Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચે આવશે ગુજરાત, અનેક કાર્યક્રમોમાં લેશે ભાગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવવાના છે. કોરોનાકાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈ મોટા જાહેર કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાત આવી રહ્યા છે. સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવશે.

Himanee Chauhan
Himanee Chauhan
Pm Narendra Modi
Pm Narendra Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવવાના છે. કોરોનાકાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈ મોટા જાહેર કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાત આવી રહ્યા છે. સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવશે. ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ 48 કલાકમાં પહેલીવાર બંને નેતા ગુજરાતમાં એક સાથે પ્રવાસે આવશે.

વિધાનસભામાં 11મી માર્ચે નહીં મળે સત્ર

આ વર્ષે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવવા જઈ રહી છે, ત્યારે ચૂંટણી પહેલાં જ રાજ્યમાં રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતમાં કાર્યક્રમને લઈને આખી સરકાર વ્યસ્ત હોવાથી 11મી માર્ચ એટલે કે શુક્રવારનું વિધાનસભાનું સત્ર રદ કરવામાં આવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મીથી બે દિવસના ગુજરાત પ્રવાસને લઈને શુક્રવારે વિધાનસભાનું બજેટસત્ર નહીં મળે. વિધાનસભાની પરંપરા મુજબ શુક્રવારે બજેટની એક જ બેઠક હોય છે. જોકે આ સત્રમાં PM નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના હોવાથી શુક્રવારે એક દિવસની રજા રાખવામાં આવશે, જેની જગ્યાએ આગામી 16 માર્ચે બે બેઠક મળશે.

ભાજપ કોર ગ્રુપની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમ અંગે અને રોડ શો સહિત સમગ્ર કાર્યક્રમની ચર્ચા થઈ હતી.

PM મોદીનો 2 દિવસીય કાર્યક્રમ

વડાપ્રધાન મોદી 11 માર્ચના રોજ સવારે 10:00 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

- એરપોર્ટથી કમલમ્ સુધી રોડ શો યોજાશે

- સવારે 10.45થી 1.30 વાગ્યા સુધી પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે બેઠક ગુજરાતનુ આયોજન કરવામાં આવશે

- ભાજપના તમામ 500થી વધુ નેતાઓ સાથે વડાપ્રધાન મોદી બેઠક કરશે

- બપોરે 4:00 વાગ્યા સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવન ખાતે રોકાણ કરશે

- સાંજે 4:00થી 5:30 વાગ્યા સુધી વડાપ્રધાન GMDC ખાતે પંચાયત મહા સંમેલનમાં હાજરી આપશે

- સાંજે 6:00થી 8:00 વાગ્યા સુધી પીએમ મોદી રાજભવન ખાતે બેઠકો યોજશે

- વડાપ્રધાન રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે

- PM મોદી 12 માર્ચે સવારે 10:00 કલાકે રક્ષા શક્તિ યુનિવર્સિટી જવા રવાના થશે

- 11:00 થી 1:00 વાગ્યા સુધી રક્ષા શક્તિ યુનિ.નો પદવીદાન કાર્યક્રમ યોજાશે, કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાજભવન ખાતે સાંજે 6:30 કલાકે અમદાવાદમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવાશે. પીએમ જનતાને સંબોધિત પણ કરશે અને ત્યારબાદ તેઓ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે. બે દિવસ દરમિયાન વીઆઈપી તથા વીવીઆઈપી લોકોની સગવડ સચવાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર દ્વારા રસ્તાઓના ડાયવર્ઝનને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 

જોકે આ સમય દરમિયાન કાર્યક્રમ સાથે સંકળાયેલા વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથ અવર-જવર કરનારાઓને આ જાહેરનામું નહીં લાગુ પડે. 

PM મોદીના આગમનને લઈને તૈયારી પુરજોશમાં  

એરપોર્ટથી કમલમ સુધી વડાપ્રધાનના ભવ્ય સ્વાગતની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આ તૈયારીઓની સમીક્ષા ભાજપના નેતાઓ, ધારાસભ્યો, મેયર, કમિટી ચેરમેનોએ કરી હતી. અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરાબ્રિજ સુધી 1 લાખની માનવ સાંકળ બનવવામાં આવશે. એરપોર્ટથી કમલમ સુધીની વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહે એ માટે નાનામાં નાની વસ્તુઓ અને આયોજન અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને વોક-વેનું લોકાર્પણ કરશે

ગુજરાતના પ્રવાસમાં વડાપ્રધાન મોદીના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ પાલડી નજીક તૈયાર કરાયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેસ તથા પશ્ચિમ અને પૂર્વ ફ્રન્ટને જોડતા વોક-વેનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

આ પણ વાંચો : કેસર પ્રેમીઓ માટે માઠા સમાચાર, આ વર્ષે કેરીના ઉત્પાદનમાં 30 ટકાનો ઘટાડો-બજારમાં આ મહિનામાં આવશે કેરી

આ પણ વાંચો : 31 માર્ચ પહેલાં કરી લો આ કામ નહિતર થઈ શકે છે નુકસાન

Share your comments

Subscribe Magazine

More on News

More