સીંગતેલમાં મજબૂતાઈ અને વરસાદ ખેંચાયો હોવાથી મગફળીની બજારમાં મણે રૂ.૫થી ૧૦નો સુધારો થયો હતો. ગુજરાતમાં હાલ વેચવાલી તમામ સેન્ટરમાં ઘટી ગઈ છે અને આગામી દિવસોમાં વેચવાલી વધે તેવા કોઈ અણસાર નથી. હાલ નાફેડ ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે.જો આગામી દિવસમાં મગફળીનાં ભાવ નાફેડ દ્વારા ઘટાડવામાં આવેતો જ બજારમાં ઘટાડો આવી શકે છે. યુ.પ.ની મગફળી ગુજરાતની તુલનાએ રૂ.૮૦ જેટલી નીચી હોવા છત્તા તેમાં જોઈએ એવી માંગ નથી, પરિણામે લોકલ માલ ઉપર જ આધાર રાખવો પડે છે.
વેપારીઓના કહેવા મુજબ બજારોમાં મંદી
વેપારીઓ કહે છેકે મગફળીની વેચવાલી નથી અને ઊભા પાક ઉપર વરસાદ નથી, પરિણામે બજારો ભાગી રહી છે. આગામી દિવસોમાં સારી ક્વોલિટીનાં ભાવમાં હજી પણ રૂ.૧૦થી ૨૦ સુધરી શકે છે. સુપરક્વોલિટી રૂ.૧૪૦૦ સુધીમાં પણ ખપી જાય છે.
નાફેડની મગફળીનાં ભાવ
નાફેડની મગફળીનાં ભાવ બુધવારે રૂ.૬૬૨૧થી ૬૬૮૧ સુધીનાં હતાં. જ્યારે રાજસ્થાનની ૨૦૨૦ની મગફળીમાં રૂ.૬૩૫૧માં બીડ મંજૂર થઈ હતી.
રાજકોટમાં મગફળીના ભાવની સ્થિતિ
રાજકોટમાં ૧૦૦૦ ગુણીનાં વેપાર હતા. ભાવ ટીજે ૩૭માં રૂ.૧૧૩૦ થી ૧૨૯૦, ૨૪ નં. રોહીણીમાં રૂ.૧૧૨૦થી ૧૩૦૦, ૩૯ નં.માં રૂ.૧૧૨૦થી ૧૮૦, જી-૨૦માં રૂ.૧૨૫૦થી ૧૪૦૦, ૬૬ નંબરમાં રૂ.૧૦૮૦થી ૧૨૫૦નાં ભાવ હતાં. ઉનાળુનાં ભાવ રૂ.૧૧૬૦થી ૧૨૯૦નાં ભાવ હતાં.
ગોંડલમાં મગફળીના ભાવની સ્થિતિ
ગોંડલમાં ૩૭૦૦ ગુણીની આવક હતી અને ભાવ જી- ૨૦માં રૂ.૧૨૦૦થી ૧૪૦૦નાં હતાં. જ્યારે ૩૯માં રૂ.૧૦૦૦થી ૧૨૦૦નાં હતાં. ઉનાળુનાં ભાવ રૂ.૧૧૫૦થી ૧૩૦૦નાં હતાં.
ડુંગળીમાં ઊંચી સપાટીએ ભાવમાં સ્થિરતાનો માહોલઃ ઘરાકી ઠંડી
બજારમાં ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે સારી ક્વોલિટીની ડુંગળીના ભાવ રૂ. 350 થી 400
ડુંગળીની બજારમાં ભાવ ઊંચી સપાટીએ અથડાય રહ્યા છે. સરેરાશ ડુંગળીની બજારમાં લેવાલી હાલ ઠંડી જોવા મળી રહી છે, પંરતુ સામે બીજી તરફ વેચવાલી પણ ઓછી છે. સારો વરસાદ ન થયા હોવાથી ડુંગળીનાં વાવેતર ઉપર પણ અસર પહોંચી શકે છે. ગુજરાતમાં ઓગસ્ટ અંત અને સપ્ટેમ્બરનાં વરસાદ ઉપર લેઈટ ખરીફ ડુંગળીનાં વાવેતરનો આધાર રહેલો છે. આગામી દિવસોમાં ડુંગળીમાં સાઉથની આવકો કેવી આવે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે.
લાલ ડુંગળીની સ્થિતિ
મહુવામાં લાલ ડુંગળીની ગુરૂવારે ૪૧૦૦ થેલાની આવક સામે ભાવ રૂ.૧૪૦થી ૪૦૮નાં હતાં. જ્યારે સફેદમાં ૩૪૯૦ થેલાની આવક સામે ભાવ રૂ.૧૩૦થી ૨૮૩નાં હતાં. ગોંડલમાં લાલ ડુંગળીની ૬૭૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૧૪૧થી ૩૨૬ હતાં. જ્યારે સફેદની ૪૯૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૧૨૧થી ૧૮૬નાં ભાવ હતાં. સફેદની આવકો હવે દરેક સેન્ટરમાં બહુ ઓછી જોવા મળી રહી છે.
રાજકોટ અને નાશીકમાં ડુંગળીના ભાવની સ્થિતિ
રાજકોટમાં ડુંગળીની ૧૮૦૦ ક્વિન્ટલની આવક સામે ભાવ રૂ.૮૦થી ૩૫૦નાં હતાં. નાશીકની લાસણગાંવ મંડીમાં ડુંગળીની ૧૦૪૦૦ ક્વિન્ટલની આવક સામે ભાવ રૂ.૬૦૦થી ૧૮૮૪નાં હતાં. જ્યારે મોડલ ભાવ રૂ.૧૭૦૦ ક્વોટ થયાં હત
Share your comments