ખેડૂતોને રાહત આપવા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સતત પ્રયાસ કરી રહી છે. ઉપરાંત કેન્દ્ર સરકાર અનેક યોજનાઓ દ્વારા ખેડૂતોને લાભ પ્રદાન કરી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પણ આ યોજનાઓમાંની એક યોજના છે. ગત મહિનાની 14મી તારીખે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આઠમો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે. આ દરમિયાન દેશના 9 કરોડ ખેડુતોના બેંક ખાતાઓમાં 19,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા દર વર્ષે 6,000 રૂપિયાની સહાય રકમ ખેડૂતોને આપવામાં આવે છે. આ રકમ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. આ નાણાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. દેશમાં પીએમ કિસાન યોજના હેઠળ લગભગ 11.74 કરોડ લાભાર્થીઓ છે.
ખેડૂત પોતાના એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાંથી ગૂગલ પ્લે સ્ટોરથી પીએમ કિસાન યોજના એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકે છે. તમને આ એપ્લિકેશનમાં બધી માહિતી મળશે. ઉપરાંત આ યોજના સાથે સંબંધિત અપડેટ માહિતી પણ એપ્લિકેશન પર ઉપલબ્ધ છે.
કેવી રીતે જોઈ શકાય રિજેક્ટેડ લિસ્ટ ?
જે ખેડુતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જાહેર કરાયેલો આઠમો હપ્તો મળ્યો નથી, તેઓ નામંજૂર યાદી જોઈ શકશે. આનથી તમે જાણી શકશો કે જેના કારણે આઠમા હપ્તાના પૈસા તમારા ખાતામાં આવ્યા નથી. આ સિવાય તમે પીએમ કિસાનની વેબસાઇટ પર પણ તમારું નામ ચકાસી શકો છો.
યોજના સંબંધિત અપડેટ માહિતી મેળવવા માટે તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના https://pmkisan.gov.in/ ની સત્તાવાર વેબસાઇટ પણ જોઈ શકો છો. આ લિંક ખોલ્યા પછી ડેશબોર્ડ તમારી સામે ખુલશે.
આ પછી તમારે તમારી માહિતી વેબસાઇટ પર જણાવવાની રહેશે. ત્યાં તમારે આપેલા ઓપ્શન પર એક પછી એક ક્લિક કરવું પડશે. બધી વિગતો ભર્યા પછી શો વિકલ્પ પર ક્લિક કરો.
ત્યારબાદ તમારા સ્ક્રિન પર પીએમ કિસાન રિજેક્ટેડ સ્ટેટ્સ દેખાશે. આ સૂચિ દ્વારા તમે શોધી શકો છો કે તમને કિસાન યોજનાની રકમ કેમ નથી મળી. આ સાથે તે પણ જાણી શકશો કે તમારી અરજી કેમ રદ કરવામાં આવી છે અને આ યોજનાનો લાભ લેવા માટે શું કરવું પડશે.
અરજી કેમ રિજેક્ટ થાય છે?
મેળ ન ખાતી બેંક ખાતાના નંબર અથવા ખોટા આઈએફએસસી કોડને કારણે તમારી અરજી નામંજૂર થઈ શકે છે. તેથી પીએમ કિસાન યોજના હેઠળ લાભ લેવા માટેની અરજી સબમિટ કરતી વખતે જ આનું ખાસ ધ્યાન રાખો. આ સિવાય ફોર્મ ભરવામાં કોઈ ભૂલ ન કરો.
નામંજૂર યાદીમાં તે ખેડુતોનાં નામ પણ હોય છે જે યોજનાનો લાભ લેવા પાત્ર નથી. વાસ્તવમાં પીએમ કિસાનનો લાભ લેવા સરકારે કેટલાક પાયાના ધોરણો નક્કી કર્યા છે. જો ખેડૂત જરૂરી માપદંડને પૂર્ણ કરતો નથી અથવા જો તેણે ખોટો ડેટા અપલોડ કર્યો છે તો તેની અરજી નામંજૂર કરવામાં આવે છે.
આ સિવાય તમે પીએમ કિસાનની વેબસાઇટની મુલાકાત લઈને પણ આ યોજના સંબંધિત તમારી સ્થિતિ ચકાસી શકો છો. આ સિવાય કોઈપણ પ્રકારની સમસ્યા માટે તમે 011-24300606 પર પીએમ કિસાન યોજનાની હેલ્પલાઈન પર કોલ કરી શકો છો.
ઉલ્લેખનીય છે કે, ખેડૂતોને રાહત આપવા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સતત પ્રયાસ કરી રહી છે. ઉપરાંત કેન્દ્ર સરકાર અનેક યોજનાઓ દ્વારા ખેડૂતોને લાભ પ્રદાન કરી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પણ આ યોજનાઓમાંની એક યોજના છે. ગત મહિનાની 14મી તારીખે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આઠમો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે. આ દરમિયાન દેશના 9 કરોડ ખેડુતોના બેંક ખાતાઓમાં 19,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
Share your comments