કોરોનાકાળમાં મોંઘવારીએ માઝા મુકી છે. અસહ્ય મોંઘવારીને કારણે લોકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. સામાન્ય વ્યક્તિને જરૂરી એવા પેટ્રોલ-ડીઝલ. ખાદ્યતેલ, દૂધ, શાકભાજીના ભાવ સતત વધી રહ્યા છે.
ખાદ્યતેલની
ખાદ્યતેલની વાત કરીએ તો હાલ તેના ભાવ આસમાને પહોંચ્યા છે. હાલ સિંગતેલના ડબ્બાની કિંમત 2465 રૂપિયા છે. ખેડૂતો પાસેથી મગફળી ખરીદાય છે તો તેમને યોગ્ય ભાવ મળતા નથી પરંતુ સિંગતેલના ભાવો સતત વધી રહ્યા છે.
દૂધ
દૂધની વાત કરવામાં આવે તો હમણાં જ અમૂલ સહિત ઘણી ડેરી દ્વારા દૂધની કિંમતમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા સાથે દૂધમાંથી બનતી તમામ પ્રોડક્ટના ભાવમાં પણ વધારો થયો છે. દૂધના ભાવમાં પણ દર 8-9 મહિને વધારો જોવા મળી રહ્યો છે.
પેટ્રોલ-ડીઝલ
પેટ્રોલ-ડીઝલની વાત કરીએ તો છેલ્લા ત્રણ મહિનાથી સતત તેમાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પ્રતિ લીટર પેટ્રોલની કિંમત હાલ 98.60 રૂપિયા છે. તો સામે ડિઝલની કિંમત પ્રતિ લીટર 96.76 રૂપિયા છે.
ટ્રાન્સપોર્ટના ભાડામાં 20 ટકાનો વધારો
બીજી બાજુ પેટ્રોલ-ડીઝલના સતત વદતા ભાવને પગલે ટ્રાન્સપોર્ટરોએ પોતાના ભાડામાં 20 ટકા જેટલો વધારો કર્યો છે. આ ભાડામાં ભાવ વધારાના કારણે ખાદ્ય પદાર્થો, શાકભાજી અને ફળફળાદી મોંઘા બનશે.
Share your comments