હાલમાં ચાલી રહેલ કોરોનાની ભયંકર મહામારીની વચ્ચે મોદી સરકાર પણ વિવિધ રીતે સહકાર આપીને લોકોને રાહત આપી રહી છે. મોદી સરકાર દ્વારા ઘણીબધી યોજનાઓ ભાર પાડવામાં આવી રહી છે, ત્યારે આવાં સમયગાળામાં મોદી સરકારે વધુ એક પ્રોજેક્ટને લીલી ઝંડી આપી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ મણિપુર વોટર સપ્લાઈ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો છે. આ પ્રસંગે મોદીએ જણાવતા કહ્યું, કે કોરોનાની વિરુદ્ધ આપણે આવી જ તાકાતથી સતત લડતા રહેવાનું છે, અને વિજયી પણ થવાનું છે. આની ઉપરાંત વિકાસના કામોને પણ સંપૂર્ણ તાકતથી આગળ વધારવાના છે.
કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટને માટે જલ જીવન મિશન અંતર્ગત ફન્ડ આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ પર કુલ 3,054.58 કરોડ રૂપિયા ખર્ચ થયો હોવાનું અનુમાન છે. આ કાર્યક્રમમાં મણિપુરના રાજ્યપાલ નજમા હેપતુલ્લા, મુખ્યમંત્રી એન બિરેન સિંહ, તેમેના કેબિનેટ મંત્રી સહિત ઘણાં સાંસદ અને ધારાસભ્યો પણ સામેલ થયાં હતા.
પ્રોજેક્ટની શરૂઆત કરતા જ મોદીએ તેમના ભાષણમાં જણાવતાં કહ્યું, કે પૂર્વ અને ઉતર-પૂર્વ ભારત બેગણા પડકારોનો સામનો પણ કરી રહ્યું છે. ભારે વરસાદને કારણે મોટા પ્રમાણમાં નુકસાન પણ થઈ રહ્યું છે. ઘણા લોકોના મોત પણ થયા છે. ઘણા લોકોને ઘર મુકવાનો વારો પણ આવ્યો છે. તમામ પરિવારોની સાથે મારી સંવેદના જોડાયેલી છે. આખો દેશ તમારી સાથે જ ઉભો છે. ભારત સરકાર બધાં જ રાજ્ય સરકારની સાથે મળીને જરૂરિયાતો પુરી કરવાનાં સતત પ્રયત્ન કરી રહ્યાં છે.
વડાપ્રધાન મોદીએ કોરોનાનો સામનો કરવા અંગે રાજય સરકારની પ્રશંસા પણ કરી હતી. તેમણે જણાવ્યું મણિપુરમાં કોરોના સંક્રમણને નિયંત્રિતમાં લાવવા માટે રાજ્ય સરકાર રાત-દિવસ પ્રયત્ન કરી રહી છે. લોકડાઉનમાં લોકોને પાછાં લાવવા માટે સહિત રાજ્ય સરકારે દરેક જરૂરી પગલાઓ પણ ભર્યા છે. સંકટના આવાં સમયમાં ગરીબોની આ રીતે સહાય કરવી જોઈએ.
આજે ઈમ્ફાલ સહિતનાં મણિપુરના લાખો સાથીઓને માટે ખાસ કરીને તો બહેનો માટે ખૂબ જ મોટો દિવસ છે. રક્ષાબંધનનો તહેવાર પણ આવનાર છે, અને તે પહેલા મણિપુરની બહેનો માટે આ એક ખૂબ જ મોટી ભેટ છે. કુલ 3,000 કરોડના ખર્ચે પુરો થનાર આ વોટર સપ્લાઈ પ્રોજેક્ટથી અહીંના લોકોની પાણીની સમસ્યા પણ ઓછી થઈ જશે.
વડાપ્રધાને જણાવતાં કહ્યું, કે કુલ 1,700થી પણ વધુ ગામ માટેના આ પ્રોજેક્ટમાંથી જે પાણી આવશે તે જીવનધારાનું કામ કરશે. આ પ્રોજેક્ટને આજની જ નહિ પણ આગામી 20-22 વર્ષ સુધીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. જેનાથી લાખો લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે અને હજારો લોકોને રોજગાર પણ મળી રહેશે. શુદ્ધ પાણીથી ઈમ્યુનિટીને તાકાત પણ મળે છે. આ પ્રોજેક્ટથી ‘હર ઘર જલ મિશન’ને પણ પ્રોત્સાહન મળશે. મણિપુરના લોકોને ખાસ કરીને તો માતા અને બહેનોને પણ ખૂબ જ અભિનંદન આપું છું.
નરેન્દ્ર મોદીએ આગળ વધુમાં કહ્યું, કે ગયાં વર્ષે દેશમાં જ્યારે ‘જલ જીવન મિશન’ની શરૂઆત કરવામાં આવી રહી હતી ત્યારે મેં પણ કહ્યું હતું, કે આપણે અગાઉની સરકારોની સરખામણીએ પણ ઝડપથી આ કામ કરવાનું છે. કુલ 15 કરોડ ઘરમાં ઝડપથી પાણી પહોંચાડવાનું હોય તો આપણે રોકાઈ શકીએ નહિ. આને કારણે લોકડાઉનમાં પણ ગામમાં પાઈપ લાઈન નાખવાનું કામ પણ ચાલુ જ રહ્યું હતું. દેશમાં અંદાજે કુલ 1 લાખ પાણીના કનેક્શન રોજ આપવામાં આવી રહ્યાં છે. લોકોનું જીવન પણ સરળ બની રહ્યું છે. આટલી ઝડપથી કામ એટલા માટે શકય બની રહ્યું છે, કારણ કે ‘જલ જીવન મિશન’ આંદોલનના રૂપમાં સતત આગળ વધી રહ્યું છે.
ગ્રેટર ઈમ્ફાલ પ્લાનિંગ એરિયાના ઘરો, ગામો અને મણિપુરના 16 જિલ્લાઓના કુલ 1,731 ગમોના કુલ 2,80,756 ઘરો સુધીમાં નળ કનેક્શન પહોંચાડવા માટે આ પ્રોજેક્ટને તૈયાર કરવામાં આવ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને તેનો ખર્ચ ઉઠાવશે. કેન્દ્ર સરકારે 1,185 ગામોના કુલ 1,42,749 ઘરો સુધી નળ કનેક્શન પહોંચાડવા માટે ફન્ડ આપ્યું છે. 2024 સુધીમાં ‘હર ઘર જલ’ના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે આ એક મહત્વનો પ્રોજેક્ટ છે.
Share your comments