હવે દિલ્હીવાસીઓ માટે વધુ એક નવી ભેટ આવી છે. હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીનો રસ્તો હવે કર્તવ્ય પથ તરીકે ઓળખાશે.
હવે દિલ્હીવાસીઓ માટે વધુ એક નવી ભેટ આવી છે. હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીનો રસ્તો હવે કર્તવ્ય પથ તરીકે ઓળખાશે. આજે (બુધવારે) યોજાયેલી NDMCની વિશેષ બેઠકમાં તેનું નામ રાજપથથી બદલીને કર્તવ્ય પથ કરવાના પ્રસ્તાવ પર મહોર લગાવવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, NDMC અધિકારીઓએ પહેલા કહ્યું હતું કે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય તરફથી પ્રસ્તાવ મળ્યો છે, ત્યારબાદ કાઉન્સિલની બેઠકમાં પણ તેને મંજૂરી આપવામાં આવી છે.
NDMCના ઉપાધ્યક્ષ સતીશ ઉપાધ્યાયે એમ પણ કહ્યું હતું કે NDMC દ્વારા ઠરાવ પસાર થયા બાદ આ અંગેની સૂચના પણ જારી કરવામાં આવશે. એમ પણ કહ્યું કે પ્રસ્તાવ પૂરો થયા બાદ ઈન્ડિયા ગેટ સ્થિત નેતાજીની પ્રતિમાથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધીનો સમગ્ર વિસ્તાર હવે કર્તવ્ય પથ તરીકે ઓળખાશે.
હકીકતમાં, બ્રિટિશ શાસન દરમિયાન, લોકો રાજપથને કિંગ્સવે તરીકે ઓળખવા લાગ્યા હતા. આજે જે રોડ પર વડાપ્રધાનનું નિવાસસ્થાન છે તેનું નામ 2015માં રેસકોર્સ રોડથી લોક કલ્યાણ માર્ગ કરવામાં આવ્યું હતું. તે જ વર્ષે, ઔરંગઝેબ રોડનું નામ પણ બદલીને એપીજે અબ્દુલ કલામ માર્ગ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:પાકિસ્તાનના ખેડૂતોએ કહ્યું- દેશમાં પૂરની સ્થિતિને લીધે 50 વર્ષ પાછા પડી ગયા
Share your comments