Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

800 કરોડનું ડેરી કૌભાંડ: ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીને 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો

ચૌધરીની સાથે કોર્ટે તેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શૈલેષ પરીખને પણ એક સપ્તાહ માટે એસીબીની કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. ચૌધરી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ના પ્રમુખ છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
vipul chaudhari
vipul chaudhari

ચૌધરીની સાથે કોર્ટે તેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શૈલેષ પરીખને પણ એક સપ્તાહ માટે એસીબીની કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. ચૌધરી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ના પ્રમુખ છે.

ગુજરાતના મહેસાણાની એક કોર્ટે શુક્રવારે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. વિપુલ ચૌધરીની દૂધસાગર ડેરીના ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન રૂ. 800 કરોડની કથિત નાણાકીય ગેરરીતિઓ બદલ ધરપકડ કરવામાં આવી હતી.

ચૌધરીને 14 દિવસની પોલીસ કસ્ટડી

ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા ગુરુવારે ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. એસીબીએ આજે ​​કોર્ટને વિવિધ કારણોસર ચૌધરીને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવાની વિનંતી કરી હતી. બચાવ પક્ષ અને ફરિયાદ પક્ષની દલીલો સાંભળ્યા બાદ અધિક જિલ્લા અને સેશન્સ જજ એ.એલ. વ્યાસે પૂર્વ મંત્રીની સાત દિવસની પોલીસ કસ્ટડી સ્વીકારી હતી.

ચૌધરી અમૂલ બ્રાન્ડની માલિકી ધરાવે છે

ચૌધરીની સાથે કોર્ટે તેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શૈલેષ પરીખને પણ એક સપ્તાહ માટે એસીબીની કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. ચૌધરી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ના પ્રમુખ છે, જે પ્રખ્યાત અમૂલ બ્રાન્ડની માલિકી ધરાવે છે. તેઓ મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડના વડા પણ રહી ચૂક્યા છે. જે દૂધસાગર ડેરી તરીકે પણ ઓળખાય છે.

એસીબીના મહેસાણા એકમે દૂધસાગર ડેરીના વડા હતા ત્યારે રૂ. 800 કરોડની નાણાકીય ગેરરીતિઓમાં સામેલ થવાના આરોપમાં બુધવારે ચૌધરી અને અન્ય લોકો સામે એફઆઈઆર નોંધી હતી.

ગુનાની રકમ 31 કંપનીઓના બેંક ખાતામાં મૂકી મની લોન્ડરિંગ કર્યું

તપાસ એજન્સીએ આક્ષેપ કર્યો હતો કે નાણાકીય અનિયમિતતાઓ દ્વારા નાણાં બનાવવા ઉપરાંત, ભૂતપૂર્વ પ્રધાને દૂધસાગર ડેરીના ચેરમેન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન 31 કંપનીઓના બેંક ખાતામાં ગુનાની રકમ મૂકીને મની લોન્ડરિંગ પણ કર્યું હતું. આ કંપનીઓ આ ખૂબ જ સ્પષ્ટ હેતુ માટે બનાવવામાં આવી હતી.

એસીબીના જણાવ્યા અનુસાર, વિપુલ ચૌધરીની પત્ની ગીતાબેન અને પુત્ર પવનને પણ એફઆઈઆરમાં સહ-આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે કારણ કે તેઓ તેમના દ્વારા પ્રમોટ કરવામાં આવેલી કેટલીક કંપનીઓમાં ડિરેક્ટર છે.

બ્યુરોનું કહેવું છે કે ચૌધરીએ ડેરીના ચેરમેન હતા ત્યારે તેમના હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો અને મોટી સંખ્યામાં દૂધના કુલર અને થેલીઓ ખરીદવાની પ્રક્રિયા ને  અનદેખી કરી, રૂ. 485 કરોડના બાંધકામને મંજૂર કરવા અને ડેરીના આઉટડોર પ્રચાર અભિયાન માટે કોન્ટ્રાક્ટ આપતી વખતે ટેન્ડરનો માર્ગ અનુસર્યો નથી

બનાવટી દસ્તાવેજોના આધારે 31 કંપનીઓ બનાવી

એસીબીએ જણાવ્યું હતું કે પોતાનું કાળું નાણું કાયદેસર દેખાડવા માટે ચૌધરીએ બનાવટી દસ્તાવેજોના આધારે 31 કંપનીઓ બનાવી અને તેમાં અપરાધની આવક મૂકી. ચૌધરી ગુજરાતના સહકારી ક્ષેત્રનો જાણીતો ચહેરો છે. તેઓ 1996માં શંકરસિંહ વાઘેલા સરકારમાં ગૃહમંત્રી હતા.

આ પણ વાંચો:KRITAGYA 3.0- ICAR દ્વારા પાક સુધારણા પર રાષ્ટ્રીય સ્તરની હેકાથોન

 

Share your comments

Subscribe Magazine

More on News

More