Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખાતર ની મોંઘવારીથી ખેડૂતોને ઉગારવા માટે આ રાજ્યમાં થશે કાચા માલનું ખનન

મોદી સરકારે કોમ્પ્લેક્સ ખાતરો (ડીએપી અને એનપીકે ના પ્રમુખ કાચો માલ રોક ફોસ્ફેટની ભારતમાં શોધખોળ અને ખાણકામ કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. જેથી આ બાબતે આપણી વિદેશી પરાધીનતા ઓછી થાય અને ખેડુતોને ડીએપી અને એનપીકે ખાતરોની મોંઘવારી સામે ઝૂરવું ન પડે. અત્યાર સુધી ભારત તેની 90 ટકા આયાત કરે છે.તેના આંતરરાષ્ટ્રીય ભાવોમાં થતી અસ્થિરતા ખાતરના સ્થાનિક ભાવને અસર કરે છે. જેના કારણે દેશમાં કૃષિ ક્ષેત્રની પ્રગતિ અને વિકાસ અવરોધાય છે.

Sagar Jani
Sagar Jani

મોદી સરકારે કોમ્પ્લેક્સ ખાતરો (ડીએપી અને એનપીકે ના પ્રમુખ કાચો માલ રોક ફોસ્ફેટની ભારતમાં શોધખોળ અને ખાણકામ કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. જેથી આ બાબતે આપણી વિદેશી પરાધીનતા ઓછી થાય અને ખેડુતોને ડીએપી અને એનપીકે ખાતરોની મોંઘવારી સામે ઝૂરવું ન પડે. અત્યાર સુધી ભારત તેની 90 ટકા આયાત કરે છે.તેના આંતરરાષ્ટ્રીય ભાવોમાં થતી અસ્થિરતા ખાતરના સ્થાનિક ભાવને અસર કરે છે.  જેના કારણે દેશમાં કૃષિ ક્ષેત્રની પ્રગતિ અને વિકાસ અવરોધાય છે.

કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર્સ (ડીએપી અને એનપીકે) ની ઉપલબ્ધતામાં સુધારો કરવા અને ભારતને ખાતરની બાબતમાં સાચે આત્મનિર્ભર બનાવીને આયાત પરની અધિનતા ઘટાડવા માટે ખાતર વિભાગના અધિકારીઓ અને હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી.

આ પ્રસંગે માંડવીયાએ જણાવ્યું હતું કે, મને આનંદ છે કે, ખાતર વિભાગ ભારતને રોક ફોસ્ફેટમાં સ્વનિર્ભર બનાવવા માટે એક્શન પ્લાન સાથે તૈયાર છે. તે ડીએપી અને એનપીકેની મુખ્ય કાચી સામગ્રી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત'ની હાકલને અનુસરીને આગામી સમયમાં ખાતરના મામલામાં ચોક્કસપણે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ.

સ્વદેશી સંસાધનો દ્વારા ભારતને ખાતર ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા માટે પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. કેન્દ્રીય પ્રધાન માંડવીયાએ રાજસ્થાન, મધ્ય ભારત, હિરાપુર (મધ્યપ્રદેશ), લલિતપુર (ઉત્તર પ્રદેશ), મસૂરી સિંકલાઇન, કુડપહ બેસિન (આંધ્રપ્રદેશ)માં ઉપલબ્ધ 30 લાખ મેટ્રિક ટન ફોસ્ફોરિટ કાઢવા માટે તૈયારીનો નિર્દેશ આપ્યો છે.

પાછલા દિવસોમાં ડીએપી અને એનપીકેના ભાવ બેફામ રીતે વધ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચો માલ મોંઘો થતા તેના ભાવ ખૂબ ઝડપથી વધી ગયા. ખેડુતોને રાહત આપવા માટે ડીએપી પર બેગ દીઠ 1200 રૂપિયાથી વધુની સબસિડી આપવી પડી , હવે આવી સ્થિતિમાં  રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી મનસુખ માંડવીયાએ આ કામ સંબંધિત અધિકારીઓને ભારતમાં ઉપલબ્ધ રોક ફોસ્ફેટ ભંડારની શોધખોળ અને ખાણકામ ઝડપથી કરવા નિર્દેશ આપ્યો છે.

આ સ્થળોએથી ખનન કરી શકાય

રાજસ્થાન, પ્રાયદ્વીપીય  ભારતનો મધ્ય ભાગ, હિરાપુર (મધ્યપ્રદેશ), લલિતપુર (ઉત્તર પ્રદેશ), મસૂરી સિંકલાઇન, કુડપહ બેસિન (આંધ્રપ્રદેશ).

આ સ્થળોએ હાલના 30 લાખ મેટ્રિક ટન ફોસ્ફોરાઇટનું વ્યાપારી રીતે શોષણ અને ઉત્પાદન વધારવાનો પ્લાન છે.

રાજસ્થાનના સતીપુરા, ભરૂસારી તેમજ લખાસર અને  ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં સંભવિત પોટાશ આયસ્ક સંસાધનોની શોધને ઝડપી બનાવવા માટે ખનન વિભાગ અને  ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણની સાથે કામ ચાલુ છે.

સંભવિત  ભંડારોનું ખનનવહેલી તકે  શરૂ કરવા તમામ વિભાગો સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે. ડાય એમોનિયમ ફોસ્ફેટ એટલે કે ડીએપી અને એનપીકે (નાઇટ્રોજન-એન, ફોસ્ફરસ-પી, પોટેશિયમ-કે) ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર્સમાં આવે છે.

એક્શન પ્લાન સાથે તૈયાર છે અધિકારીઓ

આ બાબતે વધુ માહિતી આપતા માંડવીયા જણાવે છે કે મને આનંદ છે કે ખાતર વિભાગ ભારતને રોક ફોસ્ફેટની સ્થિતિમાં આત્મનિર્ભર બનાવવા માટે એક એક્શન પ્લાન સાથે તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતના અભિયાનને અનુસરીને આગામી સમયમાં ખાતરના મામલે ભારતને ચોક્કસપણે આત્મનિર્ભર બનાશે.

નોંધનીય છે કે, ખેડૂતોના હિતમાં, ઇફ્કો દ્વારા દરેક બોરી ખાતરનો વીમો લેવામાં આવે છે. જેમાં અકસ્માતને કારણે મૃત્યુ પર ચાર હજાર રૂપિયા અને અપંગતા માટે બે હજાર રૂપિયા આપવામાં આવે છે, પરંતુ જાગૃતિના અભાવે ખેડુતો તેનો લાભ લઈ શક્યા નહીં. અગાઉ, ખેડૂતોએ વીમા માટે અરજી કરવાની હતી. પ્રક્રિયા હવે સરળ બનાવવામાં આવી છે. ઇફ્કોનાં રિજનલ મેનેજર રાજેશકુમાર મૌર્યએ જણાવ્યું હતું કે, ખેડૂતોની સલામતીને ધ્યાનમાં રાખીને ઇફ્કોએ કૃશક સંકટ હરણ વીમા યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ કંપની ડીએપી, એનપીકે, યુરિયા ખાતરોની ખરીદી પર દરેક બોરી પર ખેડૂતોને વીમો આપે છે. આ માટે સેમિનાર અને ખેડુતોની સંમેલનો યોજીને જાગૃતિ પણ આપવામાં આવી રહી છે.ખેડુતો એક લાખ રૂપિયાનો મહત્તમ લાભ લઈ શકે છે. રસીદની માન્યતા 11 મહિનાની છે.

Share your comments

Subscribe Magazine

More on News

More