કોરોના મહામારી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને આપી સહાય જાણો શું કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે. મોદીએ ગુરૂવારનાં મણિપુરને એક નવી ભેટ આપી છે. ‘હર ઘર જલ’ મિશન અંતર્ગત અહીં વૉટર સપ્લાય પ્રોજેક્ટની આધારશિલા રાખવામાં આવી. જ્યાં સુધી વેક્સિન નથી આવી જતી, આપણે મજબૂતીથી લડતા રહેવાનું છે. PMએ આ પ્રોજેક્ટને રક્ષા બંધનનાં અવસર પર બહેનો માટે ગિફ્ટ ગણાવી છે. આ દરમિયાન પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોના સંકટ કાળમાં પણ દેશ રોકાયો નથી, દેશ થંભ્યો નથી અને દેશ થાક્યો નથી. પીએમ મોદીએ કહ્યું કે, નૉર્થ-ઈસ્ટનાં લોકોને લોકલ પર ગર્વ થાય છે, જ્યારે હું ત્યાંનો રૂમાલ પહેરું છું તો લોકોને ગર્વ થાય છે.
રાજ્યમાં લગભગ 25 લાખ લોકોને મફત અનાજ મળ્યું
બંબૂનાં ક્ષેત્રે પણ નૉર્થ-ઈસ્ટને લાભ થશે. પીએમ મોદીએ કહ્યું કે, કેન્દ્ર તરફથી રાજ્ય સરકારને સતત મદદ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર કોરોનાને પહોંચી વળવામાં લાગી છે. પીએમએ કહ્યું કે રોજ એક લાખ પાણીનાં કનેક્શન આપવામાં આવી રહ્યા છે. પોતાના સંબોધનમાં વડાપ્રધાને ભરોસો વ્યક્ત કર્યો કે પૂર્વોત્તરમાં પૂરથી પ્રભાવિત રાજ્યોને કેન્દ્ર તરફથી સતત મદદ કરવામાં આવી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે, રાજ્યમાં લગભગ 25 લાખ લોકોને મફત અનાજ મળ્યું છે, દોઢ લાખથી વધારે મહિલાઓને મફત ગેસ સિલિન્ડર મળ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, આજનાં જળ પ્રોજેક્ટથી ફક્ત આજે નહીં, પરંતુ ભવિષ્યની પેઢીને પણ ફાયદો થવાનો છે. લોકોને સ્વસ્થ રાખવા અને રોજગાર આપવાનું પણ કામ કરશે.
આત્મનિર્ભર ભારત માટે પૂર્વોત્તરનો વિકાસ ઘણો જરૂરી
સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, સરકાર તરફથી વીજળી, રસ્તા અને રોજગાર આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આત્મનિર્ભર ભારત માટે પૂર્વોત્તરનો વિકાસ ઘણો જરૂરી છે. આનાથી આપણા પાડોશી દેશો સાથે પણ સંબંધ સારા થશે. સરકાર તરફથી કનેક્ટિવિટીને વધારવાનું કામ જરૂરી છે, એક શુદ્ધ પાણીની ઉણપ રહેતી હતી જે ધીરે-ધીરે પૂર્ણ કરવામાં આવી રહી છે. પાણી કનેક્શન સાથે-સાથે ગેસ પાઇપલાઇન પણ લગાવવામાં આવશે.
Share your comments