ગુજરાતમાં ચોમાસું સક્રીય થયું છે અને ભારે વરસાદ પડ્યો છે ત્યારે ગુજરાતનાં ટોચના એનાલિસ્ટમાનાં એક એવા અમદાવાદ સ્થિતિ અંકિત પટેલે પોતાના વરસાદ અંગેનાં અવલોકનમાં જણાવ્યું હતું કે ડીપ ડિપ્રેશન ઉત્તર ઓડિશા કાંઠા આસપાસ રહેલું છે. આગામી 24 કલાકમાં નબળું પડી ડિપ્રેશનમાં ફેરવાશે અનેપશ્ચિમ – ઉત્તર પશ્ચિમમાં આગળ ચાલશે.
લો પ્રેશર અને સંલગ્ન UAC જે ઉત્તર ગુજરાત/કચ્છ આસપાસ હતું તે હવે દક્ષિણ ગુજરાત અને સંલગ્ન પૂર્વ મધ્ય ગુજરાત/ સૌરાષ્ટ્રના વિસ્તારો આસપાસ રહેલું છે. મોનસૂન ટ્રફ લો પ્રેશરના કેન્દ્રમાથી ડીપ ડિપ્રેશનના કેન્દ્ર સુધી જોડાયેલો છે. મધ્ય લેવલે એક ટ્રફ બંને UAC ને જોડે છે. (આ ટ્રફ છેક દક્ષિણ ચીન સમુદ્રમાં રહેલ લો પ્રેશર સુધી જોડાયેલ છે) આગામી કલાકોમાં દક્ષિણ ગુજરાત આસપાસ રહેલ લો પ્રેશર અને સંલગ્ન UAC , ડિપ્રેશન અને સંલગ્ન UAC માં ભળી જશે. ઉપરોક્ત પરિબળોની અસર હેઠળ લગભગ તા.17-18 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી ગતિવિધિઓ ચાલુ રહેશે.
આગામી કલાકોમાં વરસાદી ગતિવિધિઓ દક્ષિણ ગુજરાત(સંલગ્ન પૂર્વ મધ્ય ગુજરાત) અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગો (ગીર સોમનાથ અમરેલી, ભાવનગર )માં વધી શકે. કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થઈ શકે....સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં પણ વરસાદી ગતિવિધિઓ ચાલુ રહેશે. સોમવારે બપોરે ત્રણ વાગ્યાની સ્થિતિએ આગામી 48 કલાક ઉત્તર ગુજરાત અને સંલગ્ન કચ્છ તેમજ પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદી ગતિવિધિઓ ઓછી રહેશે.
Share your comments