હાલમાં આપણા દેશમાં નોકરી માટે અને કંપનીઓમાં અનેક ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી માટેની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જો તમે પણ નોકરીની શોધમાં છો. તો આ લેખ ખાસ તમારા માટે જ છે.
એર ઈન્ડિયામાં નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર આ પદો પર અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ WWW.aiasl.in પર જઈને અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 685 પદો પર ભરતી કરવામાં આવશે. આ ભરતી Recruitment પૂર્વી ક્ષેત્રમાં કલકત્તા એરપોર્ટ પર અને ઉત્તરી ક્ષેત્રમાં લખનઉ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કરવામાં આવી છે.
તેના માટે એર ઈન્ડિયાએ એઆઈ એરપોર્ટ સર્વિસ લિમિટેડ હેઠળ એપ્રેંટિસ/હેંડીવુમેન, કસ્ટમર એજન્ટ, યૂટિલિટી એજન્ટ સહ રેમ્પ ચાલક, રેમ્પ સેવા એજન્ટ, જૂનિયર એક્ઝિક્યૂટિવ ટેક્નોલોજી, ડ્યૂટી મેનેજર-ટર્મિનલ, ડેપ્યુટી ટર્મિનલ મેનેજર- પેક્સની ખાલી જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
અરજી માટેની મહત્વપૂર્ણ તારીખો
કોલકાતા એરપોર્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ - 22 એપ્રિલ 2022
લખનઉ એરપોર્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ - 27 એપ્રિલ 2022
કોલકાતા એરપોર્ટ પર ખાલી જગ્યાની વિગતો
કોલકાતા એરપોર્ટ પર ખાલી જગ્યાઓની યાદી નીચે પ્રમાણે છે, અને આ ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.વ તો અત્યારે જ તમારી યોગ્યતા ધરાવતી જગ્યા પર નોકરી મેળવવા માટે અરજી કરો.
ટર્મિનલ મેનેજર - 1
સબ. ટર્મિનલ મેનેજર-PAX - 1
ડ્યુટી મેનેજર-ટર્મિનલ – 6
જુનિયર એક્ઝિક્યુટિવ-ટેક્નિકલ – 5
રેમ્પ સર્વિસ એજન્ટ – 12
યુટિલિટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર – 96
ગ્રાહક એજન્ટ - 206
એપ્રેન્ટિસ – 277
લખનઉ એરપોર્ટ પર ખાલી જગ્યાની યાદી
ગ્રાહક એજન્ટ – 13
રેમ્પ સર્વિસ એજન્ટ / યુટિલિટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર – 15
હેન્ડીમેન - 25
જુનિયર એક્ઝિક્યુટિવ ટેકનિકલ - 1
શૈક્ષણિક લાયકાત
અરજી કરનાર ઉમેદવાર સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને શૈક્ષણિક લાયકાત સંબંધિત તમામ વિગતો જોઈ શકે છે.
વય મર્યાદા
ટર્મિનલ મેનેજર, ડેપ્યુટી. ટર્મિનલ મેનેજર-પેક્સ અને ડ્યુટી મેનેજર-ટર્મિનલ માટે વય મર્યાદા 55 વર્ષ છે. જ્યારે અન્ય પોસ્ટ માટે તે જનરલ માટે 28 વર્ષ અને OBC માટે 31 વર્ષ છે. SC/ST માટે તે 33 વર્ષ છે.
અરજી ફી
અરજી કરનાર ઉમેદવારોએ અરજી ફીના 500 રૂપિયા ચૂકવવાના રહેશે.
આ પણ વાંચો : Summer Fruits : ગરમીમાં આ 6 ફળોનું કરો સેવન, વજન ઘટાડવામાં પણ છે લાભદાયી
આ પણ વાંચો : ICAR-IARI ભરતી 2022 : ભારતીય કૃષિ સંશોધન સંસ્થાએ ઘણી જગ્યાઓ માટે બહાર પાડી બમ્પર ભરતી, આ તારીખે યોજાશે ઈન્ટરવ્યૂ
Share your comments