Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

હિમાચલ પ્રદેશમાં પહેલીવાર તૈયાર કરવામાં આવ્યુ લાલ જરદાળુ, કેન્સર સામે લડવામાં થશે મદદરૂપ

હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લાના એક માળીએ તેના બગીચામાં લાલ રંગના જરદાળુ (રેડ બોલેરો જરદાળુ) ઉગાડ્યું છે, જોકે આ જરદાળુ એક સ્પેનિશ જાત છે. લાલ જરદાળુને સૂકવીને પણ ખાઈ શકાય છે અને તેની દાળ પણ ખુબ મીઠી હોય છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
Red apricot
Red apricot

દેશના લોકો હવે માત્ર પીળા જ નહીં પરંતુ લાલ રંગના જરદાળુનો સ્વાદ પણ ચાખી શકશે. હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લાના કોટખાઈના બખોલ ગામના એક માળીએ તેના બગીચામાં લાલ રંગનુ જરદાળુ રેડ બોલેરો ઉગાડ્યુ છે, જે એક સ્પેનની જાત છે.

જરદાળુ કેન્સર સામે લડવામાં મદદરૂપ થાય છે

લાલ રંગના જરદાળુનુ કદ સામાન્ય જરદાળુ કરતા મોટું હોય છે અને તેની તાજગીનુ આયુષ્ય પણ સામાન્ય જરદાળુ કરતા દસ દિવસ વધુ હોય છે. લાલ રંગનુ જરદાળુ રેડ બોલેરોની એન્ટિ એજિંગ ગુણ ચહેરા પરથી કરચલીઓ દૂર કરવામાં મદદરૂપ બને છે અને સમય પહેલા વૃદ્ધ થતા અટકાવે છે. તેમાં જોવા મળતું ફિનોલિક એસિડ કેન્સરના કોષોને વધતા અટકાવે છે. એટલે કે આ લાલ રંગના જરદાળુ કેન્સર સામે લડવામાં મદદરૂપ થાય છે.



આ લાલ રંગના જરદાળુમાં  આયર્ન, પોટેશિયમ અને મેગ્નેશિયમ ઉપરાંત એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન કેરોટીન, વિટામિન C અને વિટામિન E પણ મળી આવે છે. માળી સંજીવ ચૌહાણે જણાવ્યું કે વર્ષ 2020માં તેણે ઈટાલીથી રેડ બોલેરો અને રુબિલ જાતના જરદાળુના છોડ આયાત કર્યા હતા.

આ પણ વાંચો:બકરી ઉછેર પર 60% સુધીની સબસિડી આપી રહી છે સરકાર, અહીં કરો અરજી

જરદાળુ સંપૂર્ણપણે ઓર્ગેનિક છે

લાલ જરદાળુ વાવેતરના બે વર્ષ બાદ જ તેના ફળ આવવા લાગ્યા છે. લાલ જરદાળુ રેડ બોલેરોને સંપૂર્ણ રીતે તૈયાર થવામાં હજુ દસ દિવસનો સમય વધુ લાગશે. મોટુ કદ હોવાને કારણે તેની માંગ બજારમાં વધુ રહેશે. તેની તાજગીના લાંબા આયુષ્યને કારણે તેનું પરિવહન (ટ્રાન્સ્પોર્ટેશન) સરળ બનશે. તેની બહારની રિંડ ઘેરા લાલ રંગની હોય છે. આ લાલ રંગનુ જરદાળુ સંપૂર્ણપણે ઓર્ગેનિક છે, કારણ કે તેમાં કોઈ સ્પ્રે હોતો નથી. જરદાળુને સૂકવીને પણ ખાઈ શકાય છે અને તેની દાળ પણ મીઠી હોય છે.

 

આ પણ વાંચો:PM કિસાન યોજના: માત્ર 4 દિવસ બાકી... બેંક ખાતામાં આવશે પૈસા, પણ આ લોકોને નહીં મળે!

Share your comments

Subscribe Magazine

More on News

More