વરસાદને કારણે દેશમાં કેટલીક જગ્યાએ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ રહી છે, જ્યારે કેટલીક જગ્યાએ ભૂસ્ખલનને કારણે રસ્તાઓ પરની અવરજવર બંધ થઈ ગઈ છે. જાણો આજની હવામાનની સ્થિતિ....
દિલ્હીમાં વરસાદનો સિલસિલો આજે પણ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે પણ સવારથી પાટનગરમાં હળવા વરસાદની શરૂઆત થઈ હતી. તમને જણાવી દઈએ કે દિલ્હીમાં સતત બીજા દિવસે શુક્રવારે પણ વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામ, પાણી ભરાયા અને ખાડા પડી ગયા હતા. આને ધ્યાનમાં રાખીને, ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવાર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
જેમાં લોકોને મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. વરસાદને કારણે ગુરુગ્રામમાં પણ પાણી ભરાયા અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ. વરસાદને જોતા ગુરુગ્રામમાં આદેશ જારી કરવામાં આવ્યો છે કે રવિવાર સુધીમાં તમામ કર્મચારીઓએ ઘરેથી કામ કરવું પડશે.
ઉત્તરાખંડમાં ભુસ્ખલન
અવિરત વરસાદને કારણે ગઈકાલે મોડી સાંજે ઉત્તરાખંડના નાજુંગ તાંબા ગામ પાસે પહાડીનો મોટો ભાગ પડી જતાં તવાઘાટ લિપુલેખ રાષ્ટ્રીય ધોરીમાર્ગને બંધ કરી દેવામાં આવ્યો હતો. જેમાં 40 લોકો ફસાયા છે. આ સાથે રાજ્યના પહાડી વિસ્તારોમાં પણ વરસાદનો દોર જારી રહ્યો છે.
મુંબઈના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ
મુંબઈમાં પણ વરસાદે તબાહી મચાવી છે. શનિવારે સવારે શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના માટે ભારતીય હવામાન વિભાગે પહેલેથી જ કહ્યું હતું કે મુંબઈમાં બે દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ પડશે.
યુપીમાં ભારે વરસાદ
ઉત્તર પ્રદેશમાં વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. તેને ધ્યાનમાં રાખીને નોઈડા, ગાઝિયાબાદ, આગ્રા, ફિરોઝાબાદ, મૈનપુરી અને ઈટાવામાં શાળાઓને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ઉત્તરાખંડ, હિમાચલમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદ
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જો કે આ પછી ઓછો વરસાદ નોંધાશે.
આ સાથે, ભારે વરસાદને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં પૂરની સંભાવના વ્યક્ત કરી છે. લોકોને માત્ર જરૂરી કામ માટે જ ઘરની બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો:દિલ્હીના રાજપથનું બદલ્યું નામ, NDMCએ કર્તવ્ય પથ પર આપી મંજુરી
Share your comments