી શકાતું નથી. એવામાં જો તમે તેના માટે દેશી અને અસરદાર રીત શોધી રહ્યા છો, તો આ લેખ તમારા માટે જ છે.
આજે અમે તમને છાશના જંતુનાશક તરીકેના ઉપયોગ વિષે જણાવીશું. જાણકારી માટે જણાવી દઈએ કે, લેક્ટોપસ બેક્ટેરીયાને છાશમાં ઉછેરીને તેનો છંટકાવ કરવાથી 30 જેટલા પાકમાં 20 જાતના રોગને દૂર કરી શકાયા છે. એન તે પણ કોઈ પણ જાતના મોટા ખર્ચ વગર. આ લેક્ટોપસ બેક્ટેરીયા બીજા બેક્ટેરિયાને મારી નાંખે છે. તેનાથી ફૂગના બેક્ટેરિયા પણ ખતમ થાય છે.
તમને એ જાણીને પણ સંતોષ થશે કે, આ છાશની દવાથી મનુષ્યને કોઈ નુકશાન થતું નથી. મિત્રો, આપણે ત્યાંના જામકા નામના ગામમાં 15 વર્ષથી છાશ વાપરીને ખેતી કરવામાં આવે છે. અને ખેડૂતોએ કપાસ, તલ, મગફળી, ઘઉં, તુવેર, ડુંગળી, શેરડીના પાકમાં છાશ અને છાણ તેમજ ગૌમૂત્રનો ઉપયોગ કરીને 20 થી 50 ટકા વધું ઉત્પાદન પણ મેળવેલું છે. ખેતી માટે છાશનો ઉપયોગ કેવી રીતે કરવો તે નીચે જણાવ્યું છે.
છાશમાંથી કીટનાશક બનાવવા માટે તેને માટલામાં ભરીને લીમડાના વૃક્ષની નીચે, અથવા છાણીયા ખાતરના ઢગલામાં તે માટલું મૂકી દેવામાં આવે છે. તેને 15 થી 25 દિવસ સુધી આ રીતે ભરી રાખવાથી તે સડી જશે. લગભગ 20 દિવસમાં જ છાશનું કીટનાશક બની જાય છે. આ કીટનાશકને 250 થી 500 મિલી પંપમાં નાંખી તેનો પાકમાં છંટકાવ કરવાથી અનેક જાતની ફૂગ (જે બેક્ટેરિયાથી ફેલાય છે) નો નાશ થાય છે. એટલું જ નહિ તેનો ઉપયોગ ઈયળના નિયંત્રણ માટે કરી શકાય છે.
તેને મગફળીના થડના સડાના નિયંત્રણ માટે પાણીમાં આપી શકાય છે. જો ફૂગ અને મગફળીમાં મુંડા હોય તો તેને લીંબોળીના તેલની સાથે છાશ વાપરીને દૂર કરી શકાય છે. જણાવી દઈએ કે, છાશમાં લીંબોળીનું તેલ મિક્સ કરીને ચૂસીયાનો પણ નાશ કરી શકાય છે. છાશ દ્વારા તમને 800 થી 900 લીટર દવા મળે છે. છાશના લેપ્ટોપસ બીજા બેક્ટેરિયાને મારી નાંખે છે. પણ એક વાતનું ધ્યાન રહે કે, જો પાક પર પ્રાઈકોડર છાંટી હોય તો તેની પર છાશ છાંટવી નહીં.
દક્ષિણ ગુજરાત વિસ્તારમાં તુવેરના પાક માટે છાશનો ઉપયોગ કરવામાં આવે છે. તુવેરમાં સુકારાના રોગના નિયંત્રણ માટે સારી રીતે કોહવાયેલ છાણિયા ખાતરમાં વૃદ્ધિ પામેલ ટ્રાઇકોડર્મા હરજીએનમને એક લીટર છાશ દીઠ 200 ગ્રામ પ્રમાણે આપવામાં આવે છે. તો ચણાના પાકમાં થતા સુકારા રોગના નિયંત્રણ માટે, વાવણી વખતે ટ્રાયકોડર્મા વીરીડી (106 સીએફયુ/ ગ્રામ) 2.5 કિલો + 250 કિલો દિવેલીનો ખોળ અથવા છાણિયું ખાતર મિશ્ર કરી છાશમાં આપવાથી સુકારો નિયંત્રણમાં આવે છે.
જણાવી દઈએ કે, ગાયના છાણ, ગૌમુત્ર અને ખાટી છાશ વાપરીને જંતુનાશક ઝેરનો ઉપયોગ કરવાથી મધમાખી આવે છે, અને તેનાથી ફલીનીકરણ વધે છે. ગાયના છાણ અને ગૌમૂત્રથી ટેટી, તરબૂચ, શાકભાજીનું ઉત્પાદન પણ બમણું અને મીઠાશ ચાર ગણી થઇ છે. તેનાથી કેરી, શાકભાજી, ટેટીની મીઠાસ, સુગંધ અને છોડ વેલાનો વિકાસ પણ સારો થાય છે . લાઈમલાઈટ સમાચાર
ખેડૂતો દ્વારા છાશના ઉપયોગથી રજકો, જૂવાર, ઝિંઝવો, ત્યાં પણ એકર દીઠ 45 ક્વિન્ટલ થવા લાગ્યું છે. મકાઇના ચારાનું ઉત્પાદન બમણું મળેલ છે. અને જે જમીનમાં બિલકુલ લસણ થતું ન હતું.
Share your comments