વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને નાદુરસ્ત તબિયતને કારણે સવારે યુ.એન.મહેતા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.
યુ.એન.મહેતા હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. તેમના તમામ રિપોર્ટો કરાયા બાદ હાલ ચોથા માળ પર સારવાર કરવામાં આવી રહી છે. તેમની છ એક્સપર્ટ ડોક્ટર તેમજ અન્ય એક્સપર્ટ સ્ટાફને સાથે રાખીને ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે.હાલ હીરાબા તબિયત સુધારા પર છે. આ અંગે સમાચાર મળતાં જ વડાપ્રધાન મોદી દિલ્હીથી અમદાવાદ આવવા નીકળ્યા હતા. તેઓ સાંજે 4 વાગ્યે યુ.એન.મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે માતાના સ્વાસ્થ્ય અંગે નિષ્ણાત તબીબો સાથે વાતચીત કરી હતી. યુ.એન.મહેતાએ બપોરે સત્તાવાર રીતે હીરાબાની તબિયત સુધારા પર હોવાનું હેલ્થ બુલેટિન રિલીઝ કર્યું હતું. જ્યારે ટૂંક સમયમાં જ બીજું મેડિકલ બુલેટિન આવવાની શક્યતા છે.
આ પણ વાંચો:૨૦૨૨માં ખેડૂતો માટે આ એન્ડ્રોઇડ એપ સાબિત થઈ ટોચની 8 એપ્લીકેશન
વડાપ્રધાન મોદી થોડી જ વારમાં હોસ્પિટલ પહોંચ્યા બાદ તેમની માતાને મળશે. જો કે ડોક્ટરોની ટીમે જણાવ્યું છે કે પીએમ મોદીના માતા હીરાબેનની હાલત સ્થિર છે. હાલમાં તે ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર હેઠળ છે.
મુખ્યમંત્રી થોડીવાર રોકાયા બાદ નીકળી ગયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ યુ.એન.મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે હીરાબાની તબિયત અંગે માહિતી મેળવી હતી. વડાપ્રધાનની સાથે રહ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવાના થઈ ગયા હતા.
કેબિનેટ પ્રેસ-બ્રીફિંગ મોકૂફ
અનિવાર્ય સંજોગોને કારણે આજે 4.00 વાગ્યે યોજાનારું કેબિનેટ પ્રેસ-બ્રીફિંગ મોકૂફ રાખવામાં આવ્યું છે.
મંત્રીઓ અને ધારાસભ્યો પણ હીરાબાના ખબર અંતર જાણવા પહોંચ્યા
આ ઉપરાંત આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદના અસારવાનાં ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, ધારાસભ્ય(ગાંધીનગર દક્ષિણ) અલ્પેશ ઠાકોર અમદાવાદના મેયર કિરીટ પરમાર અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યાં હતાં. ત્યાર બાદ વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ હોસ્પિટલ જવા રવાના થઈ ગયા હતા અને સાંજે 4 વાગ્યે હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે તબીબો પાસેથી માતા હીરાબાની તબિયત અંગે માહિતી મેળવી હતી.
મંત્રીઓ અને ધારાસભ્યો પણ પહોંચ્યા હીરાબાના ખબર અંતર જાણવા
આ ઉપરાંત આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદના અસારવાનાં ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, ધારાસભ્ય(ગાંધીનગર દક્ષિણ) અલ્પેશ ઠાકોર અમદાવાદના મેયર કિરીટ પરમાર અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યાં હતાં. ત્યાર બાદ વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ હોસ્પિટલ જવા રવાના થઈ ગયા હતા અને સાંજે 4 વાગ્યે હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે તબીબો પાસેથી માતા હીરાબાની તબિયત અંગે માહિતી મેળવી હતી. યુ.એન.મહેતાએ સત્તાવાર રીતે હીરાબાની તબિયત સુધારા પર હોવાનું હેલ્થ બુલેટિન રિલીઝ કર્યું છે.
રાહુલ ગાંધીએ કર્યું ટ્વીટ
PM મોદીના આગમન પહેલા અમદાવાદ પ્રશાસને હોસ્પિટલની બહાર સુરક્ષા સઘન બનાવી દીધી છે. PM મોદીની માતાની બગડતી તબિયતની માહિતી મળતા જ દેશના નેતાઓએ તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી હતી. આ ક્રમમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યું. તેમણે ટ્વિટ કર્યું કે "મા અને પુત્ર વચ્ચેનો પ્રેમ શાશ્વત અને અમૂલ્ય છે, મોદીજી, આ મુશ્કેલ સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. મને આશા છે કે તમારી માતા જલ્દી સ્વસ્થ થઈ જાય."
एक मां और बेटे के बीच का प्यार अनन्त और अनमोल होता है।
— Rahul Gandhi (@RahulGandhi) December 28, 2022
मोदी जी, इस कठिन समय में मेरा प्यार और समर्थन आपके साथ है। मैं आशा करता हूं आपकी माताजी जल्द से जल्द स्वस्थ हो जाएं।
હોસ્પિટલમાં લોખંડી બંદોબસ્ત
એક્સપર્ટ ડોક્ટર દ્વારા તેમની ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે. તેમજ તબીબો દ્વારા હીરાબાના તમામ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટના રિપોર્ટ આવ્યા બાદ તેમને સારવાર કરવામાં આવી હતી. આ દરમિયાન ડોક્ટરો દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં તેમણે સ્ટેબલ હોવાનું જણાવવામાં આવ્યું હતું. અત્યંત લોખંડી બંદોબસ્ત વચ્ચે હોસ્પિટલના સ્ટાફ સિવાય કોઈને પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.
Share your comments