
આ પણ વાંચો : ઇન્સેક્ટિસિડ્સ ઇન્ડિયા લિમિટેડ (જંતુનાશકો) કંપનીને તેમના શ્રેષ્ઠતા નિકાસ પુરસ્કારોમાં ગોલ્ડ અને સિલ્વર એવોર્ડ મળ્યા
પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડે નેચરલ ગેસ સેક્ટર - યુનિફાઇડ ટેરિફમાં બહુપ્રતિક્ષિત સુધારાના અમલીકરણની શરૂઆત કરી છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઉર્જા અને કુદરતી ગેસ ક્ષેત્રે આ એક નોંધપાત્ર સુધારો છે. બસ આ જ રીતે દરેકે પોતાનું કાર્ય કરતા રહેવાનું છે.સાથે દેશને પણ આગળ વધારવા માં મદદ કરવાની છે. લોકોને કુદરતી ગેસ ક્ષેત્રે વધુ ને વધુ લાભ મળે તેના માટેના બાધજ પ્રયત્નોને પુરા કરવાનો અમારો લક્ષ્યાંક છે.
ટ્વીટ્સની શ્રેણીમાં, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીએ માહિતી આપી હતી કે દેશના તમામ ક્ષેત્રોના આર્થિક વિકાસના ઉદ્દેશ્યને અનુરૂપ, PNGRB એ કુદરતી ગેસ ક્ષેત્રમાં બહુપ્રતિક્ષિત સુધારાનો અમલ શરૂ કર્યો છે.
શ્રી પુરીએ એ પણ માહિતી આપી હતી કે આ ટેરિફ વ્યવસ્થા ભારતને 'વન નેશન વન ગ્રીડ વન ટેરિફ' મોડલ હાંસલ કરવામાં મદદ કરશે અને દૂરના વિસ્તારોમાં ગેસ માર્કેટને પણ પ્રોત્સાહન આપશે.
કેન્દ્રીય પ્રધાન દ્વારા શ્રેણીબદ્ધ ટ્વીટ્સનો જવાબ આપતા, વડા પ્રધાને તેમના ટ્વિટમાં કહ્યું;
"ઊર્જા અને કુદરતી ગેસ ક્ષેત્રમાં નોંધપાત્ર સુધારાઓ."
Share your comments