વડાપ્રધાન મોદીનાં માતા હીરાબા પંચમહાભૂતમાં વિલીન થઈ ગયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે.
આ દુઃખદ ઘટનાની જાણકારી ખુદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આપી હતી.પીએમ મોદીએ ટ્વીટ કરીને હીરાબાના નિધનની જાણકારી આપી હતી. તેમણે લખ્યું - એક ગૌરવપૂર્ણ સદી ભગવાનનાં ચરણોમાં છે. માતામાં મેં હંમેશા એ ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.
शानदार शताब्दी का ईश्वर चरणों में विराम... मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है। pic.twitter.com/yE5xwRogJi
— Narendra Modi (@narendramodi) December 30, 2022
PM મોદી તેમના કર્તવ્યોથી પાછળ નહીં હટે
માતાના નિધનના આ દુઃખદ પળોમાં પણ PM મોદી તેમના કર્તવ્યોથી પાછળ નથી હટ્યા. હાલ જ PMO ઈન્ડિયાના ટ્વિટર એકાઉન્ટ પરથી જાણકારી આપવામાં આવી છે કે વધપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં આજના નિર્ધારિત કાર્યક્રમોમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાશે. આ કાર્યક્રમોમાં કનેક્ટિવિટી સંબંધિત ચાવીરૂપ પ્રોજેક્ટ્સ અને રાષ્ટ્રીય ગંગા કાઉન્સિલની બેઠકનો સમાવેશ થાય છે.' તમને જણાવી દઈએ કે 30મી ડિસેમ્બરના એટલે કે આજે પશ્ચિમ બંગાળમાં રાજ્યના વિકાસના માર્ગ માટે PM મોદી રૂ. 7800 કરોડના ખર્ચે કરાયેલ વિકાસના કામોનું ઉદ્ઘાટન અને તેનો શિલાન્યાસ કરશે.
PM મોદીના પરિવારનું નિવેદન
દુ:ખની ઘડીમાં તમારી પ્રાર્થનાઓ માટે આભાર, આપ સૌને વિનમ્ર પ્રાર્થના કે દિવંગત આત્માને પોતાના વિચારોમાં રાખો અને પોતાના પૂર્વનિર્ધારિત કાર્યક્રમ અને પ્રતિબદ્ધતાઓને યથાવત્ રાખો, આ જ હીરાબાને સાચી શ્રદ્ધાંજલિ હશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનું શુક્રવારે વહેલી સવારે 100 વર્ષની વયે અવસાન થયું. હીરાબેનને બુધવારે સવારે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે અમદાવાદની 'યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર'માં દાખલ કરવામાં આવ્યા હતા.હોસ્પિટલે તેના બુલેટિનમાં જણાવ્યું હતું કે, "હીરાબેન મોદીનું 30 ડિસેમ્બર, 2022ના રોજ સવારે 3.30 વાગ્યે યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું."
નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે રાયસણ પંકજભાઈના ઘરે પહોંચી ગયા હતા. અહીં તેમણે તેમનાં અંતિમ દર્શન કર્યા અને ત્યાર પછી તેમને અંતિમસંસ્કાર માટે લઈ જવાયાં હતાં. સેક્ટર 30 સ્મશાનમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. અંતિમવિધિમાં મોદી પરિવાર ભાવુક થઈ ગયો હતો. મોદી પરિવારે હીરાબાના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરવા કહ્યું હતું.
Share your comments