Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કૃષિ ઉપજો અંગે MSP ગેરેંટી કાનૂનનો પ્રસ્તાવ કરાયો પાસ

દિલ્હી રાષ્ટ્રીય આંદોલનમાં ભાગ લેવા અલગ અલગ રાજ્યોમાંથી ખેડૂતોની આવક સતત જારી, તામિલનાડુના ખેડૂતોનો મોટો જથ્થો સિંઘુ બોર્ડરના મોર્ચા પર પહોંચ્યો.

Sukhadev Thakor
Sukhadev Thakor
Kishan Andolan
Kishan Andolan

દેશની મુખ્ય સંસદથી દૂર ચાલી રહેલી ખેડૂતોની કિસાન સંસદમાં તમામ ખેડૂતો અને તમામ કૃષિ ઉપજો માટે લાભકારી એવા MSPની ગેરેંટી અંગે ખેડૂતોએ વિશેષ પ્રસ્તાવ પાસ કર્યો હતો. ખેડૂતોએ પોતાની સંસદમાં એમએસપીનો કાયદો પસાર કરીને સરકારને આ અંગે એક કાનૂન રજૂ કરવા અને ભારતીય સંસદને આ પ્રકારનો પ્રસ્તાવ પાસ કરવાનો નિર્દેષ આપવાનો પ્રયાસ કર્યો હતો.

સંયુક્ત કિસાન મોર્ચા (દિલ્હી)

સંયુક્ત કિસાન મોર્ચા (દિલ્હી) દ્વારા રાષ્ટ્રીય ખેડૂત આંદોલનના 252માં દિવસે જાહેર થયેલી પ્રેસ વિજ્ઞપ્તીમાં જણાવાયું હતું કે, ‘‘ કિસાન સંસદમાં MSP કાનૂન અંગે પ્રસ્તાવ પાસ કરાયો હતો, તેમજ કિસાન સંસદે સ્વામીનાથન આયોગના અનેક પ્રગતિશીલ મુદ્દાઓને અનુસરવા પણ ભલામણ કરી હતી. કિસાન સંસદમાં સંદનના અતિથીઓની ભાગિદારી જોવા મળી હતી.

ભાજપા નેતાઓ સામે વિરોધ પ્રદર્શન

હાલમાં વિવિધ રાજ્યોમાં ખેડૂતો દ્વારા ભાજપા નેતાઓ સામે વિરોધ પ્રદર્શનનો દૌર જારી છે. દિલ્હી સ્થિત આંદોલનના મોર્ચા સ્થળોએ તેમજ કિસાન સંસદમાં ભાગ લેવા દૂર દૂરથી અલગ અલગ રાજ્યોમાંથી સતત ખેડૂતોની આવક જારી છે. તામિલનાડુના ખેડૂતોનો જથ્થો સિંઘુ બોર્ડરે મોર્ચા સ્થળે પહોંચ્યો હતો. ભાજપાના નેતાઓએ સ્વિકાર્યું હતું કે, હરિયાણામાં ખેડૂત આંદોલન જ ખૂબ જ મોટો મુદ્દો છે.

Farmer
Farmer

MSP પર વિસ્તૃત ચર્ચા વિચારણા

કિસાન સંસદની અગિયારમાં દિવસની કાર્યવાહીમાં લાભકારી MSP પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સદનના અતિથી રૂપે ડો.દેવિંદર શર્મા, ડો.રંજીતસિંહ ઘુમન અને ડો.સુચાસિંહ ગિલ પણ જોડાયા હતા. કિસાન સંસદે ભારત સરકાર દ્વારા ઉત્પાદનના ખર્ચની ગણતરીના સંબંધમાં વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. જેમાં કેટલીક બાબતોમાં ખર્ચ ઓછો ગણાવાઇ રહ્યો છે. કિસાન સંસદના સાંસદોએ આ તથ્યની કડી નિંદા કરી એમએસપી ઘોષણાને લઇને સરકાર દ્વારા છેતરપિંડીથી ખોટી ખર્ચ અવધારણાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું.

સ્વામીનાથન આયોગની ભલામણોને નજરઅંદાજ કરાઈ

સ્વામીનાથન આયોગની ભલામણોને નજરઅંદાજ કરતા સરકાર સીટુ પ્લસ પચ્ચાસ ટકા ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાની જગ્યાયે એટુ પ્લસ પારિવારિક શ્રમ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી રહી છે ! સંસદમાં ભાગ લેનારાઓએ એમ પણ જણાવ્યું હતું કે, કેટલાક કૃષિ ઉત્પાદનો એવા છે જેમાં કોઇ MSP નક્કી કરવામાં આવેલ નથી .

કિસાન સંસદે સરકારને વિધેયક પસાર કરવાનો નિર્દેષ આપ્યો

કિસાન સંસદે ભારત સરકારને ત્વરિત એક વિધેયક પસાર કરવાનો નિર્દેષ આપતા એક ખરડો પસાર કર્યો હતો, જે અંતર્ગત ખર્ચ ગણતરી, એમએસપી ફોર્મ્યુલા અને ગેરેંટીકૃત MSP સંચાલન મામલે પ્રવર્તમાન અન્યાયને સંપુર્ણ રીતે સંબોધિત થાય તેવી ભલામણ કરાઇ હતી. આ પ્રકારની કાનૂન વ્યવસ્થામાં તમામ ખેડૂતો અને તમામ કૃષિ ઉપજોને સમાવવી જોઇએ, તેવી માગણી હતી. કિસાન સંસદે ભારત સરકારને પ્રત્યેક રાજ્યમાં અલગ - અલગ પાકો માટે છેલ્લા પાંચ વર્ષોના સર્વોત્તમ સ્તરે ખરીદીના સ્તરની રક્ષા અને વૃદ્ધિ કરવા અંગે પણ જણાવ્યુ હતુ.

Farmer
Farmer

દિલ્હી કિસાન સંસદ અને મોર્ચાઓમાં જોડાવવા માટે વિવિધ રાજ્યોમાંથી ખેડૂતોની આવક જારી

  • અગાઉ આસામ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટકના પ્રતિનિધિઓનો ક્રમ હતો, હવે તામિલનાડુમાંથી એક હજાર ખેડૂતોનું દળ સિંઘુ બોર્ડર પહોંચ્યું હતું. જે અખિલ ભારતીય સંઘર્ષને મજબૂત કરવા સાત દિવસ સિંઘુ બોર્ડરે રહેશે.
  • પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ભાજપના નેતાઓનો વિરોધ કરવાનો ક્રમ જારી, રોહતક ખાતે હરિયાણાના ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાનો કાળા વાવટા ફરકાવી વિરોધ કરાયો.
  • પંજાબના લુધિયાણામાં ભાજપા નેતાની બેઠકનો વિરોધ કરવા મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા
  • ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય પૂરનપુર, પલીભીતમાં કાળા ઝંડાના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
  • ખેડૂત આંદોલન સાથે એકજૂટતાની અભિવ્યક્તિના રૂપમાં કેરલમાં ગાંધિયન ક્લેક્ટિવ દ્વારા 5 ઓગસ્ટથી 9મી ઓગસ્ટ (ભારત છોડો દિવસ) દરમિયાન સો કલાકના ઉપવાસ અને સત્યાગ્રહનું આયોજન કોટ્ટાયમ જિલ્લામાં ભરનંગનમ ખાતે કરવામાં આવી રહ્યું છે, જેને કૃષિ ખાદ્ય અને સ્વાસ્થ્ય સ્વરાજ સત્યાગ્રહ સામે કોર્પોરેટ રાજ નામ આપવામાં આવ્યું છે.

Share your comments

Subscribe Magazine

More on News

More