Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કિસાનોને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ અને ખાતર-બિયારણ મળી રહે તે મુદ્દે રજુઆત

ખેડૂતોના ખેત પેદાસોના પોષણક્ષમ ભાવ આપવામાં આવે તથા ખાતર બિયારણ જંતુનાશક દવા વગેરેમાં રાહત આપવામાં આવે તે અંગે સોમનાથના ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆત કરેલ છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
ખેડૂત
ખેડૂત

સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચૂડાસમા દ્વારા સરકાર સમક્ષ માંગ

ખેડૂતોના ખેત પેદાસોના પોષણક્ષમ ભાવ આપવામાં આવે તથા ખાતર બિયારણ જંતુનાશક દવા વગેરેમાં રાહત આપવામાં આવે તે અંગે સોમનાથના ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆત કરેલ છે.

સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા દ્વારા સરકારમાં કરાયેલ રજૂઆતમાં જણાવેલ કે, કોરોના મહામારી કોવિડ-19 ના કારણે લોકડાઉન જાહેર કરેલ તે સમય દરમ્યાન સોમનાથ વિધાનસભા તથા ગીર સોમનાથ અને જુનાગઢ જીલ્લાના તથા સમગ્ર ગુજરાતના ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં આવી ગયેલ છે, લોકડાઉન દરમ્યાન ખેડૂતોના ખેત પેદાસોના પુરતા પોષણક્ષમ ભાવ પણ મળતા નથી આ બાબતે ખેડૂતો દ્વારા આંદોલન કરી રહેલ છે. તેવા સમયમાં ખાતર, જંતુનાશક દવા, મોઘાડાટ મળી રહેલ છે.

આથી તેઓના પરીવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ થઇ ગયેલ છે અને તેઓ આર્થિક સક્રમણનો સામનો કરી રહેલ છે, સરકાર દ્વારા ખાતર, જંતુનાશક દવા, તથા ખેતીના ઓજાર ખરીદવા માટે પંચાસ ટકા રાહત આપવામાં આવે અને તમામ ખેડૂતોએ લીધેલ પાક ધીરાણનું વ્યાજ માફ કરવામાં આવે અને નવા ધીરાણ વગર વ્યાજે આપવામાં આવે તથા ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ આપવામાં આવે તેવી માંગ કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

Share your comments

Subscribe Magazine

More on News

More