Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

પ્રધાનમંત્રી કિસાન સહાયનો કૂકડો 4 વર્ષે બોલ્યો

ભાજપ સરકારે ખેડૂતો પર કિસાન સહાયની ભૂરકી છાંટીને પોતાનું ધાર્યું નિશાન પાર પણ પાડી લીધું હતુ.

Sukhadev Thakor
Sukhadev Thakor

ભાજપ સરકારે ખેડૂતો પર કિસાન સહાયની ભૂરકી છાંટીને પોતાનું ધાર્યું નિશાન પાર પણ પાડી લીધું હતુ.

ખેડૂતોના ખાતામાં 220 કરોડ જેટલી માતબર રકમ જમા થઇ

ગુજરાતમાં 2.36 લાખ સરકારની ગાઇડ લાઇન બહાર આવતા ખેડૂતોના ખાતામાં 220 કરોડ જેટલી માતબર રકમ જમા થઇ ગઇ છે. આ રકમ પરત મેળવવા કેન્દ્રના કૃષિ મંત્રાલયે કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લી લોકસભાની ચૂંટણી પૂર્વે દેશના કિસાનોના મત અંકે કરવા માટે જ પ્રધાનમંત્રી કિસાન સહાય યોજના પેશ કરવામાં આવી હતી. ખરેખર ભાજપ સરકારે ખેડૂતો પર કિસાન સહાયની ભૂરકી છાંટીને પોતાનું ધાર્યું નિશાન પાર પણ પાડી લીધું હતું. પ્રધાનમંત્રી કિસાન સહાય યોજના એટલે વર્ષમાં રૂ.2000 ત્રણ હપ્તે વાર્ષિક રૂ.6000 આપવા. કરોડો કિસાનોના ખાતામાં વચનબધ્ધ થયેલ સરકારે પ્રતિવર્ષ આ રકમ નાખી છે.

સહાય યોજના લોન્ચ

આધારકાર્ડ ખરેખર તો દરેક માણસની જન્મકુંડળી છે. કોઇપણ સરકારી કામમાં આ જન્મકુંડળી જોડ્યા પછી જ આગળ કામ થાય છે, એ આપણે ન ભૂલવું જોઇએ. આપણી પાસે ખેતી સિવાયના કેટલા ધંધા છે, વાર્ષિક આવક કેટલી છે, બેંક બેલેન્સ કેટલી છે વિગેરે વિગતો સરકાર આધારકાર્ડદ્રારા ઘડીના છઠ્ઠા ભાગમાં જોઇ શકે છે. ખરા અર્થમાં તો સરકારે નાના અને જેની આજીવિકા માત્ર ખેતી જ છે, એના માટે આ સહાય યોજના લોન્ચ કરી હતી. આ યોજનાની ગાઇડ લાઇન બહાર આવતા લાખો ખેડૂતોએ પણ અરજીઓ કરી દીધી હતી.

કેન્દ્રિય કૃષિ મંત્રાલયે ચોંકાવનારી વિગતો તારવીને બતાવી

સુખીસંપન્ન ખેડૂતોને એમ કે અમે હોશિયાર છીએ, પરંતુ સરકારને જરાય ભોટ ન સમજવી. ગુજરાત પુરતી જ વાત કરીએ તો કેન્દ્રિય કૃષિ મંત્રાલયે ચોંકાવનારી વિગતો તારવીને બતાવી છે કે ઇન્કમટેક્સ ભરનારા કિસાનોએ પણ સહાયનો લાભ ઉઠાવ્યો છે. ગુજરાતમાં 2.36 લાખ સરકારની ગાઇડ લાઇન બહાર આવતા ખેડૂતોના ખાતામાં 220 કરોડ જેટલી માતબર રકમ જમા થઇ ગઇ છે. આ રકમ પરત મેળવવા કેન્દ્રના કૃષિ મંત્રાલયે કાર્યવાહી હાથ ધરી છે.

Share your comments

Subscribe Magazine

More on News

More