
વધતી જતી મોંઘવારીને કારણે હાલ લોકોનું બજેટ ખોરવાયુ છે, અને લોકોને ભારે પરેશાનીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ત્યારે થોડા દિવસ અગાઉ લીંબુનો ભાવ આસમાને પહોંચી ગયો હતો. ત્યારબાદ હવે લીલી શાકભાજીનો ભાવ ખૂબ જ વધી ગયો છે.
ગરમીના તાપમાનની જેમ જ લીલા શાકભાજીના ભાવમાં વધારો
ગરમી વધવાની સાથે લીલા શાકભાજીના ભાવમાં વધારો થઇ રહ્યો છે. તાજેતરમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચતા લીલા શાકભાજીની આવક ઓછી થઈ છે. ત્યારે લીંબુના ભાવ સાથે લીલા શાકભાજીની આવક ઓછી થવાની સાથે માંગ વધતા લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો છે.
લોકોને સહન કરવો પડી રહ્યો છે મોંઘવારીનો માર
દેશભરમાં સામાન્ય માણસ ગરમીની સાથે જ પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને રસોઈ ગેસ પર મોંઘવારી Inflation નો માર સહન કરી રહ્યો છે ત્યારે લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો છે. ગરમીને લીધે લીલા શાકભાજીની આવક માર્કેટમાં ઓછી થવાની સાથે માંગમાં વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં લીલા શાકભાજીના ભાવ ડબલ થઇ ગયા છે. એપીએમસી (APMC) શાકભાજીના વેપારીઓનું કહેવું છે કે, ગરમી વધવાની સાથે લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે.
આ ઉપરાંત ગરમીના કારણે લીલા શાકભાજી જલ્દી ખરાબ થઇ જતા હોવાથી વેપારીઓને તેનું નુકસાન વધારે આવતું હોય છે. આ બધા સમીકરણોના કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. હજી પણ લીંબુના ભાવમાં ઘટાડો થયો નથી.
આ પણ વાંચો : લીંબુનો ભાવ 400ની નજીક પહોંચ્યો ,લીંબુની જગ્યાએ કરો આ વસ્તુઓનું સેવન
શાકભાજી અને તેમના ભાવની લિસ્ટ :
શાકભાજી Vegetables |
એપીએમસી APMC |
છૂટકભાવ Retail Price |
15 |
30 |
|
ડુંગળી |
14 |
25 |
રવૈયા |
35 |
50 |
કોબીજ |
16 |
40 |
ફલાવર |
30 |
60 |
ટામેટા |
40 |
70 |
દૂધી |
20 |
40 |
25 |
40 |
|
કાકડી |
30 |
60 |
કારેલા |
40 |
60 |
ગવાર |
35 |
60 |
ચોળી |
90 |
100 |
એક અઠવાડિયામાં જ શાકભાજીના ભાવમાં વધારો
દર વર્ષે ઉનાળામાં શાકભાજીના આવકમાં ઘટાડો થતો હોય છે. તાજેતરમાં ગરમીના કારણે લીલા શાકભાજીની આવકમાં ઘટી છે. પરંતુ કોરોના બાદ લીલા શાકભાજીની માંગ પણ વધી છે. ત્યારે મહત્વની વાત છે કે એક સપ્તાહમાં જ લીલા શાકભાજીના ભાવમાં 10-15 ટકા જેટલો વધારો થયો છે.
માલભાડા વધતાં ભાવમાં ઉછાળો
પેટ્રોલ અને ડીઝલમાં છેલ્લા 10 દિવસમાં 8 રૂપિયાનો વધારો થયો છે. જેના કારણે માલભાડામાં પણ વધારો થયો છે. અને જેની અસર શાકભાજીના ભાવ પર પડી છે.
આ પણ વાંચો : ઓફ સિઝનમાં કરો શાકભાજીની ખેતી
Share your comments