વિકાસના નવા યુગની શરૂઆત
ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ ગુજરાતમાં દીનદયાળ પોર્ટ ઑથોરિટી, કંડલાની રૂ.280 કરોડથી વધારે કિંમતની ચાર મહત્ત્વપૂર્ણ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સ પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરશે અને તેની લોજિસ્ટિક્સ કામગીરીને વેગ આપવાની સાથે-સાથે તેના સંપૂર્ણ અંતરિયાળ વિસ્તારો માટે એકંદરે આર્થિક વૃદ્ધિ પણ વધારશે. આ પ્રોજેક્ટ્સથી જહાજના ટર્નઅરાઉન્ડ ટાઇમમાં વધુ સુધારો થવાની સાથે બંદરની કાર્ગો હૅન્ડલિંગ ક્ષમતામાં પણ સુધારો થશે અને કાર્ગોનું ઝડપથી સ્થળાંતર થશે.
રૂ. 69.51 કરોડના પ્રોજેક્ટ ખર્ચ સાથે કાર્ગો જેટી એરિયાની અંદર નવાં ડોમ આકારનાં ગોડાઉનોનાં નિર્માણના પ્રોજેક્ટ હેઠળ કામગીરી માટેની ઊંચાઈમાં વધારો થશે, જેનાં પરિણામે કાર્ગો હૅન્ડલિંગ વધશે, જે પાંચમી પેઢીનાં ટ્રક/ટ્રાન્સપોર્ટ વાહનો દ્વારા હાઈડ્રોલિક સિસ્ટમનાં માધ્યમથી બલ્ક કાર્ગોનાં અનલોડિંગ માટે પણ અનુકૂળ રહેશે.
રૂ. 80 કરોડના પ્રોજેક્ટ ખર્ચ સાથે કાર્ગો જેટી વિસ્તારની અંદર 66 હૅક્ટર વિસ્તારમાં પ્લોટ્સ અને સ્ટોર્મ વૉટર ડ્રૅન્સને અપગ્રેડ કરવાથી પ્લોટ્સ/સ્ટોરેજ એરિયા અપગ્રેડ થશે, જેમાં કોંક્રિટ રોડ, સ્ટોર્મ વોટર ડ્રૅન નેટવર્ક, ઇલેક્ટ્રિકલ કૅબલ માટે પાઇપ નીક, પેવિંગ અને શ્રમિકોની સુવિધા, પીવાનું પાણી, શૌચાલયો અને કામદારો માટે આરામ-ગૃહો જેવી સુવિધાઓ જેવી યુટિલિટી સેવાઓ સામેલ છે.
રૂ. 47 કરોડના પ્રોજેક્ટ ખર્ચ સાથે કાર્ગો જેટી એરિયાની અંદર અન્ય 40 હૅક્ટર વિસ્તારમાં પ્લોટ્સ, રોડ અને સ્ટોર્મ વોટર ડ્રૅન્સને અપગ્રેડ કરવાથી કસ્ટમ બોન્ડેડ એરિયાની અંદર સંચાલન અને સંગ્રહ ક્ષમતામાં વધારો થશે તથા 8.8 લાખ મેટ્રિક ટનની ક્ષમતા સાથે ડ્રાય કાર્ગોની આયાત/નિકાસને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે.
રૂ. 87.32 કરોડના પ્રોજેક્ટનાં ખર્ચ સાથે ટુના માર્ગને ટુ લેનમાંથી ફોર લેનમાં અપગ્રેડ કરવાની પરિયોજનાનાં પરિણામે દર પર ટ્રાફિક હૅન્ડલિંગમાં વધારાને જોતા કાર્ગોનું સ્થળાંતર ઝડપથી થશે, અને ભાવિ પોર્ટ ટ્રાફિકને સાતત્યપૂર્ણ રીતે સંતુલિત કરશે. તે બંદરને રાષ્ટ્રીય રાજમાર્ગથી બહુ ઇચ્છિત કનેક્ટિવિટી પ્રદાન કરશે અને ગતિ શક્તિને અનુરૂપ બંદર તરફના માર્ગોને દેખાવમાં સુધારો પ્રદાન કરશે. આ પ્રોજેક્ટથી પીપીપી ધોરણે ડી.પી.એ. દ્વારા વિકસિત કરવામાં આવતી સૂચિત જેટીઓને પણ ફાયદો થશે.
રાષ્ટ્રપતિએ કાર્ગો હૅન્ડલિંગની દ્રષ્ટિએ દેશનું પ્રથમ નંબરનું બંદર બનવાની દીનદયાળ પોર્ટની સિદ્ધિને બિરદાવી હતી અને ગુજરાતનાં બંદરો સમગ્ર દેશના લગભગ 40 ટકા કાર્ગોનું સંચાલન કરે છે તેની પ્રશંસા કરી હતી. તેમણે બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયની સિદ્ધિઓ તથા આ યોજનાઓનાં માધ્યમથી દીનદયાળ બંદરની કાર્ગો સંચાલન ક્ષમતા વધારવા માટેના તેના વિવિધ પ્રયાસોની પ્રશંસા પણ કરી હતી, જે સંપૂર્ણ પ્રદેશ માટે લાભદાયક સાબિત થશે.
બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયની દીનદયાળ પોર્ટ ઓથોરિટી-કંડલા (ડીપીએ)એ ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ બે ત્રિમાસિક ગાળામાં 70.14 એમએમટી કાર્ગોનું સંચાલન કરીને ગયા નાણાકીય વર્ષના સમાન ગાળાની સરખામણીએ 17.22 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી અને જુલાઈ, 2022માં 12.04 એમએમટી કાર્ગોનું સંચાલન કર્યું હતું, જે અત્યાર સુધીમાં એક જ મહિનામાં સર્વકાલીન સૌથી વધુ હૅન્ડલિંગ છે. આ બંદરે વર્ષ 2021-22 માટે અત્યાર સુધીમાં સૌથી વધુ 127.1 એમએમટી કાર્ગોનું સંચાલન કર્યું હતું. આ બંદરે કંડલાના બંદર બેસિન જેટી એરિયા ખાતે 4 સુપર ઓવર ડાયમેન્શન પૅકેજ કાર્ગોના રોલ ઓફનું પણ સંચાલન કર્યું હતું. ડીપીએ, કંડલાએ મેસર્સ સીઈએલની ભાગીદારીમાં બંદર પર ગેટ કામગીરીનું સંપૂર્ણ ઓટોમેશન પણ વધાર્યું છે અને મેસર્સ.એન.આઈ.એસ.જી.નાં માર્ગદર્શનમાં આરએફઆઈડી આધારિત ઍક્સેસ કન્ટ્રોલ સિસ્ટમ "ઈ-દ્રષ્ટિ" શરૂ કરી છે.
બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયે ભારતમાં બંદર ક્ષેત્રના વિકાસ માટે પોતાની પ્રતિબદ્ધતાનાં ભાગરૂપે ગુજરાત રાજ્યમાં સાગરમાલા કાર્યક્રમ અંતર્ગત રૂ. 57,000 કરોડનાં મૂલ્યના 74 પ્રોજેક્ટ્સની ઓળખ કરી છે. જેમાંથી રૂ. 9,000 કરોડનાં મૂલ્યનાં 15 પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા છે; રૂ. 25,000 કરોડથી વધારે મૂલ્યના 33 પ્રોજેક્ટ્સ અમલમાં છે અને રૂ. 22,700 કરોડનાં મૂલ્યના 26 પ્રોજેક્ટ્સનાં વિકાસ હેઠળ છે. આ પ્રોજેક્ટ્સ સેન્ટ્રલ લાઇન મંત્રાલયો, મુખ્ય બંદરો, રાજ્ય મેરીટાઇમ બૉર્ડ અને અન્ય રાજ્ય એજન્સીઓ દ્વારા અમલમાં મૂકવામાં આવી રહ્યા છે.
ભારતનાં રાષ્ટ્રપતિએ તેમની ગુજરાત મુલાકાત દરમિયાન હૉસ્પિટલ ઈમારતો, સિંચાઈ યોજનાઓ, માર્ગ કનેક્ટિવિટી અને બંદરો સાથે સંબંધિત કુલ રૂ.1300 કરોડથી વધુનાં મૂલ્યની વિવિધ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યાં છે. આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત; ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ; ભારત સરકારના બંદરો, શિપિંગ અને જળમાર્ગો અને પ્રવાસન રાજ્ય મંત્રી શ્રી શ્રીપદ યેસો નાઇક; ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ; ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશ પટેલ; ગુજરાત સરકારનાં આદિજાતિ વિકાસ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર; બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી ભૂષણ કુમાર તથા દીનદયાળ પોર્ટ ઑથોરિટી-કંડલાના ચેરમેન શ્રી એસ. કે. મહેતા, આઇએફએસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પણ વાંચો:PM કિસાન યોજનાના નિયમો બદલાયા, ખેડૂતોએ કરવું પડશે હવે આ કામ
Share your comments