Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

સરકારી શાળાઓમાં ફળોના બગીચા સ્થાપવાની તૈયારીઓ, બનશે આવકનું સાધન

પંજાબના આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન (Bhagwant Mann) ની આગેવાની હેઠળની રાજ્ય સરકારે રાજ્યમાં બાગાયતને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની સરકારી શાળાઓમાં ફળોના વૃક્ષો વાવવાનો નિર્ણય કર્યો છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
orchards in government schools
orchards in government schools

પંજાબ સરકારનું આ અભિયાન સમગ્ર રાજ્યમાં 15 જુલાઈ 2022થી શરૂ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં સરકારી શાળાઓમાં 1.25 લાખથી વધુ ફળોના વૃક્ષો વાવવામાં આવશે.

આ નિર્ણય અંગે માહિતી આપતાં રાજ્યના બાગાયત મંત્રી ફૌજા સિંહ સરારીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કૃષિ વૈવિધ્યકરણના વિસ્તાર પર વિશેષ ધ્યાન આપી રહી છે જેથી ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે અને તેઓને  ઘઉં-ડાંગરના ચક્કર માંથી બહાર  કાઢી શકાય છે.

આ પણ વાંચો:હાથ ખર્ચ માટે મળશે આટલા પૈસા, બસ આપવા પડશે માત્ર આ 5 દસ્તાવેજ

તેમણે કહ્યું કે ફળોના છોડ વાવવાના આ અભિયાનના આગામી તબક્કામાં રાજ્યમાં વહેતી નદીઓ, બીન નાળાઓ અને રસ્તાઓ કિનારે ફળોના છોડનું વાવેતર કરવામાં આવશે. તેમણે કહ્યું કે બાગાયત વિભાગ દ્વારા રોપવામાં આવનાર આ છોડની કાળજી પણ સુનિશ્ચિત કરવામાં આવશે. આ પ્રસંગે તેમણે બાગાયત વિભાગની કામગીરીની પણ સમીક્ષા કરી હતી અને અધિકારીઓને પંજાબ સરકારની માલિકીની ખાલી પડેલી સરકારી જમીન પર બગીચાના વાવેતર માટે નીતિ બનાવવા સૂચના આપી હતી.

આ પણ વાંચો:PM Kisan Yojana: 12મા હપ્તાથી વંચિત ન રહેવું હોય તો ખેડૂતોએ આ કામ જરૂરથી કરી લે

Share your comments

Subscribe Magazine

More on News

More